India Playing XI: પાકિસ્તાન વિરુદ્ધ આ પ્લેઇંગ ઈલેવન સાથે ઉતરશે રોહિત શર્મા
Asia Cup 2022, IND vs PAK: એશિયા કપમાં 28 ઓગસ્ટ એટલે કે રવિવારે દુબઈના સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળશે. આ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન કંઈક આવી હશે.
Trending Photos
નવી દિલ્હીઃ Asia Cup 2022, India Playing 11: એશિયા કપ શરૂ થવામાં હવે એક દિવસની વાર છે. શનિવારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલાની સાથે આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. તો 28 ઓગસ્ટે ટૂર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો રમાશે. તેનો મતલબ છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હશે. કેપ્ટન રોહિત શર્મા આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.
અંતિમ-11ની પસંદગી બનશે મુશ્કેલ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અંતરિમ હેડ કોચ વીવીએસ લક્ષ્મણ માટે પ્લેઇંગ ઇલેવનની પસંદગી સરળ રહેવાની નથી. દિનેશ કાર્તિક અને દીપક હુડ્ડામાંથી કોણ રમશે. ભુવનેશ્વર કુમારનો જોડીદાર કોણ હશે. આવા ઘણા સવાલ છે, જેનો જવાબ મેચ પહેલા શોધવાનો છે.
રોહિત અને રાહુલ કરશે ઓપનિંગ
એશિયા કપમાં ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ ઈનિંગની શરૂઆત કરશે. તો ત્રણ નંબર પર વિરાટ કોહલી હશે. કોહલી છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં નથી અને દરેક ફેન્સની નજર તેના પર છે.
આ બેટરો સંભાળશે મીડલ ઓર્ડરની જવાબદારી
પાક વિરુદ્ધ નંબર ચાર પર સૂર્યકુમાર યાદવ, ત્યારબાદ વિકેટકીપર રિષભ પંત, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક રમી શકે છે. સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં છે. તો હાર્દિક ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા સંભાળશે.
ટીમ ઈન્ડિયાના બોલિંગની વાત કરીએ તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલ સ્પિન વિભાગ સંભાળશે. ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ પાસે ફાસ્ટ બોલિંગની જવાબદારી હશે. જ્યારે તેનો સાથ આપવા માટે હાર્દિક પંડ્યા હશે.
પાક વિરુદ્ધ ભારતની સંભવિત પ્લેઇંગ 11
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે