શું વિરાટ કોહલીની ટીમ ધોનીની 2011ની વર્લ્ડકપ વિજેતા ટીમ કરતા સારી છે?

આમ તો આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019) શરૂ થઇ ગયો છે પરંતુ તેની અસર 5 જૂનથી ભારતમાં જોવા મળશે. આ એટલા માટે કેમકે આજે (બુધવાર) ભારત તેમની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સામે રમવા જઇ રહ્યા છે.

શું વિરાટ કોહલીની ટીમ ધોનીની 2011ની વર્લ્ડકપ વિજેતા ટીમ કરતા સારી છે?

સાઉથમ્પ્ટન: આમ તો આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019) શરૂ થઇ ગયો છે પરંતુ તેની અસર 5 જૂનથી ભારતમાં જોવા મળશે. આ એટલા માટે કેમકે આજે (બુધવાર) ભારત તેમની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સામે રમવા જઇ રહ્યા છે. તેના અંતર્ગત સવા અબજથી વધારે દેશવાસીઓની આશાઓને લઇને વિરાટ કોહલી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ સફરની શરૂઆત વિશ્વ કપમાં સતત બે વખત હારથી દુ:ખી દક્ષિણ આફ્રિકાને હરાવીની સામે કરશે.

2011ની ટીમ
આ તબક્કાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક કોહલીની કેપ્ટન તરીકે વાસ્તવિક પરીક્ષા ક્રિકેટના આ સમુદ્રમાં હશે. ભારની પાસે મેચ વિનર્સની અછત નથી અને તેમાં પહેલું નામ કોહલીનું જ છે પરંતુ તેમાં તે 'ઔરા' દેખાતું નથી જે 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ હતું. તે ટીમમાં સચિન તેન્દુલકર, વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, ઝહીર ખાન અને હરભજન સિંહ હતા. જેમનો સાથ આપવા માટે મુનાફ પટેલ, આશીષ નેહરા, સુરેશ રૈના અને યુવા કહોલી હતા.

બે વર્ષની મહેનતથી તૈયાર ટીમ
વર્તમાન સમયમાં ટીમના કેપ્ટન કોહલી અને માર્ગદર્શક મહેન્દ્ર સિંહ ધોની છે અને તેમણે ગત 9 મેચમાંથી 6 મેચ જીતી છે. આ વખતે તે શીર્ષકના મજબૂત દાવેદારોમાં ગણાય છે. બે વર્ષની મહેનતની સંપૂર્ણતા આ ટીમના રૂપમાં થઇ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં પાકિસ્તાનથી મળેલી હાર બાદ વર્લ્ડ કપ માટે ટીમની તૈયારી શરૂ થઇ ગઇ હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી બહાર થયા ડેલ સ્ટેન
ટીમ ઇન્ડિયાને અહીં આવ્યા બાદ ઘણો આરામ મળ્યો છે. બાકીની ટીમો બે બે મેચ રમી ચુકી છે. જ્યારે ભારતની આ પહેલી મેચ છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ હમેશાં મહત્વની હોય છે અને આ વખતે સામનો દક્ષિણ આફ્રિકાથી છે. જેમનું મનોબળ ઇગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હારી પહેલા જ ટૂટી ગયું છે. તેમની સ્થિતિ આ વાતથી વધુ ખરાબ થઇ ગઇ છે કે, ડેલ સ્ટેન ખભાની ઇજાના કારણે તેઓ વર્લ્ડ કપથી બહાર થઇ ગયા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news