વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા પર સ્લો ઓવર રેટને કારણે લાગ્યો દંડ

નિર્ધારિત સમય સુધી બે ઓવર ઓછી ફેંકવા માટે મેચ રેફરી ડેવિડ બૂને જેસન હોલ્ડરની વેસ્ટ ઈન્ડિઝ અને દિમુથ કરૂણારત્નેની શ્રીલંકા પર દંડ ફટકાર્યો છે. 
 

વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા પર સ્લો ઓવર રેટને કારણે લાગ્યો દંડ

ડરહમઃ વિશ્વ કપ મેચમાં સ્લો ઓવર રેટને કારણે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની ટીમ પર દંડ ફટકારવામાં આવ્યો છે. બંન્ને ટીમો વચ્ચે સોમવારે રમાયેલી રોમાંચક મેચને શ્રીલંકાએ 23 રનથી પોતાના નામે કરી હતી. નિર્ધારિત સમય સુધી બે ઓવર ઓછી ફેંકવા માટે મેચ રેફરી ડેવિડ બૂને જેસન હોલ્ડરની વેસ્ટ ઈન્ડિઝ અને દિમુથ કરૂણારત્નેની શ્રીલંકા પર દંડ ફટકાર્યો હતો. 

દંડના રૂપમાં બંન્ને કેપ્ટનોની મેચ ફીમાંથી 40-40 ટકા કાપવામાં આવ્યા છે જ્યારે અન્ય ખેલાડીઓની મેચ ફીમાંથી 20-20 ટકા કાપવામાં આવ્યા છે. જો વનડે ક્રિકેટમાં આગામી એક વર્ષની અંદર બંન્ને ટીમો ફરીથી કોઈ મેચમાં નિર્ધારિત સમય સુધી ઓછી ઓવર ફેંકે તો કેપ્ટનના રૂપમાં હોલ્ડર અને કરૂણારત્ને પર કેટલિક મેચનો પ્રતિબંધ લાગી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news