વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાયલીનો ખુલાસો, કોંગ્રેસે પણ લીધી હતી કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ

બ્રિટનની સંસદીય સમિતિની સામે ક્રિસ્ટોફર વાયલીએ કહ્યું કે, તેની કંપનીને ભારતમાં કોઇ નેશનલ પ્રોજેક્ટની ખબર નથી, પરંતુ રીઝનલ પ્રોજેક્ટ જરૂર હતો. 

 

 વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાયલીનો ખુલાસો, કોંગ્રેસે પણ લીધી હતી કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ

નવી દિલ્હીઃ ફેસબુક ડેટા લીક મામલામાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ભારતીય રાજનીતિમાં આ મુદ્દાને લઈને ભૂકંપ આવ્યો છે. સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ મામલે એક નવો ખુલાસો થયો છે. આ ખુલાસા બાદ ભાજપ કોંગ્રેસ પર વધુ આક્રમક થઈ ગઈ છે. કેમ્બ્રિજ એનાલિટિકાના એક પૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાયલીએ ખુલાસો કર્યો છે કે કેમ્બ્રિજની સેવાઓ કોંગ્રેસ પાર્ટીએ લીધી હતી. 

બ્રિટિશ સંસદમાં રજૂ થયો વાયલી
ડેટા લીડ મામલામાં નવો ખુલાસો કરનાર વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાયલીનું કહેવું છે કે કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીના મૂળ ભારતમાં ઉંડાણ સુધી જોડાયેલા છે. આ કંપનીના ભારતમાં ઘણા ગ્રાહકો છે. વાયલીએ બ્રિટેન સાંસદોની સામે સ્વીકાર કર્યું કે, કંપનીના ભારતીય ગ્રાહકોમાં કોંગ્રેસ પાર્ટી પણ સામેલ છે. મામલો મીડિયામાં સામે આવ્યા બાદ બ્રિકેટ સરકારે ક્રિસ્ટોફર વાયલીને ગૃહમાં બોલાવ્યો અને આ મામલે સત્ય રજૂ કરવા કહ્યું. વાયલીએ બ્રિટનની સંસદીય સમિતિની સામે કેમ્બ્રિજના ગ્રાહકોમાં કોંગ્રેસનું નામ લીધું હતું. 

શું કહ્યું વાયલીએ 
બ્રિટનની સંસદીય સમિતિની સામે ક્રિસ્ટોફર વાયલીએ કહ્યું કે, તેને કંપનીના ભારતમાં કોઈ નેશનલ પ્રોજેક્ટ વિશે જાણકારી નથી, પરંતુ રીઝનલ પ્રોજેક્ટ જરૂર હતો. તેણે કહ્યું કે, ભારત મોટો દેશ છે અને એક રાજ્ય બ્રિટન જેટલું મોટું હોય શકે છે. ભારતમાં કેમ્બ્રિજ એનાલિટિકાની ઓફિસ હતી. વાયલીએ કહ્યું કે હોય શકે, તેની પાસે કંપનીના કામના  ભારત સાથે જોડાયેલા કોઇ દસ્તાવેજ હોય, જેને તે કમિટીને ઉપલબ્ધ કરાવી શકે છે. 

— ANI (@ANI) March 27, 2018

માફી માંગે રાહુલ ગાંધી
વ્હિસલ બ્લોઅરના ખુલાસા બાદ ભાજપ કોંગ્રેસ પર વધુ આક્રમક થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, ડેટા લીક મામલામાં કોંગ્રેસનું સત્ય સામે આવી હયું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દે ખોટુ બોલી અને હવે કોંગ્રેસ તથા રાહુલ ગાંધીએ આ મુદ્દે માફી માંગવી જોઈએ. 

કોંગ્રેસનો પલટવાર
ભાજપના હુમલા બાદ કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, આવી ષડયંત્રકારી કંપની (કેમ્બ્રિજ એનાલિટિકા)ની કોંગ્રેસે ક્યારેય સેવાઓ લીધી નથી અને ના તેની સાથે કોઇ સંબંધ છે. તેણે કેન્દ્ર સરકારને પડકાર આપતા કહ્યું કે બીજેપી મીડિયા રિપોર્ટના આધારે કોંગ્રેસને આ મામલામાં ઘસેડી રહી છે. તેણે કહ્યું કે, સરકાર પાસે કોઈ દસ્તાવેજ હોય તો જનતાની સામે રાખવા જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news