IPL 2019 : કોટલામાં દિલ્હીનો સામનો મુંબઈ સામે, પિચ પર રહેશે નજર

દિલ્હીની ટીમ ટેબલમાં બીજા સ્થાન પર છે અને મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની ટક્કર રોમાંચક થવાની છે. 
 

IPL 2019 : કોટલામાં દિલ્હીનો સામનો મુંબઈ સામે, પિચ પર રહેશે નજર

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં આજે (18 એપ્રિલ) ફિરોઝ શાહ કોટલા મેદાન પર જ્યારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ટકરાશે તો બંન્ને ટીમો વચ્ચે બરોબરીની ટક્કર જોવા મળશે. બંન્ને ટીમો પોતાના છેલ્લા મેચમાં જીત મેળવીને આવી રહી છે. બંન્ને ટીમોના 10-10 પોઈન્ટ પણ છે. 

દિલ્હીએ પોતાના અંતિમ ત્રણ મેચોમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને હાર આપી હતી. મુંબઈની ટીમમાં પરંતુ સાતત્યતાની કમી જોવા મળી છે. તે પોતાના છેલ્લા મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબને પરાજય આપીને આવી રહી છે. બંન્ને ટીમો વચ્ચે આજે રમાનારો મેચ પરંતુ અલગ હશે કારણ કે બંન્ને ટીમોને કોટલાની ધીમી પિચનો સામનો કરવો છે, જે આસાન નથી. 

મુંબઈના બેટ્સમેનો તે વિકેટો પર રમવા ટેવાયેલા છે, જ્યાં બોલ સારી રીતે બેટ પર આવે છે. દિલ્હીની ટીમ પાસે પણ શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર અને રિષભ પંત જેવા કેટલાક સારા સ્ટ્રોક લગાવનાર બેટ્સમેન છે. હવે જોવાનું રહેશે કે બંન્ને ટીમોના બેટ્સમેન કઈ રીતે પિચ સાથે તાલમેલ બેસાડે છે. તે પણ જોવાનું રસપ્રદ રહેશે કે વિશ્વ કપની ટીમમાં જગ્યા ન મળ્યા બાદ પંત કઈ રીતે મેચ રમે છે. બધાને પંતે ઈંગ્લેન્ડમાં રમાનારા વિશ્વ કપમાં રમવાની આશા હતી પરંતુ દિનેશ કાર્તિકનો અનુભવ અને શાનદાર વિકેટકીપિંગ યોગ્યતાએ પંતને પછાડી દીધો હતો. પંતની પાસે હજુ ઉંમર છે પરંતુ તેમ છતાં આ પ્રકારના ધક્કામાંથી બહાર આવીને પોતાને લયમાં લાવવો આસાન નથી. પંત કઈ રીતે પસંદગીકારોને જવાબ આપે છે, તે જોવાનું રસપ્રદ રહેશે. 

દિલ્હીની એક એવી ટીમ લાગી રહી છે જે યોગ્ય સમય પર ફોર્મમાં આવી ગયો છે. સતત ત્રણ જીતથી તેને આત્મવિશ્વાસ મળ્યો છે જે મુંબઈ વિરુદ્ધ તેને કામ આવશે. દિલ્હીની ટીમ મુંબઈને હળવાશથી લેશે નહીં કારણ કે તેની પાસે જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા અને ક્રુણાલ પંડ્યા જેવા સારા બોલર છે. તો બેટિંગમાં રોહિત શર્મા ક્વિન્ટન ડિ કોક અને હાર્દિક પંડ્યા છે જે ઝડપથી રન બનાવી રહ્યાં છે. આ મેદાન પર છેલ્લો મેચ દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે રમાયો હતો જેમાં વિકેટને લઈને દિલ્હીના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ તથા બાકીના ટીમ મેનેજમેન્ટે નિરાશા વ્યક્ત કરી હતી. હવે જોવાનું રહેશે કે પિચ ક્યૂરેટર ક્યા પ્રકારની પિચ બનાવે છે. ક્યૂરેટરને આ માટે ઘણો સમય મળ્યો છે, ચોક્કસપણે ફાસ્ટ વિકેટની સંભાવના નથી, કારણ કે તેના માટે વિકેટ પર ઘાસ જોઈએ જે કોટલાની પિચ પર વધુ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news