આ રાજ્યએ આપ્યા છે ભારતને સૌથી વધુ વિશ્વકપ રમનાર ખેલાડી

12માં આઈસીસી વિશ્વકપ-2019નો પ્રારંભ થઈ ચુક્યો છે. અત્યાર સુધી વિશ્વકપમાં ભારતીય ટીમ તરફથી 93 ખેલાડી રમી ચુક્યા છે. આવો જાણીએ ક્યા રાજ્યથી કેટલા ખેલાડી અત્યાર સુધી વિશ્વકપમાં રમ્યા છે. 
 

આ રાજ્યએ આપ્યા છે ભારતને સૌથી વધુ વિશ્વકપ રમનાર ખેલાડી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં મહારાષ્ટ્રનો હંમેશાથી દબદબો રહ્યો છે. આ રાજ્યએ ગ્રેટ સુનીલ ગાવસ્કર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડી આપ્યા છે. એક સમય હતો જ્યારે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના છ ખેલાડી રહેતા હતા. 90ના દાયકાના અંત સુધી મહારાષ્ટ્રનું વર્ચસ્વ રહ્યું હતું. 

અત્યાર સુધી વિશ્વકપમાં સૌથી વધુ ખેલાડી મહારાષ્ટ્રથી (21.7%), જ્યારે સૌથી ઓછા આંધ્ર પ્રદેશ (4.17%)થી રહ્યાં છે. આ સિવાય 6 મોટા રાજ્યની વાત આવે તો ગુજરાતમાંથી (13%), કર્ણાટક 10.9%), પંજાબ (10.9%), તમિલનાડુ (9.8%), ઉત્તર પ્રદેશ (8.7%) અને દિલ્હી (6.5%)થી ક્રિકેટર સામેલ રહ્યાં છે. બાકી અન્ય રાજ્યોમાંથી ભેગા મળીને જોવામાં આવે તો 14.1 ટકા ખેલાડી ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યાં છે. આ આંકડો 92 ખેલાડીઓનો છે. તેમાં રોબિન સિંહને સામેલ કરવામાં આવ્યા નથી કારણ કે તેમનો જન્મ Trinidad and Tobagoમાં થયો હતો. 

આ 93 ખેલાડીઓમાંથી આશરે 20 ટકા ક્રિકેટર તે છે, જે મહારાષ્ટ્ર સાથે સંબંધ ધરાવે છે અને જેણે 1975ના વિશ્વકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અત્યાર સુધી રમાયેલા વિશ્વકપમાં દર વખતે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં મહારાષ્ટ્રના ખેલાડી રહ્યાં છે. એકપણ એવો વિશ્વકપ યોજાયો નથી, જેમાં મહારાષ્ટ્રના ખેલાડી ન હોય. મહારાષ્ટ્ર બાદ ગુજરાત, કર્ણાટક અને પંજાબનો નંબર આવે છે. 

એક સમય હતો જ્યારે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ખેલાડી કર્ણાટકથી આવતા હતા. કર્ણાટકે ટીમ ઈન્ડિયાને ઘણા દિગ્ગજ ખેલાડી આપ્યા છે. તેમાં મહાન બેટ્સમેન ગુંડપ્પા વિશ્વનાથ, અનિલ કુંબલે અને જવાગલ શ્રીનાથ સામેલ છે. 

2003ના વિશ્વકપ સુધી ભારતીય ટીમમમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકનું વર્ચસ્વ હતું. ત્યારબાદ દિલ્હી, ગુજરાત અને યૂપીના ખેલાડીઓ છવાયા. ભારત 1983 બાદ 2011માં બીજીવાર ચેમ્પિયન બન્યું હતું. એમએસ ધોનીની આગેવાની વાળી વિશ્વકપ ટીમમાં 4 દિલ્હીના ખેલાડી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, યૂપી અને પંજાબના બે-બે ખેલાડી હતી. 

2019ના વિશ્વકપમાં ભારતીય ટીમ 5 જૂને પોતાની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે. 15 સભ્યોની ભારતીય ટીમમાં યૂપી અને ગુજરાતમાં જન્મેલા ખેલાડીઓનું વર્ચસ્વ છે. ફાસ્ટ બોલ જસપ્રીત બુમરાહ ગુજરાત (અમદાવાદ)થી છે. આ સિવાય ટીમમાં ગુજરાતમાંથી બે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા છે. વર્તમાન વિશ્વકપ ટીમમાં અન્ય બે પેસર ભુવનેશ્વર કુમાર અને શમી તથા ચાઇનામેન કુલદીપ યાદવ યૂપી સાથે સંબંધ ધરાવે છે. 

અત્યાર સુધી 12 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં સૌથી ઓછું પ્રતિનિધિત્વ ઓડિશા, કેરલ અને પશ્ચિમ બંગાળથી રહ્યું છે. બંગાળથી એકમાત્ર સૌરવ ગાંગુલી છે, જેણે 1999, 2003 અને 2007 વિશ્વકપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news