પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ બીજીવાર પિતા બન્યો, પુત્રનું નામ રાખ્યુ સુલેમાન ખાન
તમને જણાવી દઈએ કે ઇરફાન પઠાણે વર્ષો સુધી ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ છે અને ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તે કોમેન્ટ્રેટર તથા ક્રિકેટ એક્સપર્ટના રૂપમાં કામ કરી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ બીજીવાર પિતા બન્યો છે. તેણે આ વાતની જાણકારી ટ્વિટર પર આપી છે. પઠાણની પત્નીએ 28 ડિસેમ્બરે બીજા પુત્રને જન્મ આપ્યો છે અને તેનું નામ સુલેમાન ખાન રાખવામાં આવ્યું છે. ઇરફાન પઠાણે ટ્વિટ કરીને લખ્યુ કે, તેની પત્ની સફા અને પુત્ર બંને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેણે પોતાના પુત્રની સાથે એક તસવીર પણ શેર કરી છે.
તમને જણાવી દઈએ કે ઇરફાન પઠાણે વર્ષો સુધી ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ છે અને ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તે કોમેન્ટ્રેટર તથા ક્રિકેટ એક્સપર્ટના રૂપમાં કામ કરી રહ્યો છે. ભારત માટે તેણે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 100 વિકેટ તો વનડેમાં તેના નામે 173 વિકેટ છે. આ સિવાય ટી20 આંતરરાષ્ટ્રીયમાં પઠાણના નામે 28 વિકેટ નોંધાયેલી છે.
Safa and me welcome our baby boy SULEIMAN KHAN. Both baby and mother are fine and healthy. #Blessings pic.twitter.com/yCVoqCAggW
— Irfan Pathan (@IrfanPathan) December 28, 2021
ટેસ્ટ ક્રિકેટમાં ઇરફાન પઠાણે 31.57ની એવરેજથી 1105 રન બનાવ્યા છે, તો વનડેમાં તેના નામે 1544 રન નોંધાયેલા છે. આ સિવાય ટી20 ક્રિકેટમાં પઠાણના નામે 172 રન છે. વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમવાર ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બની ત્યારે પઠાણ તે ટીમનો સફ્ય હતો. તો પઠાણ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી ઈનિંગની પ્રથમ ઓવરમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર પણ છે. તેણે આ સિદ્ધિ 2006માં પાકિસ્તાન વિરુદ્ધ હાસિલ કરી હતી. ઇરફાન પઠાણે ભારતીય ટીમ માટે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2012માં રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે