ICC Awards: બાબર આઝમને મળ્યું આઈસીસીનું સૌથી મોટું સન્માન, જાહેર થયો ક્રિકેટર ઓફ ધ યર-2022
ICC Awards 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા આજે મહત્વના આઈસીસી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમને ક્રિકેટર ઓફ ધ યરની સાથે વનડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. તો ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે.
Trending Photos
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સૌથી મોટા એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને (Babar Azam) આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે બાબર આઝમને સર ગારફિલ્ડ રોબર્સ ટ્રોફી મળશે. તો ઈંગ્લેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર નતાલી સિવરને મહિલા ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે. મહિલા ક્રિકેટર ઓફ ધ યરને રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સિવાય પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને વનડે ક્રિકેટર ઓફ ધ યર પણ જાહેર કરવામાં આવ્યો છે. તો ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે.
બાબર આઝમને મળ્યું મોટું સન્માન
પાકિસ્તાનના બાબર આઝમને આ વર્ષે આઈસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર અને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. બાબર આઝમે વર્ષ 2022માં ત્રણેય ફોર્મેટમાં મળીને 2598 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 54.12ની રહી હતી. બાબર આઝમે આ દરમિયાન 8 સદી અને 17 અડધી સદી ફટકારી હતી. વર્ષ 2022માં ત્રણેય ફોર્મેટમાં મળીને 2 હજાર કરતા વધુ ફટકારનાર બાબર એકમાત્ર ક્રિકેટર હતો. વનડે ક્રિકેટમાં પણ બાબરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. એટલે આઈસીસીએ તેને વનડે ક્રિકેટર ઓફ ધ યર પણ જાહેર કર્યો છે.
Double delight for Babar Azam 🤩
After being named the ICC Men's ODI Cricketer of the Year, the Pakistan star bags the Sir Garfield Sobers Trophy for the ICC Men's Cricketer of the Year 👏#ICCAwards
— ICC (@ICC) January 26, 2023
મહિલા ક્રિકેટમાં ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડરને મળ્યું સન્માન
ઈંગ્લેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર નતાલી સિવરને આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે. વર્ષ 2022માં રમાયેલા મહિલા વિશ્વકપમાં પણ સિવરનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. સિવરે વર્ષ 2022માં 33 આંતરરાષ્ટ્રીય મેચમાં 1346 રન ફટકારવાની સાથે 22 વિકેટ પણ ઝડપી હતી. સિવર ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરની મહત્વની ખેલાડી છે. સિવરે 2022માં રમાયેલા મહિલા વિશ્વકપમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 148 રન પણ ફટકાર્યા હતા. સિવરને આઈસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યરની ટીમમાં પણ સ્થાન મળ્યું હતું.
England's talismanic all-rounder caps off a phenomenal 2022 with the Rachael Heyhoe Flint Trophy for ICC Women’s Cricketer of the Year 👌#ICCAwards
— ICC (@ICC) January 26, 2023
બેન સ્ટોક્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ગુરૂવારે 2022ના પ્રદર્શનના આધારે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની પણ જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને આ સન્માન મળ્યું છે. બેન સ્ટોક્સે જ્યારથી રેડ બોલ ક્રિકેટમાંટ ટીમની કમાન સંભાળી છે, તેણે કોચ મેક્કુલમની સાથે મળીને આ ફોર્મેટને રમવા અને જીત હાસિલ કરવાની પરંપરાગત રીતને બદલી નાખી છે. બેન સ્ટોક્સ આક્રમક રીતે ટીમની કમાન સંભાળી રહ્યો છે. બેન સ્ટોક્સે વર્ષ 2022માં ટેસ્ટ ક્રિકેટમાં 36.25ની એવરેજથી 870 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે 26 વિકેટ પણ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે