Kolkata Doctor Rape Murder Case: 'ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સ ', CJIનો ડોક્ટરોને આગ્રહ કે હડતાળ સમેટી લો
Supreme Court on Kolkata Case: કોલકાતા રેપ-મર્ડર કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ છે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે, કોલકાતા કાંડ પર સુપ્રીમ કોર્ટે મમતા સરકારને લગાવી ફટકાર.. કહ્યું, FIR કરવામાં કેમ થયું આટલું મોડું... ઘટનાસ્થળને કેમ ન રાખી શક્યા સુરક્ષિત?.. CBIને બે દિવસમાં સ્ટેટસ રિપોર્ટ સોંપવા આદેશ..
Trending Photos
Supreme Court on Kolkata Case: કોલકાતા રેપ-મર્ડર કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ છે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે, કોલકાતા કાંડ પર સુપ્રીમ કોર્ટે મમતા સરકારને લગાવી ફટકાર.. કહ્યું, FIR કરવામાં કેમ થયું આટલું મોડું... ઘટનાસ્થળને કેમ ન રાખી શક્યા સુરક્ષિત?.. CBIને બે દિવસમાં સ્ટેટસ રિપોર્ટ સોંપવા આદેશ..
Kolkata protest murder of trainee doctor : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. સોમવારે તપાસ એજન્સી સીબીઆઈએ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની 13 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. તેમની આજે ફરી પૂછપરછ થઈ શકે છે. સાથે જ હવે આરોપી સંજય રોયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. જેની સીબીઆઈને કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ છે. પોલીગ્રાફી ટેસ્ટથી ખબર પડશે કે આરોપી કેટલું જૂઠું અને કેટલું સત્ય બોલી રહ્યો છે. સીબીઆઈ પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષનો પણ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગે છે.
કોલકાતા રેપ કેસ મામલે સુપ્રીમમાં સુનાવણી શરૂ થઈ. કોલકાતા રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી છે. અમદાવાદની એલજી હૉસ્પિટલમાં ડૉક્ટર પર થયેલા હુમલાનો સુપ્રીમ કોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે CBI પાસેથી અત્યાર સુધીમાં થયેલી તપાસનો રિપોર્ટ માંગ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને પણ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો કે ઘટના સ્થળને સુરક્ષિત કેમ ન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો કે, ઘટના તો હૉસ્પિટલ પરિસરમાં બની તો FIR હૉસ્પિટલે કેમ ન દાખલ કરાવી. કારણ કે પરિવાર તો ઘટના સ્થળે હાજર જ નહોતો.
કોલકાતામાં 31 વર્ષની તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે જાહેરાત કરી કે તે ડોકટરોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહી છે. કોર્ટની દેખરેખ હેઠળ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેમાં ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવશે. CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
SCએ આ મામલામાં સુઓમોટો લીધો છે. ડૉક્ટરોના વિરોધને કારણે પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. દેશભરમાં ડોક્ટરોના સંગઠનો વિરોધ કરી રહ્યા છે. અહીં બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તે પછી તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ રાષ્ટ્રીય હિતનો મામલો છે
SCએ પૂછ્યું- FIR કોણે અને ક્યારે નોંધાવી? જેના પર કોર્ટને કહેવામાં આવ્યું કે રાત્રે 11.45 વાગ્યે પહેલી FIR નોંધવામાં આવી હતી. CJIએ કહ્યું કે મૃતદેહ માતા-પિતાને સોંપ્યાના 3 કલાક 30 મિનિટ પછી FIR નોંધવામાં આવી? CJIએ પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ પ્રશાસનને ફટકાર લગાવી? કહ્યું, કેમ મોડી FIR નોંધાઈ? હોસ્પિટલ પ્રશાસન શું કરી રહ્યું હતું? CJIએ કહ્યું, અમે ડોક્ટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. અમે ડોકટરોને અપીલ કરીએ છીએ. અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અહીં છીએ. અમે તેને હાઈકોર્ટ માટે છોડીશું નહીં. આ એક રાષ્ટ્રીય હિતની બાબત છે. CJIએ કહ્યું કે એફઆઈઆર નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ મેનેજમેન્ટની હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આને હળવાશથી ન લેવું જોઈએ. અમે એક યંગ ડૉક્ટર પર વિકૃત માણસ દ્વારા કરાયેલા બળાત્કારના કેસની ઘટનાનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તેમાં એક પશુ જેવી વિકૃતિ હતી. હું તેને રાજકીય મુદ્દો બનાવવા માંગતો નથી. વાલીઓએ 3 કલાક રાહ જોવી પડી હતી.
CJI એ ડોક્ટરોને કહ્યું કે અમારા પર ભરોસો કરો
CJIએ કહ્યું કે પોલીસે ક્રાઈમ સીનનું રક્ષણ કેમ ન કર્યું? શા માટે હજારો લોકોને અંદર જવા દેવામાં આવ્યા? પ્રિન્સિપાલની બીજી કોલેજમાં શા માટે ટ્રાન્સફર કરાઈ? CJIએ કહ્યું કે, CBIએ ગુરુવાર સુધીમાં આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવો જોઈએ. હાલ તપાસ નાજુક તબક્કામાં છે, તેથી સીધો રિપોર્ટ કોર્ટને આપવો જોઈએ. CJI એ ડોક્ટરોને કહ્યું કે અમારા પર વિશ્વાસ કરો. ડોક્ટરોની હડતાળ પર તેમણે કહ્યું કે, સમજો કે તેમની પાસે આખા દેશની હેલ્થ કેર સિસ્ટમ છે.
CJI એ પૂછ્યા આકરા સવાલો
CJIએ કહ્યું કે અમે આ કેસમાં સુઓમોટો લીધો છે કારણ કે બળાત્કાર-હત્યા સિવાય, તે દેશભરના ડોકટરોની સુરક્ષા વિશે પણ છે. અમે સુરક્ષાને લઈને સુનાવણી કરીશું. અમે ડોકટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ, ખાસ કરીને મહિલા ડોકટરો અને યુવાન ડોકટરોની. CJIએ કહ્યું કે પીડિતાની ઓળખ જાહેર થવાથી અમે ચિંતિત છીએ. પોસ્ટમોર્ટમ બાદ પીડિતાના ફોટોગ્રાફ વાયરલ થવા ચિંતાજનક છે. પીડિતાની ઓળખ દરેક જગ્યાએ જાહેર કરવામાં આવી હતી.હતું. CJIએ પશ્ચિમ બંગાળને પૂછ્યું- શું પ્રિન્સિપાલે હત્યાને આત્મહત્યા ગણાવી? શું પીડિતાના માતા-પિતાને માહિતી મોડી આપવામાં આવી હતી? તેમને મળવા દેવાયા નહોતા. આચાર્ય શું કરતા હતા? FIR દાખલ કરવામાં કેમ વિલંબ થયો? આ બહુ ગંભીર મુદ્દો છે.
SCએ CBI પાસેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો
સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે. તપાસ એજન્સીએ ગુરુવાર સુધીમાં આ માહિતી આપવી પડશે. તેમને કહો કે તેણે અત્યાર સુધી શું પગલાં લીધાં છે અને તપાસ ક્યાં સુધી પહોંચી છે. કોર્ટે તબીબોને હડતાળ પૂર્ણ કરવા માટે અપીલ કરી છે.
નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહ્યા છીએ: CJI
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રિન્સિપાલે આ કેસને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાના પરિવારને મૃતદેહ જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. મોડી સાંજ સુધી એફઆઈઆર નોંધાઈ ન હતી. કોર્ટે કહ્યું કે અમે ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. કોર્ટે પૂછ્યું કે પીડિતાની ઓળખ કેવી રીતે જાહેર થઈ? 7 હજાર લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે પોલીસ ત્યાં શું કરી રહી હતી? અમને સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ જોઈએ છે. અમે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ બનાવવા જઈ રહ્યા છીએ. કોર્ટની દેખરેખ હેઠળ ટેસ્ટ ફોર્સની રચના કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે