પાકિસ્તાની મૂળનો પૂર્વ ક્રિકેટર કોરોનાનો બન્યો ભોગ, ટ્વિટ કરીને કહ્યું કે...
ગુજરાતમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. હાલમાં કોરોના પોઝીટિવ (corona virus) દર્દીઓના કેસનો આંકડો 13 પર પહોંચી ગયો છે. વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ માહિતી મીડિયાને આપી છે.
Trending Photos
નવી દિલ્હી : ચીનમાંથી આવેલાં જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. રમત જગત અને ખેલાડીઓ પણ તેનાથી બચી શક્યા નથી. અત્યાર સુધી આ વાયરસથી અસરગ્રસ્ત થયેલા મોટાભાગના ફૂટબોલર છે પરંતુ હવે ક્રિકેટર આ વાયરસથી અસરગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના કેન રિચર્ડસન અને ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યૂસનમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
હવે ક્રિકેટ જગતમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પાકિસ્તાનના મૂળના ઓફ સ્પિનર માજિદ હકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે સ્કોટલેન્ડના પાકિસ્તાની મૂળના ક્રિકેટર માજિદ હકને કોરોના વાયરસ પોઝિટિવ મળ્યો છે.
Looking forward to potentially getting back home today after testing positive with Coronavirus. Staff at the RAH in Paisley have been good to me & thank you to everyone who has sent me messages of support. Insha Allah the Panther will be back to full health soon. #covid19UK pic.twitter.com/19QfWjzaOq
— Majid Haq (@MajidHaq) March 20, 2020
ખાસ વાત એ છે કે, ખુદ માજિદ હકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. હાલ માજિદની સારવાર ગ્લાસ્ગોની રોયલ અલેક્સાંદ્રા હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, કોરોના વાયરસ પોઝિટિવ છે જાણવા મળ્યું છે. હોસ્પિટલના સ્ટાફ અને ઠીક થવાનો સંદેશ મોકલનારાઓને આભાર. જલ્દી સ્વસ્થ થઈને પાછો આવીશ.
ગુજરાતમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. હાલમાં કોરોના પોઝીટિવ (corona virus) દર્દીઓના કેસનો આંકડો 13 પર પહોંચી ગયો છે. વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ માહિતી મીડિયાને આપી છે. તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે 13 કેસ સામે આવ્યા છે, તેમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે. તેથી હાલ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ ગાંધીનગરના એક યુવાનનો કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. આ યુવક દુબઈથી આવ્યો હતો, જેને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે