4 વર્ષ પહેલા SCGમા થયો હતો કોહલીનો ઉદય, ત્યાં રચશે ઈતિહાસ?
મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતી બાદ કોહલીએ ચાર વર્ષ પહેલા આ મેદાન પર ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટનના રૂપમાં જવાબદારી સંભાળી હતી.
Trending Photos
સિડનીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)પર ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવી ખૂબ મોટી સિદ્ધિ હશે, કારણ કે, આ મેદાનથી તેની આગેવાનીમાં ટીમમાં ફેરફારનાની શરૂઆત થઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ સંન્યાસ લીધા બાદ કોહલીએ ચાર વર્ષ પહેલા આજ મેદાન પર ભારતીય ટેસ્ટ કેપ્ટનના રૂપમાં જવાબદારી સંભાળી હતી. ભારત ત્યારે દુનિયાની સાતમાં નંબરની ટીમ હતી અને હવે આ ફોર્મેટમાં વિશ્વની નંબર એક ટીમ છે. ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની સિરીઝમાં 2-1થી અજેય લીડની સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે યથાવત રાખવાનું નક્કી કરી ચુકી છે.
કોહલીએ ગુરૂવારે શરૂ થનારા ચોથા અને અંતિમ ટેસ્ટની પૂર્વ સંધ્યા પર કહ્યું, માત્ર ચાર વર્ષ થયા છે (કેપ્ટનશિપ સંભાળ્યા બાદ). જો આમ થશે તો શાનદાર હશે. કારણ કે, ત્રીજીવાર અહીં ટેસ્ટ પ્રવાસ પર આવ્યો છું અને મને ખ્યાલ છે કે અહીં જીતવું કેટલું મુશ્કેલ છે. ભારતીય કેપ્ટને કહ્યું, તમે ઓસ્ટ્રેલિયામાં સારૂ પ્રદર્શન કરી શકો છો, પરંતુ ટીમના રૂપમાં જીત મેળવવી અમારા માટે સૌથી મોટો પકડાર રહ્યો છે. ઈમાનદારીથી કહું તો છેલ્લા બે પ્રવાસનું વ્યક્તિગત પ્રદર્શન કોઈને યાદ પણ નથી.
કોહલીએ કહ્યું કે, અંતિમ ટેસ્ટ જીતવી સાતત્યતા હાસિલ કરવા તરફ એક પગલું વધારવું હશે. તેણે કહ્યું, તમારૂ નામ ભલે સન્માનની સાથે બોર્ડ પર લખેલું બોય, પરંતુ તમારી ટીમ જીત ન મેળવે તો તેનું કોઈ મહત્વ નથી. અત્યાર સુધી આ મોટી વસ્તુ છે, મોટી સિરીઝ જીત, માત્ર મારા માટે નહીં પરંતુ ટીમ માટે પણ. કારણ કે, આ સ્થાન પર અમે ફેરફારના રાઉન્ડની શરૂઆત કરી હતી.
ભારતીય કેપ્ટને કહ્યું, આ સ્થળ પર જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ આગેવાની છોડી (2014મા) હતી અને અમારી ટીમ ખુબ યુવા હતી, વિશ્વની છઠ્ઠા કે સાતમાં (ટેસ્ટ રેન્કિંગ) નંબરની ટીમ. અમે અહીં વિશ્વની નંબર-1 ટીમના રૂપમાં પરત આવ્યા છીએ અને અમે આ વિરાસતને આગળ વધારવા ઈચ્છીએ છીએ.
કોહલીએ કહ્યું કે, તેની ટીમ માટે વિજય મેળવવો જુસ્સો બની ગયો છે. તેણે કહ્યું, તમે જુઓ ગત મેચમાં અંતિમ વિકેટ પડ્યા બાદ બધાની ભાવનાઓ સામે આવી ગઈ હતી. જે ખેલાડીઓ ઓછું બોલે છે તેની પણ. અમને ખ્યાલ છે કે એક ટીમના રૂપમાં તમે એક દિશામાં જોર લગાવો છો તો બધુ યોગ્ય થાય છે અને આ જુસ્સો હોવો જોઈએ. કોહલીએ કહ્યું, જો આ જુસ્સો છે, તો એક બે મેચમાં રોકાશે નહીં. જો આ લક્ષ્ય છે તો આ એક કે બે મેચમાં રોકાઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે