Hong Kong Open: કિદાંબી શ્રીકાંત હાર્યો, હોંગકોંગ ઓપનમાં ભારતીય પડકારનો અંત

Hong Kong Open: ભારતના સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંતે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

Hong Kong Open: કિદાંબી શ્રીકાંત હાર્યો, હોંગકોંગ ઓપનમાં ભારતીય પડકારનો અંત

હોંગકોંગઃ ભારતના સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંતની (Kidambi Srikanth) સફર હોંગકોંગ ઓપન (Hong Kong Open)માં શનિવારે સમાપ્ત થઈ ગઈ હતી. ભારતીય શટલરે આ દિવસે પુરૂષ સિંગલ્સના સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે ટૂર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો છે. ભારતની પીવી સિંધુ, પી કશ્યપ બીજા રાઉન્ડમાં હારી ગયા હતા. તો સાઇના નેહવાલ પ્રથમ રાઉન્ડથી બહાર થઈ ગઈ હતી. 

હોંગકોંગ ઓપનમાં એકમાત્ર ભારતીય પડકાર રહેલા કિદાંબી શ્રીકાંતને (Kidambi Srikanth)ને સેમિફાઇનલમાં સ્થાનિક ખેલાડી લી ચેયુકે (Lee Cheuk Yiu) પરાજય આપ્યો હતો. ચેયુકે પૂર્વ નંબર-1 ખેલાડી શ્રીકાંતને 42 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં  21-9, 25-23થી પરાજય આપ્યો હતો. 

વર્લ્ડ નંબર-13 શ્રીકાંત પોતાની પ્રથમ ગેમ 9-21થી ગુમાવી ચુક્યો હતો. બીજી ગેમમાં તેણે વાપસીનો પ્રયત્ન કર્યો અને એક સમયે 20-14ની લીડ મેળવી લીધી હતી. પરંતુ સ્થાનિક ખેલાડી ચેયુકે ત્યારબાદ શાનદાર વાપસી કરી અને મુકાબલો 22-22 પર લાવી દીધો હતો. ત્યારબાદ તેણે 25-23થી ગેમ અને મેચ જીતી લીધી હતી. 

વર્લ્ડ નંબર-27 ચેયુકે આ જીતની સાથે શ્રીકાંત સામે પાછલી હારનો હિસાબ સરભર કરી લીધો છે. તેણે ભારતીય ખેલાડી વિરુદ્ધ પોતાનો રેકોર્ડ 1-1 કરી લીધો છે. શ્રીકાંતે પાછલા વર્ષે ઈન્ડિયા ઓપનમાં ચેયુકને હરાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news