કિસમે કિતના હૈ દમ? આજે ખબર પડશે કેવી છે કિંગ કોહલીના બેટની ધાર...બિરાદરો સાથે દંગલ!

IND Vs AFG T20 2024: ભારતનો બાર્બેડોસમાં રેકોર્ડ ખરાબ છે. ભારતે બાર્બેડોસના કેન્સિંગટન ઓવલ મેદાન પર બે મેચ રમી છે અને બન્નેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ભારતનો સૌથી વધુ સ્કોર 155 અને સૌથી ઓછો સ્કોર 135 રહ્યો છે. આ મેદાન પર સૌથી ઊંચો સ્કોર 2022માં વેસ્ટ ઈન્ડિઝ દ્વારા ઈંગ્લેન્ડ સામે 224/4 છે. જ્યારે અફઘાનિસ્તાને 2010માં સૌથી ઓછા 80 (ઓલ આઉટ) રન સાઉથ આફ્રિકા સામે બનાવ્યા છે.

કિસમે કિતના હૈ દમ? આજે ખબર પડશે કેવી છે કિંગ કોહલીના બેટની ધાર...બિરાદરો સાથે દંગલ!

Ind vs AFG T20 2024: આજે થશે બે મિત્ર દેશો વચ્ચે કાટાંની ટક્કર. જીહાં, આજે થશે બિરાદરો વચ્ચે દંગલ. અહીં વાત થઈ રહી છે ભારત અને અફઘાનિસ્તાનની. અફઘાનિસ્તાનની ટીમ ભારતને ખુબ જ માને છે. બન્ને દેશો વચ્ચેની મિત્રતા પણ ખુબ ઘાઢ છે. એમાંય અફઘાનિસ્તાનના મોટાભાગના ખેલાડીઓ રાશિદ ખાનથી માંડીને નબી બધા જ ટીમ ઈન્ડિયાના અને ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માના ફેન છે. હવે આ ફેન આજે સામ-સામે મેદાન-એ-જંગમાં ઉતરશે.

ટીમ ઈન્ડિયા 4 સેમિફાઈનલ રમી છે-
ટીમ ઈન્ડિયા અત્યાર સુધી 8 T20 વર્લ્ડ કપમાં 4 વખત સેમિફાઈનલ રમી છે. ભારતે 2022માં છેલ્લી ટુર્નામેન્ટમાં પણ સેમિફાઈનલ રમી હતી, પરંતુ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યું હતું. આ સિવાય ભારતે 2007, 2014 અને 2016માં પણ સેમિફાઈનલ રમી હતી. 2016માં હારી ગયા, પરંતુ બાકીની 2 ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી.

શું વર્લ્ડ કપમાં ભારત માટે સેમિફાઈનલની રેસમાં કાંટો બનશે આ મેચ? આ આંકડા મહત્વના...ભારત અને અફઘાનિસ્તાન સામે આજે સુપર-8 રાઉન્ડની પહેલી ટક્કર થવાની છે. આ ટક્કર પહેલા ભારતી ટીમ માટે કેટલાક આંકડા ચિંતા ઉભી કરનારા છે. પરંતુ તેની સામે અફઘાનિસ્તાને પણ ખરાબ પરિણામોનો સામનો બાર્બેડોસમાં કરવો જ પડ્યો છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કામાં શાનદાર શરૂઆત કરી હતી. ટીમે ગુરુવારે સેન્ટ લુસિયામાં બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું હતું. આ પહેલાં સાઉથ આફ્રિકાએ બુધવારે એન્ટિગુઆમાં અમેરિકાને 18 રને હરાવ્યું હતું. આ જીત સાથે આફ્રિકન ટીમની 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ રમવાની આશા વધી ગઈ છે. ટીમ છેલ્લે 2014માં સેમિફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ T20 વર્લ્ડકપના ટોપ બોલર્સઃ
નામ        દેશ        વિકેટ
ફઝલહક ફારૂકી    અફઘાનિસ્તાન    12
એનરિક નોર્કિયા    સાઉથ આફ્રિકા    10
ટ્રેન્ટ બોલ્ટ        ન્યૂઝીલેન્ડ        09
અકીલ હોસેન        વેસ્ટ ઈન્ડિઝ        09
તન્ઝીમ હસન        બાંગ્લાદેશ        09

આ T20 વર્લ્ડકપના ટોપ બેટર્સઃ
નામ        દેશ        રન
નિકોલસ પૂરન        વેસ્ટ ઈન્ડિઝ        200
એન્ડ્રી ગૌસ        USA        182
રહમાનુલ્લાહ ગુરબાઝ    અફઘાનિસ્તાન    167
માર્કસ સ્ટોઈનિસ    ઓસ્ટ્રેલિયા        156
ઈબ્રાહિમ ઝદરાન    અફઘાનિસ્તાન    152

સુપર-8 રાઉન્ડની શરુઆત થઈ ગઈ છે, જેમાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડે જીત સાથે શરુઆત કરી દીધી છે. ગ્રુપ 2માં ઈગ્લેન્ડે યજમાન ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાએ પણ યજમાન ટીમ અમેરિકાને હરાવીને 2-2 પોઈન્ટ હાંસલ કરી લીધા છે. આવામાં હવે આજે ગ્રુપ 1માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બાર્બેડોસમાં રમાવાની છે. પરંતુ આ મેદાન પર ભારતનો રેકોર્ડ આજની મેચનું ટેન્શન વધારી શકે છે. આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કેન્સિંગટન ઓવલમાં રમાવાની છે. આજની મહત્વની મેચ પહેલા કેટલાક આંકડા જાણવા જરુરી છે. ભારત અને અફઘાનિસ્તાનની મેચ રાત્રે 8 વાગ્યે રમાવાની છે.

ભારતનો બાર્બેડોસમાં રેકોર્ડ ખરાબ છે. ભારતે બાર્બેડોસના કેન્સિંગટન ઓવલ મેદાન પર બે મેચ રમી છે અને બન્નેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ભારતનો સૌથી વધુ સ્કોર 155 અને સૌથી ઓછો સ્કોર 135 રહ્યો છે. આ મેદાન પર સૌથી ઊંચો સ્કોર 2022માં વેસ્ટ ઈન્ડિઝ દ્વારા ઈંગ્લેન્ડ સામે 224/4 છે. જ્યારે અફઘાનિસ્તાને 2010માં સૌથી ઓછા 80 (ઓલ આઉટ) રન સાઉથ આફ્રિકા સામે બનાવ્યા છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ ટી20 વર્લ્ડકપ 2024ની પહેલી મેચ રમાવા જઈ રહી છે, ભારતે અફઘાનિસ્તાન સામે 7 ટી20 મેચ રમી છે જેમાં 7એમાં જીતી મેળવી છે. હવે ભારત આજે પણ જીત સાથે સુપર-8 રાઉન્ડની શરુઆત કરવા માગશે, ભારતે ટી20 વર્લ્ડકપમાં હજુ સુધી એકપણ મેચ હારી નથી, લીગ રાઉન્ડમાં 4માંથી 3 મેચ જીતી છે જ્યારે એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

ભારત માટે વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાનું કારણ છે, પરંતુ હજુ પણ ટીમ અને દિગ્ગજ ક્રિકેટર્સને વિરાટ કોહલી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તે કમાલ કરી બતાવશે. વિરાટ કોહલી આઈપીએલ 2024માં શાનદાર ફોર્મમાં હતો અને ટીમને કમબેક કરાવવામાં ગજબની તાકાત લગાવી હતી. તે ઓરેન્જ કેપ પણ જીત્યો હતો. તેથી ખરેખરી ચેલેન્જ આજે છે. આજે ખબર પડશે કેવી છે કિંગ કોહલીના બેટની ધાર...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news