એક જ ઓવરમાં 6 સિક્સર : યુવરાજનો તૂટ્યો રેકોર્ડ, 6 બોલમાં બની ગયા 39 રન

Darius Visser, Most Runs Off One Over: તમને યકીન નહીં થાય પણ 6 બોલમાં 39 રન બન્યા છે. એક ખેલાડીએ કારકીર્દીની બીજી જ મેચમાં તમામ રેકોર્ડોના ભુક્કા કાઢી નાખ્યા છે. 200 રનની સ્ટ્રાઈક રેટથી રન મશીનની જેમ 132 રનની ઈનિંગ રમતાં ડેરિયસ એક ઉભરતો ખેલાડી તરીકે બહાર આવ્યો છે. 

Trending Photos

એક જ ઓવરમાં 6 સિક્સર : યુવરાજનો તૂટ્યો રેકોર્ડ,  6 બોલમાં બની ગયા 39 રન

Darius Visser, Most Runs Off One Over : T20 ક્રિકેટના ઈતિહાસમાં મંગળવાર (20 ઓગસ્ટ)નો દિવસ સોનેરી ઈતિહાસમાં લખાશે. આ દિવસે, સમોઆની રાજધાની અપિયામાં એક શાનદાર T20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી, જેમાં સિક્સર કિંગ તરીકે ઓળખાતા યુવરાજ સિંહ સહિત ઘણા રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ગયા હતા.

આ મેચમાં સમોઆ અને વનુઆતુની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી.  આ મેચમાં સમોઆના ડેરિયસ વિસેરે 62 બોલમાં 132 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 14 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. મેચમાં વિસરનો સ્ટ્રાઈક રેટ 212.90 હતો. પરંતુ તેની ઇનિંગમાં એક ખાસ રેકોર્ડ બન્યો હતો. 28 વર્ષના ડેરિયસે એક જ ઓવરમાં 39 રન બનાવીને યુવરાજ સહિત તમામ ખેલાડીઓના રેકોર્ડને તોડી નાખ્યા હતા.

ડેરિયસે સમોઆની ઇનિંગની 15મી ઓવરમાં એક ઓવરમાં 39 રનનો આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. આ ઓવર વનુઆતુના નલિન નિપિકોએ કરી હતી. આ ઓવરમાં તેણે 3 નો બોલ પણ નાખ્યા. ડેરિયસે આ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. જોકે તે ચોથો અને પાંચમો બોલ ડોટ રમ્યો હતો.

આ રીતે એક ઓવરમાં 39 રન થયા

  • પ્રથમ બોલ: ડેરિયસે સિક્સર ફટકારી
  • બીજો બોલ: ડેરિયસ સિક્સર ફટકારી
  • ત્રીજો બોલ: ડેરિયસ સિક્સર ફટકારી
  • ચોથો બોલ: નો બોલથી એક રન મળ્યો
  • ચોથો બોલ: ડેરિયસ સિક્સર ફટકારી
  • પાંચમો બોલ: ડેરિયસ કોઈ રન બનાવી શક્યો ન હતો
  • છઠ્ઠો બોલ: નો બોલ પર એક રન મળ્યો
  • છઠ્ઠો બોલ: નો બોલ, ડેરિયસે સિક્સર ફટકારી, 7 રન મેળવ્યા
  • છઠ્ઠો બોલ: ડેરિયસ સિક્સર ફટકારી

વૈજ્ઞાનિકોની ચેતવણી! દુનિયાને તબાહ કરતો મોટો ટાઈમ બોમ્બ આર્કટિકમાં એક્ટિવ થઈ ગયો

એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તૂટી ગયો
હવે ઈન્ટરનેશનલ સિવાય ઓવરઓલ T20માં એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. T20માં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ડેરિયસ બની ગયો છે. અગાઉ, ઓવરઓલ T20 ક્રિકેટમાં આ રેકોર્ડ 38 રનનો હતો, જે 24 જુલાઈ 2012ના રોજ સસેક્સ અને ગ્લોસ્ટરશાયર વચ્ચેની મેચમાં બન્યો હતો.

જ્યારે આ પહેલા ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં માત્ર 36 રન જ બની શક્યા હતા. આ સિદ્ધિ 2007 T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે , 2021માં કિરોન પોલાર્ડે, 2024માં નિકોલસ પૂરને, દીપેન્દ્ર સિંહ એરે અને રોહિત શર્મા અને રિંકુ સિંહે હાંસલ કરી હતી. પરંતુ હવે આ તમામ રેકોર્ડનો ઢગલો થઈ ગયો છે.

મોટી વાત એ છે કે ડેરિયસના કરિયરની આ માત્ર ત્રીજી T20 મેચ હતી. જેમાં તેણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. મેચની વાત કરીએ તો ડેરિયસની બેજોડ ઇનિંગ્સના કારણે સમોઆએ મેચમાં 174 રન બનાવ્યા હતા. જવાબમાં વનુઆતુએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ટીમ 9 વિકેટે 164 રન સુધી જ પહોંચી શકી અને 10 રનથી મેચ હારી ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news