T20: ઈંગ્લેન્ડમાં આજથી ભારતના અભિયાનનો પ્રારંભ
ભારતીય સમયાનુસાર પ્રથમ ટી-20 મેચ રાત્રે 10 કલાકે શરૂ થશે.
Trending Photos
માન્ચેસ્ટરઃ ભારતીય ટીમ મંગળવાર (3 જુલાઈ)એ શ્રેણીના પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સાથે ઈંગ્લેન્ડની પ્રવાસની શરૂઆત કરશે. ઈંગ્લેન્ડની ટીમે છેલ્લા ઘણા સમયથી નિર્ધારિત ઓવરમાં ઘણી પ્રગતિ કરી છે અને વિરાટ કોહલી તથા તેની ટીમ માટે આ પ્રવાસ મહત્વપૂર્ણ રહેશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 10 કલાકે શરૂ થશે.
છેલ્લા એક દાયકાથી ભારતની નિર્ધારીત ઓવરોની ટીમના પ્રદર્શનમાં સાતત્ય જોવા મળ્યું છે. બીજીતરફ ઈંગ્લેન્ડના જોસ બટલર, જેસન રોય અને બેન સ્ટોક્સ જેવા સ્ટાર ખેલાડીઓને કારણે અંતે વનડે અને ટી-20 મેચોમાં લય હાસિલ કરી છે.
ભારતે આ શ્રેણી પહેલા બે મેચોની ટી-20 શ્રેણીમાં આયર્લેન્ડ પર 76 અને 143 રનોથી જીત મેળવી હતી. પરંતુ કોહલીને ખ્યાલ છે કે ઈંગ્લેન્ડની ટીમ મજબૂત પડકાર આપશે. વનડે વિશ્વ કપ 2019માં હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી છે અને તેવામાં બંન્ને ટીમ માટે આ તૈયારીની સારી તક છે.
ભારતને આ તથ્યથી આત્મવિશ્વાસ મળશે કે, તેણે પોતાની છેલ્લા 20 ટી-20 મેચમાંથી 15માં જીત મેળવી છે. ઈંગ્લેન્ડની ટીમે ભારત સામેની શ્રેણી પહેલા નિર્ધારીત ઓવરો (વનડે+ ટી20)માં ઓસ્ટ્રેલિયાને 6-0થી પરાજય આપ્યો અને આ દરમિયાન બટલર, જેસન રોય, જોની બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ટીમ માટે આયર્લેન્ડનો પ્રવાસ પ્રેક્ટિસ મેચ કરતા વધુ ન હતો અને કોહલીને છોડીને તમામ બેટ્સમેનો રન બનાવવામાં સફળ રહ્યાં, જ્યારે કુલદીપ યાદવ અને ચહલે પ્રભાવશાળી બોલિંગ કરી હતી.
જસપ્રીત બુમરાહની ઈજા ટીમ માટે ચિંતાનો વિષય છે, કારણ કે તે ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરતો હતો. ભારતીય ટીમ મેનેજમેન્ટ શ્રેણીની શરૂઆતમાં નક્કી કરેલી ટીમ સાથે ઉતરવાની આશા છે. જો કોઈ સ્પીનરને અંતિમ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે તો, સિદ્ધાર્થ કૌલના નામ પર વિચાર કરી શકાય છે.
આ નિર્ણય પિચ પર નિર્ભર રહેશે, પરંતુ મેન્ચેસ્ટરના સ્તર પ્રમાણે બે દિવસથી ખૂબ ગર્મી પડી છે અને તેવામાં સ્પીનરોને તક મળી શકે છે. ટીમમાં હાર્દિક પંડ્યા એકમાત્ર ઓલરાઉન્ડર છે તેવામાં તેના ભાઈ કૃણાલ પંડ્યાને તક મળવાની સંભાવના નહિવત્ છે.
મીડલઓર્ડરમાં કોહલી પાસે વિશેષ ફેરફારની આશા નથી. કોહલી, સુરેશ રૈના અને ધોની મીડલઓર્ડર માટે મહત્વના છે. મનીષ પાંડેની નજર ચોથા સ્થાન પર છે.
ઈંગ્લેન્ડે ત્રિકોણીય શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ કેટલાક રણનીતિક ફેરફાર કર્યા. સહાયક કોચ પોલ ફારબ્રેસને ઓસ્ટ્રેલિયા અને ભારત સામેની શ્રેણી માટે ટીમની કમાન સોંપવામાં આવી, જ્યારે મુખ્ય કોચ ટ્રેવર બેલિસ સ્થાનિક ક્રિકેટમાં પ્રતિભાની શોધ કરી રહ્યાં છે.
નવા કોચે સૌથી પહેલા જોસ બટલર પાસે ઈનિગંનો પ્રારંભ કરાવવાનો નિર્ણય લીધો અને તેણે એજબેસ્ટનમાં ઓસ્ટ્રેલિયા પર 28 રનથી જીત દરમિયાન ઈંગ્લેન્ડ તરફથી સૌથી ઝટપી ટી-20 આંતરરાષ્ટ્રીય અર્ધસદી પૂર્ણ કરી. બટલરે આઈપીએલનું ફોર્મ જાળવી રાખતા 22 બોલમાં 6 ફોર અને પાંચ સિક્સની મદદથી 50 રન પૂરા કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે