ફીફા વર્લ્ડ કપ 2018માં મેજર અપસેટ, કોરિયા સામે હારીને ચેમ્પિયન જર્મની બહાર

કોરિયાએ કજાનમાં બુધવારે રમાયેલા ફીફા વર્લ્ડ કપના ગ્રુપ-એફના મેચમાં ગત ચેમ્પિયન જર્મનીને 2-0થી હરાવી દીધું.

 

ફીફા વર્લ્ડ કપ 2018માં મેજર અપસેટ, કોરિયા સામે હારીને ચેમ્પિયન જર્મની બહાર

કજાનઃ કોરિયાએ કજાનમાં બુધવારે રમાયેલા ફીફા વર્લ્ડ કપના ગ્રુપ-એફના મેચમાં ગત ચેમ્પિયન જર્મનીને 2-0થી હરાવી દીધું. આ મહત્વના મેચમાં હારની સાથે જર્મનીની ટીમની સફર ગ્રુપ મેચમાં જ સમાપ્ત થઈ ગઈ. જર્મનીની ટીમે અનેક પ્રયત્નો કર્યા પરંતુ કોરિયાના ડિફેન્સને ભેદવામાં અસફળ રહી હતી. 

પ્રથમ હાફ 0-0 પર રહ્યાં બાદ આશા રાખવામાં આવી હતી કે જર્મનીની ટીમ બીજા હાફમાં કંઇક કમાલ કરશે પરંતુ આવું કશું થયું નહીં અને તેના ફેન્સ ઉદાસી સાથે સ્ટેડિયમની બહાર પરત ફર્યા. કોરિયાના વાઈ જી કિમે એક્સ્ટ્રા ટાઇમમાં ટીમનો પ્રથમ ગોલ કર્યો. તેની થોડી મિનિટ બાદ (90+6 મિનિટ) એ.એમ સોને કોરિયા તરફથી બીજો ગોલ કર્યો અને ટીમને 2-0થી જીત અપાવી. 

જર્મનીની 3 મેચમાં બીજી હાર છે અને તે 3 અંક સાથે ગ્રુપ-એફમાં ચોથા સ્થાને રહી. કોરિયાઇ ટીમે વર્લ્ડ કપ-2018માં પ્રથમ જીત મેળવી અને ટીમ 3 અંક સાથે ત્રીજા સ્થાને રહી. આ ગ્રુપમાંથી સ્વીડન અને મેક્સિકોએ અંતિમ-16 માટે ક્વોલિફાઇ કરી લીધું છે. 

આવી રહી સફર
આ પહેલા જર્મની અને સાઉથ કોરિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચમાં 2માં જર્મન ટીમનો વિજય થયો અને એકમાં કોરિયા જીત્યું હતું. જર્મની આ પહેલા વર્લ્ડ કપની હાલની સીઝનમાં મેક્સિકો વિરુદ્ધ 0-1થી હારી હતી જ્યારે સ્વીડનને 2-1થી પરાજય આપ્યો હતો. બીજીતરફ કોરિયાઇ ટીમને પહેલા મેચમાં સ્વીડને 1-0થી અને મેક્સિકોએ 2-1થી પરાજય આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news