ધોની સાથે જૂની તસવીર શેર કરતા ભાવુક થયો ડેમિયન માર્ટિન, જાણો શું કહ્યું


ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ડેમિયન માર્ટિને તે ક્ષણને યાદ કરી છે જ્યારે તે એમએસ ધોનીની સાથે એક ટીમમાં હતો. 
 

ધોની સાથે જૂની તસવીર શેર કરતા ભાવુક થયો ડેમિયન માર્ટિન, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ડેમિયન માર્ટિન  (Damien Martyn) એ અનુભવી ભારતીય વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની  (MS Dhoni)ની સાથે રમવા એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. માર્ટિને આ ફોટોમાં ધોનીને ચેમ્પિયન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, ધોનીની સાથે તેમનો આ ફોટો ઈંગ્લેન્ડમાં રમાયેલી એક ચેરિટી મેચનો છે. પરંતુ માર્ટિને તે જણાવ્યું નથી કે તેમની આ તસવીર ક્યારની છે અને ચેરિટી  મેચ ક્યારે રમાઇ હતી.

— Damien Martyn🏏 (@damienmartyn) April 7, 2020

માર્ટિને ટ્વીટર પર લખ્યું, 'જૂની તસવીરને ધ્યાનમાં રાખતા આ ભૂતકાળમાંથી લેવામાં આવી. આ થોડા વર્ષ પહેલા એક જ ટીમમાં મહાન વ્યક્તિ ધોનીને મળવા અને તેની સાથે રમવાની તક હતી. બ્રિટનમાં ચેરિટી મેચ દરમિયાન.' માર્ટિને ઓસ્ટ્રેલિયા માટે 67 ટેસ્ટ, 208 વનડે અને ચાર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 2006માં તેણે નિવૃતી લઈ લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news