IND vs WI: રાજકોટમાં પ્રથમ ટેસ્ટ, જાણો કઈ ટીમમાં કેટલી તાકાત
ભારતીય ટીમે મેચ પહેલા પોતાની ટીમ જાહેર કરી દીધી છે. યુવા ખેલાડી પૃથ્વી શો પર્દાપણ કરવા માટે તૈયાર છે.
Trending Photos
રાજકોટઃ વિદેશોમાં વધુ એક પરાજયથી દુખી ભારતીય ટીમ હવે સ્વદેશમાં પોતાનો દબદબો યથાવત રાખીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ટીમના સંયોજનનો યોગ્ય રૂપ આપવા ગુરૂવારથી અહીં બિનઅનુભવી વિન્ડીઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં પ્રથમ મેચ રમવા ઉતરશે. છેલ્લા 9 મહિનામાં ભારતે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પરાજયનો સામનો કર્યો હતો, પરંતુ ટીમ હજુપણ ટેસ્ટમાં નંબર વન પર બનેલી છે. તેવા સમયમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મોટી જીતથી કોહલી સેનાનું મનોબળ વધશે, જેને નવેમ્બરમાં શરૂ થતા ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં મુશ્કેલ પરીક્ષા આપવાની છે.
24 વર્ષથી ભારતમાં નથી મળી જીત
ભારતને 8માં નંબરની વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીતને વધુ કાંઈ મળશે નહીં, પરંતુ કેરેબિયન ટીમ પોતાનો પ્રભાવ છોડવામાં કોઈ કસર બાકી રાખશે નહીં. તેને ભારત વિરુદ્ધ 2002 બાદ પોતાની પ્રથમ જીતનો ઇંતજાર છે, જ્યારે ભારતની ધરતી પર તેણે 1994 બાદ કોઈ મેચ જીતી નથી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસમાં ફેરફાર કરવાને કારણે આલોચનાનો સામનો કરવો પડ્યો અને ત્યારબાદ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય અને શિખર ધવને પોતાની જગ્યા ગુમાવવી પડી છે. ઈંગ્લેન્ડના પ્રવાસમાં બેન્ચ પર બેઠેલા કરૂણ નાયરને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
પૃથ્વી શો કરશે ઓપનિંગ
તે નક્કી થઈ ગયું છે કે, ભારત આ મેચમાં નવી ઓપનિંગ જોડીને સાથે ઉતરશે. કેએલ રાહુલ પ્રતિભાશાળી પૃથ્વી શોની સાથે મળીને ઈનિંગનો પ્રારંભ કરશે. આ જોડી ભલે અહીં ચાલી જાય પરંતુ જરૂરી નથી કે ઓસ્ટ્રેલિયામાં ચાલે, કારણ કે ત્યાંની સ્થિતિ અલગ છે. બોલિંગ વિભાગની વાત કરીએ કો ભારત ત્રણ સ્પીનરો- આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સાથે રમશે.
જાડેજા કરી શકે છે ધમાલ
જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આરામ આપવો તથા ઈશાંત શર્માનું ઈજાગ્રસ્ત થયા બાદ ઉમેશ યાદવ અને મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં જાડેજા ઓલરાઉન્ડની ભૂમિકા નિભાવશે. એશિયા કપમાં વનડેમાં શાનદાર વાપસી કર્યા બાદ જાડેજા પોતાના હોમ ગ્રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરવા તૈયાર છે.
અન્ય એક ખેલાડી રિષભ પંચ પર પણ નજર રહેશે, જેણે ઓવલમાં 114 રનની ઈનિંગ રમીને પોતાને ટીમમાં જગ્યા સુરક્ષિત રાખી છે. ઓવલમાં પર્દાપણ પર 56 રન બનાવનાર હનુમા વિહારીને અંતિમ ઈલેવનમાં જગ્યા નહીં મળે, કારણ કે ટીમ પાંચ નિષ્ણાંત બોલરને ઉતારવા ઈચ્છે છે. ભારતની આ સૌથી શાનદાર ટીમ નથી પરંતુ અનુભવહીન વિન્ડીઝ પર બદબદો બનાવવા સક્ષમ છે.
કેમ નબડી છે વિન્ડીઝ ટીમ
કેરેબિયન ટીમમાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ તેને ભારતમાં રમવાનો અનુભવ નથી. તેના 15 સભ્યોની ટીમમાંથી માત્ર 5 ખેલાડીઓને જ ભારતમાં ટેસ્ટ રમવાનો અનુભવ છે અને તેમાં ફાસ્ટ બોલર કેમાર રોચ પણ સામેલ છે, જે બારબાડોસમાં પોતાના નાનીના નિધનને કારણે પ્રથમ મેચમાં રમશે નહીં. જે અન્ય ખેલાડીઓને ભારતમાં ટેસ્ટ રમવાનો અનુભવ છે તેમાં દેવેન્દ્ર બિશૂ, ક્રેગ બ્રેથવેટ, પાવેલ અને શેનોન ગ્રૈબિયલ સામેલ છે.
તેંડુલકરની વિદાય સીરીઝ
વેસ્ટ ઈન્ડિઝ નવેમ્બર 2013માં સચિન તેંડુલકરની વિદાય શ્રેણી રમ્યા બાદ પ્રથમવાર ભારતમાં ટેસ્ટ રમી રહી છે. કોચ સ્ટુઅર્ટ લોની દેખરેખમાં ટીમે કેટલાક સારા પરિણામ આવ્યા છે. તેણે ગત વર્ષે ઈંગ્લેન્ડને લીડ્સમાં હરાવ્યું, જેમાં શાઈ હોપે 147 અને અણનમ 118 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સ્વદેશમાં શ્રીલંકા વિરુદ્ધ 1-1થી ડ્રો અને બાંગ્લાદેશ પર 2-0થી જીત મેળવીને ભારતના પ્રવાસે આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે