IPL 2019: કોટલામાં જીત્યું દિલ્હી, રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર

દિલ્હી કેટિપલ્સે ઘરઆંગણે પોતાના અંતિમ મેચમાં રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે પરાજય આપીને પોતાના લીગ રાઉન્ડની સમાપ્તી કરી છે. આ હાર સાથે રાજસ્થાનનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પૂરુ થઈ ગયું છે. 

Updated By: May 4, 2019, 07:48 PM IST
IPL 2019: કોટલામાં જીત્યું દિલ્હી, રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને આઈપીએલ સિઝન 12ની 53મી મેચમાં 5 વિકેટથી પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 115 રન બનાવ્યા અને દિલ્હી કેપિટલ્સને 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમે 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 116 રન બનાવી લીધા હતા. આ હાર સાથે રાજસ્થાન રોયલ્સ આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે. દિલ્હી માટે રિષભ પંતે અણનમ 53 રનની ઈનિંગ રમી હતી. ઈશ સોઢીના બોલ પર રિષભ પંતે છગ્ગો ફટકારીને આઈપીએલ કરિયરની 10મી અડધી સદી ફટકરી અને દિલ્હીની ટીમે રાજસ્થાનને 5 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં નવમી જીત નોંધાવી હતી. 

રાજસ્થાન રોયલ્સની ઈનિંગ
ઈશાંત શર્મા અને અમિત મિશ્રાની ધારદાર બોલિંગથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 ઓવરમાં 9 વિકેટ પર 115 રન પર રોકી દીધું હતું. કરો યા મરોના મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી તરફથી ઈશાંત શર્માએ શરૂઆતી ઝટકા આપ્યા હતા. આસામના 17 વર્ષના ખેલાડી રિયાન પરાગે અડધી સદી ફટકારીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. પરાગે 49 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. રહાણેની સાથે ઈનિંગની શરૂઆત કરવા આવેલ લિયામ લિવિંગસ્ટોન ઈશાંત શર્માની ઓવરમાં સિક્સ ફટકારી હતી. આ ઓવરના અંતિમ બોલ પર રહાણે (2) શિખર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. 

ઈનિંગની ચોથી ઓવરમાં ઈશાંતે લિવિંગસ્ટોનને આઉટ કર્યો હતો. ત્યારબાદ સંજૂ સૈમસન રન આઉટ થયો હતો. ત્યારબાદ ઈશાંતે લોમરોરને આઉટ કરીને રાજસ્થાનને ચોથો ઝટકો આપ્યો હતો. રાજસ્થાનની ટીમ પાવરપ્લેમાં 4 વિકેટ ગુમાવી 30 રન બનાવી શકી હતી.  

પાવરપ્લેમાં ઈશાંતે ત્રણ ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. શર્માના સ્થાને બોલિંગ કરવા આવેલા મિશ્રાની ઓવરમાં પરાગે ચોગ્ગો ફટકાર્યો અને ટીમે આ ઓવરમાં 9 રન લીધા હતા. નવમી ઓવરમાં રાજસ્થાનના 50 રન પૂરા થયા હતા. 

મિશ્રાએ પરાગ અને શ્રેયસ ગોપાલ (12)ની વચ્ચે 27 રનની ભાગીદારીને તોડી હતી. ગોપાલ સ્ટમ્પ આઉટ થયો હતો. ત્યાર પછીના બોલ પર બિન્ની પણ શૂન્ય રને આઉટ થયો હતો. મિશ્રાને હેટ્રિકનો ચાન્સ હતો પરંતુ તે ચુકી ગયો હતો. બોલ્ટે કૃષ્ણપ્પા ગૌતમ (6)નો કેચ છોડ્યો હતો. ત્યારબાદ મિશ્રાની આગામી ઓવરમાં ગોપાલ પણ પેવેલિયન પરત ફર્યો હતો. 

ઈનિંગની 17મી ઓવરમાં પરાગે ઈશાંતના બે બોલ પર સતત બે બાઉન્ડ્રી ફટકારી હતી. આ ઓવરમાં 18 રન આવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ડે ત્યારબાદ ઈશ સોઢી (6)ને આઉટ કર્યો હતો. રાજસ્થાને 19મી ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. પરાગ બોલ્ડની અંતિમ ઓવરમાં બે છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે અંતિમ બોલ પર આઉટ થયો હતો.