Messi Vs Ronaldo: ફરી સાબિત થયું કે કોણ છે નંબર વન! વર્લ્ડ કપ પછી ફરી મેસ્સીએ રોનાલ્ડોને મેદાનમાં પછાડ્યો...

Messi Vs Ronaldo: ફીફા વર્લ્ડકપ પછી પ્રથમ વખત મેદાન પર ઉતરેલા રોનાલ્ડોએ આ મેચમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ. રોનાલ્ડોએ વર્લ્ડકપ બાદ સાઉદીની ક્લબ અલ નસ્ર સાથે કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. ટીમે રોનાલ્ડોને મોટી રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ કારણ છે કે પોતાની કરિયરમાં પ્રથમ વખત રોનાલ્ડો કોઇ એશિયન ટીમ માટે રમી રહ્યો હતો.

Messi Vs Ronaldo: ફરી સાબિત થયું કે કોણ છે નંબર વન! વર્લ્ડ કપ પછી ફરી મેસ્સીએ રોનાલ્ડોને મેદાનમાં પછાડ્યો...

Messi Vs Ronaldo: ફૂટબોલને દુનિયાની સૌથી રોમાંચક ગેમ કહેવામાં આવે છે. ત્યારે આ ગેમમાં વર્તમાન સમયમાં દુનિયામાં ઘણાં દિગ્ગજ ખેલાડીઓ છે. જોકે, જ્યારે વાત બરાબરીની ટક્કરની આવે ત્યારે બે ખેલાડીઓના નામ હંમેશા ચર્ચામાં હોય છે. એ નામો છે લિયોનલ મેસ્સી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો. જોકે, હાલમાં જ મેસ્સીની ટીમે ફૂટબોલ વર્લ્ડ કપ જીતીને દુનિયા ભરમાં પોતના દેશનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ કપ બાદ ફરી એકવાર જ્યારે મેસ્સી અને રોનાલ્ડો સામ-સામે ટકરાયા ત્યારે શું થયું એ જાણવામાં સૌ કોઈને રસ હોય છે. ફરી એકવાર આ બન્ને ખેલાડીઓએ શાનદાર ખેલ બતાવ્યો પણ આખરે વર્લ્ડ કપના પરિણામનું પુનરાવર્તન જ થયું... સાઉદી અરબના પાટનગર રિયાધમાં ફૂટબોલ જગતના બે સૌથી મોટા સ્ટાર વચ્ચે મુકાબલો રમાયો હતો. પેરિસ-સેન્ટ જર્મન (PSG) અને સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી ફરી એક વખત મેદાનમાં આમને-સામને હતા. આ મુકાબલામાં મેસ્સીની ટીમ PSGએ સાઉદી ઓલ સ્ટાર્સને 5-4થી હરાવ્યું હતું. મુકાબલામાં બે ગોલ કરવા છતા રોનાલ્ડો પોતાની ટીમને આ મેચ જીતાડી શક્યો નહતો.

ફીફા વર્લ્ડકપ પછી પ્રથમ વખત મેદાન પર ઉતરેલા રોનાલ્ડોએ આ મેચમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ. રોનાલ્ડોએ વર્લ્ડકપ બાદ સાઉદીની ક્લબ અલ નસ્ર સાથે કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. ટીમે રોનાલ્ડોને મોટી રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ કારણ છે કે પોતાની કરિયરમાં પ્રથમ વખત રોનાલ્ડો કોઇ એશિયન ટીમ માટે રમી રહ્યો હતો. જોકે, આ મેચ એક ફ્રેન્ડલી મેચ હતી પરંતુ આ મેચને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો મેદાન પર પહોચ્યા હતા. આ મેચમાં રોનાલ્ડો અને મેસ્સી સિવાય નેમાર અને એમ્બાપે જેવા સ્ટાર પણ ઉતર્યા હતા, જેમણે તાજેતરમાં ફીફા વર્લ્ડકપમાં પોતાનો જલવો બતાવ્યો હતો.

બન્ને ટીમોએ માર્યા 9-9 ગોલઃ
આ મેચમાં બન્ને ટીમ તરફથી કુલ 9 ગોલ લાગ્યા હતા. મેસ્સી અને રોનાલ્ડો સિવાય એમ્બાપેએ પણ ગોલ કર્યો હતો. નેમારની વાત કરીએ તો તે ગોલ ફટકારતા ચુકી ગયો હતો. સાઉદી ઓલ સ્ટાર્સ માટે રોનાલ્ડોના 2 ગોલે મેચને રોમાંચક બનાવી દીધી હતી. મેસ્સીએ મેચનો પ્રથમ ગોલ ફટકાર્યો હતો. પ્રથમ હાફની 34મી મિનિટમાં પોર્ટુગલના સ્ટાર ખેલાડીએ પેનલ્ટી દ્વારા ગોલ ફટકારીને મેચને બરાબર કરી દીધી હતી. 43મી મિનિટમાં પીએસજીએ ફરી એક વખત ગોલ ફટકાર્યો હતો. તે બાદ રોનાલ્ડોએ ફરી એક વખત મેચને રોમાંચક બનાવતા પહેલાં હાફના એકસ્ટ્રા ટાઇમમાં મેચને 2-2ની બરાબરી પર લાવી દીધી હતી.

બીજા હાફમાં મેસ્સીનો મેજિકઃ
મેચના બીજા હાફમાં પીએસજીની ટીમે લીડ લઇને મેચને પોતાના નામે કરી લીધી હતી. PSG અને સાઉદી ઓલ સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં મેસ્સીની ટીમે રોનાલ્ડોના સ્ટાર્સને 5-4ના અંતરથી હરાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news