Ben Stokes Retirement : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બેન સ્ટોક્સની ગણતરી ઇંગ્લેન્ડ ક્રિકેટના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાં થાય છે. સ્ટોક્સ તાજેતરમાં નાઇટક્લબ વિવાદને કારણે ચર્ચામાં રહ્યો હતો.
Ben Stokes: ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમ જાહેર કરી દીધી છે. નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ એટકિંસનને નાઇટ ક્લબ વિવાદને કારણે બહાર કરી દેવામાં આવ્યા છે.
Ben Stokes Nightclub Controversy: ઈંગ્લેન્ડની ટીમ પોતાના ઘરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે શાનદાર જીત મેળવી હતી, પરંતુ ત્યારબાદ બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ એટકિંસન નવા વિવાદમાં ફસાયા છે.
AUS vs ENG 5th Test Ashes 2026 : એશિઝ સિરીઝ 2025-26 દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થતા રહ્યા છે. છેલ્લી ટેસ્ટમાં વધુ એક ખેલાડીને મેદાન છોડવું પડ્યું છે. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન આ ખેલાડી ઓવર અધવચ્ચે જ છોડીને મેદાન બહાર ગયો હતો.
India vs England : ભારત સામેની ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર બેન સ્ટોક્સ અચાનક પ્લેઇંગ-11માંથી બહાર થઈ ગયો છે. ઇંગ્લેન્ડે આ પાછળનું સ્પષ્ટ કારણ પણ જાહેર કર્યું નથી.
India vs England: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 31 જુલાઈથી ઓવલ ખાતે રમાશે. આના એક દિવસ પહેલા જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ ઓવલ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઇંગ્લેન્ડે ચોંકાવનારી પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે.
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી રોમાંચક તબક્કામાં છે. ઇંગ્લેન્ડની ટીમ ભલે શ્રેણીમાં 2-1થી આગળ હોય, પરંતુ ટીમને પોઈન્ટ ટેબલમાં જીતનો પૂરો લાભ મળ્યો નથી. લોર્ડ્સમાં વિજય પછી ICCએ ધીમા ઓવર રેટને કારણે ટીમને દંડ ફટકાર્યો હતો. જેના પછી બેન સ્ટોક્સ ચિંતિત છે.
India vs England 4th Test: ભારત અને ઇંગ્લેન્ડની ટીમો 23 જુલાઈએ ચોથી ટેસ્ટમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ પહેલા પણ બન્ને ટીમોના કેપ્ટનોના નિવેદનોએ ખળભળાટ મચાવી દીધો છે. પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલના નિવેદનથી ગરમાગરમી વધી ગઈ, ત્યારબાદ બેન સ્ટોક્સના નિવેદને પણ હોબાળો મચાવ્યો.
Ben Stokes: ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પહેલા જ રિલેશનશિપમાં હતો. આ કપલ ઘણા વર્ષો સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા અને પછી લગ્ન કરી લીધા.
Yash Vagadia : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે બેન સ્ટોક્સની જગ્યાએ એક ભારતીય ખેલાડી ફિલ્ડિંગ કરવા માટે મેદાન પર આવ્યો હતો. આ 21 વર્ષીય ખેલાડી ઇંગ્લેન્ડ ટીમનો ભાગ પણ નથી, છતાં તે ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો.
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. અમે તમને બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન જણાવી રહ્યાં છીએ.
India vs England 3rd Test: રાજકોટમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. ઈંગ્લેન્ડના 3 ખેલાડીઓ છે જેમને ચૂપ કરીને ભારત ત્રીજી ટેસ્ટ જીતી શકે છે. આવો એક નજર કરીએ ઈંગ્લેન્ડના ત્રણ ખતરનાક ખેલાડીઓ પર...
World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટમાં લીગ તબક્કાની મેચો રમાઈ છે અને હવે 15 નવેમ્બરથી ટુર્નામેન્ટમાં સેમી ફાઈનલ મેચો રમાશે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, આ ફાઇવ સ્ટાર ખેલાડીઓ વર્લ્ડ કપ સમાપ્ત થયા પછી તરત જ ક્રિકેટને અલવિદા કહી શકે છે.
આઈસીસી વનડે વિશ્વકપ 2023માં હવે સેમીફાઈનલનો જંગ શરૂ થવાનો છે. 15 અને 16 નવેમ્બરે ટૂર્નામેન્ટની બે સેમીફાઈનલ રમાશે. ત્યારબાદ 19 નવેમ્બરે ફાઈનલ રમાશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટલાક ખેલાડીઓ એવા છે જે વિશ્વકપ બાદ વનડે ક્રિકેટ રમતા જોવા મળશે નહીં.
World Cup 2023: વનડે વિશ્વકપ પહેલા ઈંગ્લેન્ડને સારા સમાચાર મળી ગયા છે. ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત ખેંચી છે. તેને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી વનડે સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ આ સમયે ચર્ચામાં છે. તેનું કારણ છે કે વનડે ફોર્મેટમાં તેની વાપસીને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે સ્ટોક્સ વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો છે.
ENG vs AUS 2nd Test: એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 43 રને પરાજય આપ્યો છે. આ સાથે પેટ કમિન્સની ટીમે પાંચ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ પહેલા, કેપ્ટન MS ધોની (MS Dhoni) વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. CSKને આગામી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.
ICC Awards 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા આજે મહત્વના આઈસીસી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમને ક્રિકેટર ઓફ ધ યરની સાથે વનડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. તો ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2023 માટે થયેલી હરાજીમાં વિદેશી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ખાસ કરીને ઈંગ્લેન્ડના ખેલાડી 3 સૌથી મોંઘા ખેલાડીઓના લિસ્ટમાં સામેલ રહ્યાં. ત્યારબાદ એક ખેલાડી ઓસ્ટ્રેલિયા અને એક વેસ્ટઈન્ડિઝનો રહ્યો છે.
IPL Auction 2023: ત્રણ ખેલાડીઓને 16 કરોડ કે તેનાથી વધુની રકમ મળી છે. તો કુલ ચાર ખેલાડીઓએ 13 કરોડથી વધુની કિંમત મેળવી છે. ઈંગ્લેન્ડના સેમ કરને ઈતિહાસ રચી દીધો છે.
IPL Player Auction 2023: ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન અને શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આઈપીએલ ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે મોટી રકમ આપીને ખરીદ્યો છે.