નવા રૂપરંગમાં જોવા મળશે અમદાવાદ! 9 આઈકોનિક રોડ શહેરની કાયાપલટ કરશે, આ વિસ્તારમાં આવશે

Ahmedabad News : અમદાવાદ હાલ ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે શહેરનો વિકાસ હવે ઓલિમ્પિકને પગલે થઈ રહ્યો છે, આ માટે 9 આઈકોનિક રોડ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેના બાદ શહેરની કાયાપલટ થઈ જશે 
 

નવા રૂપરંગમાં જોવા મળશે અમદાવાદ! 9 આઈકોનિક રોડ શહેરની કાયાપલટ કરશે, આ વિસ્તારમાં આવશે

Ahmedabad News : 2036 પહેલાં અમદાવાદે ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરની ફરતે અત્યાધુનિક ગેટ બાદ 9 આઈકોનિક રોડ તૈયાર થઈ રહ્યાં છે. જ્યાં તમને વિદેશમાં રહેતા હોવ તેવો અનુભવ થશે. અમદાવાદની કાયાપલટ થઈ રહી છે. અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે. ગુજરાતમાં અમદાવાદને 2036 પહેલાં અત્યાધુનિક લુક આપવાની તૈયારીઓ ચાલી રહી છે. સૌથી પહેલાં તબક્કે ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ-બફર ઝોનનો આઈકોનિક રોડમાં સમાવેશ કરાયો છે.  સૂચિત રોડ પર કુવારા, લાઈટો, બાંકડા, ફૂટપાથ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ અમદાવાદીઓને મળી રહેશે. એએમસી ૭૦૦ કરોડના ખર્ચે SG હાઈવે સહિત કુલ ૨૬ કિ.મી.ના ૯ રોડને આઇકોનિક બનાવાશે

અમદાવાદીઓ માટે સૌથી મોટી ખુશખબર છે. અમદાવાદમાં એસ.જી.હાઈ વેના ૧૯મી કિ.મી.ના રોડને ૩૫૦ કરોડના ખર્ચ વિકાસાવાશે. પાંચ વર્ષમાં સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જવાની મ્યુનિ.ને આશા છે. જ્યારે એસ.જી. હાઈવેના ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ અને બફરઝોન સહિત નવ આઈકોનિક રોડના વિકાસ માટે ૩૫૦ કરોડનું ટેન્ડર જાહેર કરાયું છે. આઈકોનીક રોડ રોડનું આયુષ્ય પાંચ વર્ષનું રહેશે. રોડની ડિઝાઈનથી લઈ વિવિધ થીમ વિદેશમાં ફરતા હોય તેવી રહેશે.

આઈકોનિક રોડ પર કઈ કઈ સુવિધાઓ રહેશે
આ આઈકોનિક રોડ પર ફૂડ સ્ટોર, જુદા જુદા સ્કલ્પચર તથા વોટરબોડી ફાઉન્ટેન લગાવેલા હશે. વિકલાંગો માટે સરળ અને આધુનિક વ્યવસ્થા હશે. સમગ્ર રોડના વિસ્તારને વિવિધ પ્રકારના લેન્ડસ્કેપીંગ કરી સુશોભીત કરાશે. શીમ બેઇઝ પ્લાન્ટેશન કરી સ્ટી બ્યુટીફિકેશન કરાશે. આ સાથે વાહનચાલકોને કોઈ અગવડ ના પડે એ માટે અહીં પેરેલલ પાર્કિંગ ફેસીલીટી તથા ટોઇલેટ અને બસ સ્ટેન્ડની ફેસિલિટીનું આયોજન કરાશે. આ આઈકોનિક રોડ પર ડિજિટલ સાઇન બોર્ડ તથા એલ.ઈ.ડી.ડિસ્પેલનું આયોજન કરાશે. લેન્ડસ્કેપીંગ પાસે જુદી જુદી ટાઇપની લાઇટીંગનું રહેશે. લાઇટિંગ, રિકિએશન એક્ટિવિટી, હોર્ટીકલ્ચર પ્લાન્ટેશન, સેલ્ફી પોઇન્ટ વગેરે જેવું સુવિધાનું આયોજન કરાશે

કયા કયા રોડનો વિકાસ થશે

  • YMCAથી એસ.પી રીંગરોડ
  • પાલડીથી વાડજ (આશ્રમરોડ)
  • ડફનાળા જંક્શનથી એરપોર્ટ સકલ
  • કેશવબાગ પાર્ટીપ્લોટથી પકવાન જંકશન 
  • કેનયુગ ચાર રસ્તાથી પ્રહલાદનગર જંકશન 
  • નરોડથી દહેગામ જવાનો રોડ
  • વિસત સર્કલથી તપોવન
  • ઇસ્કોન જંકશનથી પકવાન (એસ.જી હાઇવે સર્વિસ રોડ-બફરઝોન) 
  • શાંતિપુરા સર્કલથી સાણંદ AMC લીમીટ

આ પહેલાં પણ અમદાવાદમાં પ્રવેશ દ્વાર સમા 7 ગેટને આઈકોનિક બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે.  વર્લ્ડ હેરિટેજ સિટી અને આધુનિક અમદાવાદની આગવી ઓળખનો પરિચય કરાવે તેવા વૈષ્ણોદેવી, સનાથલ અને જશોદાનગર સહિતના સાત એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં આવતાં મુલાકાતીઓ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે આગવી ઓળખ ઉભી થાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતાં મુખ્ય માર્ગો ઉપર વર્ષ 2024-2025 માં બજેટમાં આવરી લીધેલા કામો પૈકી અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ “સીટી એન્ટ્રી ગેટ" બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વર્લ્ડ હેરિટેજ સિટી અને આધુનિક અમદાવાદની આગવી ઓળખનો પરિચય કરાવે તે માટે વૈષ્ણોદેવી સર્કલ આસપાસ, ઓગણજ, સનાથલ સર્કલ, શાંતિપુરા સર્કલ, તપોવન, ચિલોડા સર્કલ, જશોદાનગર -ડાકોર હાઇવેનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news