World Cup 2019: કોને મળશે ફાઇનલની ટિકિટ, આજે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ

ઓસ્ટ્રેલિયાની ટીમ એકવાર ફરી વિશ્વકપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ટીમનો પ્રયત્ન ઈંગ્લેન્ડને હરાવી આઠમી વખત ફાઇનલમાં જગ્યા બનાવવાનો હશે. 

 World Cup 2019: કોને મળશે ફાઇનલની ટિકિટ, આજે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ

બર્મિંઘમઃ પાંચ વખતની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયા ગુરૂવારે અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડની સામે આઈસીસી વિશ્વ કપ-2019ની બીજી સેમિફાઇનલને જીતીને આઠમી વખત ફાઇનલમાં પહોંચવા માટે મેદાનમાં ઉતરશે. તો ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પોતાના ઘરેલૂ દર્શકોની સામે ચોથીવાર ફાઇનલ રમવાના ઇરાદાથી મેદાન પર ઉતરશે. 

પાંચ વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાની ટીમે વર્ષ 1975, 1987, 1996, 1999, 2003, 2007 અને 2015ના ફાઇનલમાં પહોંચી ચુકી છે. જેમાં તે 1975 અને 1996મા રનર્સ-અપ રહી છે. બાકી ટાઇટલ કબજે કર્યું છે. બીજીતરફ ઈંગ્લેન્ડની ટીમ આ પહેલા 1979, 1987 અને 1992મા ફાઇનલમાં પહોંચી ચુકી છે, પરંતુ ત્રણેય વાર તેણે રનર્સ-અપ રહીને સંતોષ કરવો પડ્યો છે. 

પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહી ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાની ટીમ આઈસીસી વિશ્વકપની આ સિઝનમાં લીગ રાઉન્ડમાં નવ મેચોમાં સાતમાં જીત મેળવી 14 પોઈન્ટ લઈને બીજા સ્થાને રહી હતી. તો ઈંગ્લેન્ડની ટીમ નવ મેચમાં છ જીત અને ત્રણ હારની સાથે 12 પોઈન્ટ પર ત્રીજા નંબર પર રહીહતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સૌથી પહેલા સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી જ્યારે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ અને ભારતને હરાવીને પોતાની જગ્યા પાક્કી કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકાના હાથે અંતિમ લીગ મેચમાં 10 રનથી હારી ગઈ હતી બાકી તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને સમાપ્ત કરવાની હતી. 

ઓસ્ટ્રેલિયાએ જગાવી આશા
વિશ્વ કપ શરૂ થતાં પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે યજમાન ઈંગ્લેન્ડ અને ભારત આ ટાઇટલની દાવેદાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ પોતાના શાનદાર પ્રદર્શનથી સંભાવનાઓ જગાવી છે. ઈંગ્લેન્ડે લીગ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા સામે 64 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકા સામે પરાજય બાદ અંતિમ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. ઉસ્માન ખ્વાજા ઈજાને કારણે બહાર થઈ ગયો છે, તેના સ્થાને પીટર હૈંડ્સકોમ્બને અંતિમ ઇલેવનમાં સ્થાન મળશે. તો વિકેટકીપર મેથ્યૂ વેડને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઈચ્છશે ઓસ્ટ્રેલિયા
આ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ બંન્ને હાર લક્ષ્યનો પીછો કરતા મળી છે. પ્રથમ હાર તેને ભારત સામે તો બીજી હાર આફ્રિકા સામે મળી હતી. તેવામાં ટીમ ઈચ્છશે કે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કરે. 

વોર્નર પાસે આશા
ઓસ્ટ્રેલિયાને એકવાર ફરી પોતાના ઓપનર ડેવિડ વોર્નર પાસે શાનદાર શરૂઆતની આશા હશે, જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 638 રન બનાવી ચુક્યો છે. તો બોલિંગમાં ટીમને મિશેલ સ્ટાર્ક પાસે આશા હતી, જે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 26 વિકેટ ઝડપી ચુક્યો છે. તો ઈંગ્લેન્ડની ટીમ જો રૂટ અને જોની બેયરસ્ટો પાસે મોટી ઈનિંગની આશા રાખશે જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ક્રમશઃ 500 અને 462 રન બનાવી ચુક્યા છે. બોલિંગમાં જોફ્રા આર્ચરે અત્યાર સુધી 17 વિકેટ ઝડપી છે, જ્યારે માર્ક વુડના ખાતામાં 16 વિકેટ છે. 

ટીમઃ ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મેથ્યૂ વેડ, નાથન લાયન, પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા. 

ઈંગ્લેન્ડઃ ઇયોન મોર્ગન, મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કુરેન, લિયામ ડોસન, લિયામ પ્લંકટ, આદિલ રાશિદ, જો રૂટ, બેન સ્ટોક્સ, જેમ્સ વિંસ, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news