હોકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત પર ભારે પડ્યું ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, 2-3થી હરાવ્યું

આ ટૂર્નામેન્ટમાં ભારતનો પ્રથમ પરાજય છે. 

 

 હોકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત પર ભારે પડ્યું ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, 2-3થી હરાવ્યું

 

બ્રેડા (નેધરલેન્ડ): હોકી ચેમ્પિયન્સ ટ્રોફી-2018ના એક મેચમાં ભારતીય ટીમને પરાજય મળ્યો છે.  ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસિએ ભારતને 3-2થી હરાવ્યું. વિજેતા ટીમ માટે લચલન શાર્પ, ક્રેગ અને ટ્રેન્ટ  મિટ્ટોને ગોલ કર્યા, જ્યારે ભારત માટે વરૂણ કુમાર હરમનપ્રીત સિંહે ગોલ કર્યા. આ મેચ હારવાને કારણે  ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારત પાસે બાકીની બંન્ને મેચ જીતીને  ફાઇનલમાં પહોંચવાની તક છે. આ પહેલા પીઆર શ્રીજેશની આગેવાનીમાં આ ટૂર્નામેન્ટમાં ઉતરેલી  ભારતીય ટીમે પાકિસ્તાન અને આર્જેન્ટીના વિરુદ્ધ રમાયેલી મેચમાં જીત મેળવી હતી. 

નેધરલેન્ડની યજમાનીમાં ચાલી રહેલા આ મેચની શરૂઆતમાં ઓસિ ટીમે ભારત પર દબાવ બનાવ્યો  અને મેચની છઠ્ઠી મિનિટે  ગોલ કર્યો. આ ગોલ ફોરવર્ડ લચલન શાર્પે કર્યો. આ ગોલની મદદથી  ઓસિએ 1-0ની લીડ મેળવી હતી. તેની ચાર મિનિટ બાદ ભારતના વરૂણ કુમારે ગોલ કરીને સ્કોર  બરોબર કરી દીધો હતો. 

પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થાય તે પહેલા જ ઓસિએ ફરી લીડ મેળવી લીધી. ઓસ્ટ્રેલિયા માટે બીજો ગોલ  ક્રેગે કર્યો હતો. બીજા હાફની શરૂઆતમાં ટ્રેન્ટ મિટ્ટોને પોસ્ટની નજીકથી ગોલ કરતા ઓસ્ટ્રેલિયાની લીડ  3-1 કરી દીધી. બીજો હાફ પૂરો થતા પહેલા 58મી મિનિટે મળેલી પેનલ્ટી કોર્નરને હરમનપ્રીતે હીટ  લગાવતા  ગોલ કર્યો હતો. પરંતુ અંતે ઓસ્ટ્રેલિયાનો 3-2થી વિજય થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news