ભુજ: લોકડાઉનમાં માનવતા મહેંકી, કેન્સરના દર્દીને દવા આપવા SP તોલંબીયા પોતે પહોંચ્યા

પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબીયાએ લોકડાઉન વચ્ચે માનવતા મહેકાવી છે. ભુજના જેષ્ઠાનગરમાં કેન્સર પીડીત દર્દી માટે એસપીએ ભાવનગર પોલીસનો સંપર્ક કરી ભાવનગરથી આયુર્વેદિક દવા મંગાવી આપી હતી. દવા ભુજ આવી પહોંચતા એસપી પોતે પરિવારને દવા આપવા પહોંચ્યા હતા.
ભુજ: લોકડાઉનમાં માનવતા મહેંકી, કેન્સરના દર્દીને દવા આપવા SP તોલંબીયા પોતે પહોંચ્યા

રાજેન્દ્ર ઠક્કર, ભુજ: પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબીયાએ લોકડાઉન વચ્ચે માનવતા મહેકાવી છે. ભુજના જેષ્ઠાનગરમાં કેન્સર પીડીત દર્દી માટે એસપીએ ભાવનગર પોલીસનો સંપર્ક કરી ભાવનગરથી આયુર્વેદિક દવા મંગાવી આપી હતી. દવા ભુજ આવી પહોંચતા એસપી પોતે પરિવારને દવા આપવા પહોંચ્યા હતા.

ભુજના જેષ્ઠાનગરના રોનક ચોકમાં રહેતા 68 વર્ષિય નીજારભાઈ થાવરને કેન્સરની ત્રણ ગાંઠ છે. ઉપરાંત ફેફેસા અને શ્વાસની તકલીફ છે. તેઓ ભાવનગરના ગાણીયાધાર ગામે વૈદ્ય પાસેથી આયુર્વેદિક દવા મેળવે છે. તેમની પાસે ૩૧ માર્ચ સુધીની દવા હતી. પરંતુ લોકડાઉનના કારણે જથ્થો ખુટી જતા તકલીફ પડી હતી. જેથી પોલીસનો સંપર્ક કરી પોલીસવડા સૌરભ તોલંબીયાને જાણ કરાઈ હતી. એસપીએ બીમારીની ગંભીરતાને સમજી તરત જ ભાવનગર એસપીનો સંપર્ક કર્યો હતો. અને ભાવનગર એસપીએ ગાણીયાધાર પોલીસનો સંપર્ક કરી આયુર્વેદિક દવાઓ મેળવી અને વાહન મારફતે રાજકોટ મોકલી હતી. 

રાજકોટથી ઈન્ડીયન ગેસની બોટલોના ટ્રાન્સપોર્ટ વાહન મારફતે દવા ભુજ પહોચાડાઈ હતી. જેથી સંવેદનશીલ એસપી સૌરભ તોલંબીયા પોતે જેષ્ઠાનગરમાં પરિાવરના ઘરે પહોંચ્યા હતા. અને દવાઓ આપી હતી. એસપીએ હજી પણ દવાની કે કોઈ અન્ય વસ્તુની જરૂરીયાત હોય તો જણાવવા અનુરોધ કર્યો હતો. પરિવારે પોલીસની આ સહાયની કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો હતો. 

જુઓ LIVE TV

એસપી તોલંબીયાએ જણાવ્યુ હતુ કે ગુજરાત પોલીસ પ્રજાનો મિત્ર બનીને કામ કરે છે. દર્દીને દવાની જરૂરીયાત છે. એ વાત મારા ધ્યાને આવતા તરત ભાવનગર પોલીસને સંપર્ક સાધી દવા મંગાવવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ નાગરીકોની પડખે છે. કોઈપણ પરિસ્થિતિમાં સીનીયર સીટીઝન, મહિલાઓ, બાળકો, નાગરીકોની મદદ માટે પોલીસ તૈયાર છે. 

નોંધનીય છે કે પોલીસ વડા અગાઉ મીરજાપરમાં સીનીયર સીટીઝનને દવા આપવા પહોંચ્યા હતા. તો મુંદરાના પત્રી ગામે વૃધ્ધ મહિલાને પણ એસપીએ દવા પહોચાડી હતી. સીનીયર સીટીઝનોની મદદ કરવા માટે પોલીસ તત્પર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news