ગૌતમ ગંભીરનો આફ્રિદીને જવાબ, ઇમરાન અને બાજવાને કહ્યા જોકર
શાહિદ આફ્રિદીએ કહ્યુ હતુ કે આટલા નાના કાશ્મીર માટે તેમણે 7 લાખની સેના ભેગી કરી છે જ્યારે પાકિસ્તાનની કુલ સેના જ 7 લાખ છે પરંતુ તેમને તે ખ્યાલ નથી કે તેની પાછળ 22-23 કરોડની ફોજ (પાકિસ્તાનની જનસંખ્યા) ઉભી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે. એટલુ જ નહીં, તેણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન, સેના પ્રમુખ કમર બાજવા અને આફ્રિદીને જોકર પણ કહી દીધા છે.
આફ્રિદીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડરપોક કહેતો જોવા મળી રહ્યો છે. આફ્રિદીના આ વીડિયોની ઘણી ક્લિપ છે જેને ઘણા યૂઝરોએ કટ કરીને શેર કરી છે. હવે ગંભીરે પણ તેના અંદાજમાં આફ્રિદીને જવાબ આપ્યો છે.
ઇસ્ટ દિલ્હીથી લોકસભા સાંસદ ગંભીરે લખ્યુ, 'પાકિસ્તાનની પાસે 7 લાખ જવાન છે અને 20 કરોડ લોકો તેની પાછળ ઉભા છે, તેવુ કહેવુ છે 16 વર્ષના વ્યક્તિ શાહિદ આફ્રિદીનુ. છતા પણ કાશ્મીર માટે 70 વર્ષથી ભીખ માગી રહ્યા છે. આફ્રિદી, ઇમરાન અને બાજવા જેવા જોકર ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી વિરુદ્ધ ઝેર ઓકી શકે છે જેથી પાકિસ્તાનના લોકોને બેવકૂફ બનવતા રહે પરંતુ નિર્ણયના એક દિવસ સુધી કાશ્મીર નહીં મળે. યાદ છે ને બાંગ્લાદેશ.'
Pak has 7 lakh force backed by 20 Cr ppl says 16 yr old man @SAfridiOfficial. Yet begging for Kashmir for 70 yrs. Jokers like Afridi, Imran & Bajwa can spew venom against India & PM @narendramodi ji to fool Pak ppl but won't get Kashmir till judgment day! Remember Bangladesh?
— Gautam Gambhir (@GautamGambhir) May 17, 2020
એક વીડિયોમાં આફ્રિદીએ કહ્યુ હતુ, આમ તો મોદીજી ખુબ દિલદાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ છે ડરપોક વ્યક્તિ. આટલા નાના કાશ્મીર માટે તેમણે 7 લાખની સેના ભેગી કરી છે જ્યારે પાકિસ્તાનની કુલ સેના જ 7 લાખ છે પરંતુ તેમને તે ખ્યાલ નથી કે તેની પાછળ 22-23 કરોડની ફોજ (પાકિસ્તાનની જનસંખ્યા) ઉભી છે.
કોરોનાઃ પતિ શોએબ મલિકથી દૂર સાનિયા મિર્ઝાએ કહ્યું- ખબર નથી હવે પુત્ર ક્યારે પિતાને જોઈ શકશે
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આ પ્રકારનું ઝેર કાશ્મીરને લઈને પહેલા પણ ઓકતા રહ્યા છે. આ પહેલા જાવેદ મિયાંદાદે પણ વિવાદિત નિવેદનો આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે