IPL 2019: વોર્નર-બેયરસ્ટોની અડધી સદી, હૈદરાબાદે ચેન્નઈને 6 વિકેટે હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 33માં મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાની ચોથી જીત મેળવી છે. આ સાથે ચેન્નઈ સુપર કિંગ્સનો વિજયરથ રોકાઇ ગયો હતો. 
 

IPL 2019: વોર્નર-બેયરસ્ટોની અડધી સદી, હૈદરાબાદે ચેન્નઈને 6 વિકેટે હરાવ્યું

હૈદરાબાદઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 33માં મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. હૈદરાબાદનો આ સિઝનમાં ચોથો વિજય છે. તો ચેન્નઈનો નવ મેચમાં આ બીજો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસના 45 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદે 16.5 ઓવરમાં 137 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધો હતો. જોની બેયરસ્ટો 44 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 61 રન બનાવી અણનમ રહ્યો હતો. વોર્નરે 25 બોલમાં 50 રન ફટકાર્યા હતા. 

133 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 5.4 ઓવરમાં 66 રન જોડ્યા હતા. વોર્નરે 24 બોલમાં આ સિઝનની 5મી અડધી સદી પૂરી કરી હતી. તેણે 25 બોલનો સામનો કરતા 50 રન બનાવ્યા હતા. દીપચ ચહરે વોર્નરને આઉટ કરીને ચેન્નઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમસન (3)ને તાહિરે આઉટ કરીને હૈદરાબાદને બીજો ઝટકો આપ્યો હતો. 

હૈદરાબાદે 105 રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી હતી. વિજય શંકર (7)ને ઇમરાન તાહિરે વિકેટકીપર સેમ બિલિંગ્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ દરમિયાન બેયિરસ્ટોએ 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. દીપક હુડ્ડા (13)ને કર્ણ શર્માએ આઉટ કર્યો હતો. તેણે 16 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો. 

ધીમી શરૂઆત બાદ વધી રનની ગતિ
ચેન્નઈની શરૂઆત ખુબ ધીમી રહી અને તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય કે શરૂઆતની 4 ઓવરમાં માત્ર 15 બન્યા હતા. પરંતુ ત્યારબાદ ડુ પ્લેસિસ અને વોટસને રનની ગતિ વધારી અને આગામી 4 ઓવરમાં 48 રન ફટકારી દીધી હતી. 

4 બોલમાં પડી બે વિકેટ
પરંતુ 79ના સ્કોર પર ચેન્નઈને પ્રથમ ઝટકો લાગ્યો અને શેન વોટસન 45 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. શેન વોટસને 29 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. શહબાઝ નદીમે 10મી ઓવરની 5માં બોલ પર બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ 11મી ઓવરના બીજા બોલ પર વિજય શંકરે ફાફ ડુ પ્લેસિસને 45 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 

આ પહેલા ચેન્નઈની ટીમ બે વિકેટ પડવાથી ઈનિંગ સંભાળે ત્યારે ત્રીજી વિકેટ પણ પડી હતી. કેપ્ટન સુરેશ રૈનાને 14મી ઓવરમાં રાશિદ ખાને આઉટ કર્યો હતો. રૈનાએ 13 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ ઓવરમાં રાશિદે ચેન્નઈને વધુ એક ઝટકો આપ્યો અને કેદાર જાધવને આઉટ કર્યો હતો. 

ત્યારબાદ પણ વિકેટ પડવાનો સિલસિલો જારી રહ્યો અને 15મી ઓવરના ચોથા બોલ પર સેમ બિલિંગ્સને ખલીલ અહમદે શૂન્ટ પર આઉટ કર્યો હતો. અંતમાં અંબાતી યારજૂ 21 બોલમાં બે ચોગ્ગા સાથે 25 અને જાડેજા 20 બોલમાં 10 રન બનાવી અણનમ રહ્યો હતો. 

હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 4 ઓવરમાં 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ખલીલ અહમદ, વિજય શંકર અને શહબાઝ નદીમને એક-એક સફળતા મળી હતી. 

ચેન્નઈએ જીત્યો ટોસ, રૈના કેપ્ટન
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એમએસ ધોની ન રમતા સુરેશ રૈનાએ ટીમની કમાન સંભાળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news