ધોનીએ પોતે નીચે સુઈને પંડ્યાને આપ્યો હતો પલંગ! પણ હાર્દિકે રોસણ વાળ્યું ને માહીનો મૂડ બગડ્યો..!

તાજેતરમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) અંગે ખૂબ મોટી વાત કરી છે. હાર્દિક પંડ્યાએ એમ.એસ. ધોનીને પોતાની જીંદગીનો કોચ કહ્યો.  

ધોનીએ પોતે નીચે સુઈને પંડ્યાને આપ્યો હતો પલંગ! પણ હાર્દિકે રોસણ વાળ્યું ને માહીનો મૂડ બગડ્યો..!

નવી દિલ્હીઃ હાલ ક્રિકેટનો ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે. દુબઈમાં રમાઈ રહેલાં આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ પહેલાં પાકિસ્તાન અને ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ સામેની મેચ ખુબ જ ખરાબ રીતે હારી ચુકી છે. આ બન્ને મેચોમાં ખરાબ ફોર્મમાં હોવા છતાં અનફિટ હોવા છતાં પણ એક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. અને એજ નિર્ણય આખરે ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો.

એ ખેલાડીનું નામ છે હાર્દિક પંડ્યા. એક સમય હતો કે ટીમ ઈન્ડિયાના હાલના મેન્ટેરે પોતે નીચે સુઈને હાર્દિક પંડ્યાને સુવા માટે પલંગ આપ્યો હતો. આજે એ જ ખેલાડીએ માહીની મહેરબાનીના બદલામાં ખુબ જ ખરાબ પ્રદર્શન કરીને તેની મેન્ટોરશિપ સામે સવાલ ઉભા કર્યા છે.
તાજેતરમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) અંગે ખૂબ મોટી વાત કરી છે. હાર્દિક પંડ્યાએ એમ.એસ. ધોનીને પોતાની જીંદગીનો કોચ કહ્યો. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની મહાનતાનું સબુત આપવા માટે અગણીત લોકો છે. મહેન્દ્રસિંહ ના માત્ર મેદાન પર સરા ખેલાડી છે પરંતુ તે મેદાનની બહાર એક સારા વ્યક્તિ છે. ધોનીની મહાનતાના વિષય પર કોઈ બીજુ નહીં પર તેમની સાથે સમય વિતાવનારા તેમાના મિત્રો, સાથી ખેલાડીઓ સમય સમય પર જણાવતા રહ્યા છે.
હાર્દિક પંડ્યાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, આ વર્લ્ડકપ મારા માટે પડકાર છે. કેમકે, આ વખતે ટીમમાં મહેન્દ્રસિંહ ધોની નથી અને તેમની જગ્યાએ મારે ફિનિશરનો રોલ કરવાનો છે. હાર્દિકે જણાવ્યું કે, મહેન્દ્રસિંહ ધોની મને પહેલાથી જ સમજે છે. આ દરમિયાન હાર્દિકે વર્ષ 2019ના ન્યૂઝીલેન્ડ પ્રવાસની યાદા તાજા કરતા જણાવ્યું કે, હોટલમાં મારા માટે કોઈ રૂમ ન હતો ત્યાર પછી મારા ઉપર ધોનીનો ફોન આવ્યો અને કહ્યું અહીં આવી જાઓ. જેવો જ હું ધોનીના રૂમમાં ગયો એમને તરત જ એમનો પલંગ મારા માટે ખાલી કરી દીધો.

પંડ્યા જણાવ્યું કે, ધોનીએ મને જણાવ્યું કે તે પલંગ પર સુતા નથી. તે પહેલા વ્યક્તિ છે જે હંમેશા મારી સાથે રહ્યા, તે મને ઉંડાણ પૂર્વક જાણે છે હું તેમની ખૂબ નજીક છું આ સાથે ધોની જ મને શાંત રાખી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news