બોલ ટેમ્પરિંગઃ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટને ઓસ્ટ્રેલિયા રવાના કરાશે, લેહમનને ક્લીનચિટ
બોલ ટેમ્પરિંગ વિવાદમાં તપાસ માટે સાઉથ આફ્રિકા પહોંચેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સદરલેન્ડે જોહનિસબર્ગમાં એક પત્રકાર પરિષદ કરી હતી.
- ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓએ માંગી માફી
- સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટને પરત ઓસ્ટ્રેલિયા મોકલાશે
- આગામી 24 કલાકમાં કરાશે સજાનું એલાન
Trending Photos
જોહનિસબર્ગઃ બોલ ટેમ્પરિંગમાં સામેલ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓને ગંભીર પરિણામ ભોગવવું પડ્યું છે. આ મામલામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સદરલેન્ડે પત્રકાર પરિષદ કરીને જાણકારી આપી હતી.
James Sutherland has issued an apology to Aussie and South African fans, as well as Cricket South Africa
— cricket.com.au (@CricketAus) March 27, 2018
જેમ્સ સદરલેન્ડે શરૂઆતમાં આ વિવાદ માટે માફી માંગી હતી. જેમ્સે જણાવ્યું કે, આ મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને આઈસીસી તરફથી તપાસ કરવામાં આવી. તપાસ હજુ પૂર્ણ થઈ નથી, પરંતુ શરૂઆતી તપાસથી જાણવા મળ્યું કે, આ ષડયંત્ર વોર્નર અને કેમરન બેનક્રોફ્ટ તરફથી રચવામાં આવ્યું હતું.
Smith, Warner and Bancroft all charged after it was found they had prior knowledge of the ball tampering incident. No one else was aware
— cricket.com.au (@CricketAus) March 27, 2018
સદરલેન્ડ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમના કોચ ડેરન લેહમનને કોચ પદ્દેથી હટાવવામાં આવ્યા નથી. તે કોન્ટ્રાક્ટ પુરો થાય ત્યાં સુધી કોચ બન્યા રહેશે. ટિમ પેનની સ્ટીવ સ્મિથની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયાનો 46મો ટેસ્ટ કેપ્ટન બનશે. સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટને શ્રેણીમાંથી બહાર કરીને ઓસ્ટ્રેલિયા પરત મોકલવામાં આવી રહ્યાં છે. ત્રણેયની સજા પર 24 કલાકમાં નિર્ણય લેવામાં આવશે.
Sutherland says Lehmann has not resigned and will continue to coach the Aussie men's team
— cricket.com.au (@CricketAus) March 27, 2018
Sutherland: In the next 24 hours we will be in a position to announce sanctions.
— cricket.com.au (@CricketAus) March 27, 2018
આ ત્રણ ખેલાડીઓના સ્થાને ટીમમાં ગ્લેન મેક્સવેલ, જીઓ બર્ન અને મેટ રેનશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શ્રેણીની અંતિમ ટેસ્ટ 30 માર્ચથી જોહનિસબર્ગમાં રમાવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે