ટ્રોલિંગ મામલો : સુષ્મા સ્વરાજને રાજનાથ સિંહ પછી મળ્યો નીતિન ગડકરીનો સાથ

તન્વી સેઠ અને અનસ સિદ્દીકી પાસપોર્ટ વિવાદમાં નીતિન ગડકરીએ આપ્યું મહત્વનું નિવેદન 

ટ્રોલિંગ મામલો : સુષ્મા સ્વરાજને રાજનાથ સિંહ પછી મળ્યો નીતિન ગડકરીનો સાથ

નવી દિલ્હી : તન્વી સેઠ અને અનસ સિદ્દીકી પાસપો્ર્ટ વિવાદમાં ટ્રોલનો ભોગ બનેલી સુષ્મા સ્વરાજના સમર્થનમાં હવે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પણ આવી ગયા છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે જે રીતે તેમને ટ્રોલ કરવામાં આવ્યા છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. વિદેશ મંત્રાલયે આ મામલામાં જ્યારે દખલગીરી કરી ત્યારે સુષ્મા સ્વરાજ દેશમાં હાજર પણ નહોતા. આ ઘટના સાથે તેમનો કોઈ સીધો સંપર્ક નથી. નીતિન ગડકરીએ કહ્યું છે કે વિદેશ મંત્રાલયે જે આદેશ આપ્યો છે એમાં કંઈ ખોટું નથી. આ પહેલાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ સુષ્મા સ્વરાજનું સમર્થન કરતા કહ્યું હતું કે આ મામલામાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્રોલ કરવાનું અયોગ્ય છે. 

— ANI (@ANI) July 3, 2018

થોડા દિવસ પહેલાં જ સુષ્મા સ્વરાજને પાસપોર્ટ જારી કરવા અંગેના વિવાદમાં ટ્રોલ કરાયા હતા. આ વિવાદ તન્વી સેઠ નામની મહિલાને પાસપોર્ટ જારી કરવા અંગે હતો. આ મહિલાએ એક મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. આ યુગલે લખનૌનાં પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કાર્યરત વિકાસ મિશ્રા પર તેમની પાસપોર્ટ અરજી અંગે અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ પછી વિકાસ મિશ્રાની બદલી કરી દેવામાં આવી હતી. યુગલે દાવો કર્યો હતો કે વિવેક મિશ્રાએ મહિલાના પતિને કહ્યું હતું કે તેઓ હિન્દુ ધર્મ અપનાવી લે. આ ઉપરાંત પાસપોર્ટ અધિકારી પર એવો પણ આરોપ લગાવાયો હતો કે તેણે તન્વી સેઠને એક મુસ્લિમ સાથે લગ્ન કરવા અંગે ઠપકો આપ્યો હતો પરંતુ ત્યારબાદ જાણવા મળ્યું હતું કે મહિલાએ જે સરનામુ આપ્યું હતું ત્યાં તે છેલ્લા એક વર્ષથી રહેતી જ નહોતી. આ મામલે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ વિકાસ મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી માટે સુષ્મા તેમજ મંત્રાલયને ટ્રોલ કર્યું હતું. 

— Sushma Swaraj (@SushmaSwaraj) June 24, 2018

સુષ્મા સ્વરાજ 17 જૂનથી 23 જૂન વચ્ચે વિદેશ યાત્રા પર હતા. વિદેશ યાત્રાથી પરત ફર્યા પછી તેમણે એક સર્વે કરાવ્યો હતો અને પૂછ્યું હતું કે તેમને ટ્રોલ કરવાનું યોગ્ય છે કે નહીં. 

— Sushma Swaraj (@SushmaSwaraj) June 30, 2018

ટ્વિટર પોલ સર્વેમાં 43 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને યોગ્ય રીતે ટ્રોલ કરાયા છે જ્યારે 57 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ટ્રોલ કરવાનું અયોગ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news