જાણો એવા 3 ખેલાડી વિશે...જે ભારત અને પાકિસ્તાન બંને તરફથી ક્રિકેટ રમ્યા

એક ખેલાડી તો વડોદરાની ટીમના અત્યંત મહત્વના ખેલાડી હતા. આ ખેલાડીઓ વિશે તમે ખાસ જાણો. 

જાણો એવા 3 ખેલાડી વિશે...જે ભારત અને પાકિસ્તાન બંને તરફથી ક્રિકેટ રમ્યા

Players who Played Cricket For India And Pakistan: દેશ આજે આઝાદીના 75 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યો છે. આજે ભારતનો 76મો સ્વતંત્રતા દિવસ છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા પછી આ બે દેશો વચ્ચે ક્રિકેટ મેચને લઈને હંમેશા એક અલગ જ પ્રકારનો રોમાંચ દર્શકોમાં જોવા મળતો હોય છે. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી જ્યારે પાકિસ્તાનને 14 ઓગસ્ટના રોજ મળી. ભારતીય ટીમના 3 ક્રિકેટર એવા રહ્યા જે ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા અને એ રીતે તેઓ બંને દેશ તરફથી ક્રિકેટ રમ્યા. જાણો એ ખેલાડીઓ વિશે...

1. Abdul Hafeez Kardar- અબ્દુલ હાફીઝ કારદાર
અબ્દુલ હાફિઝ કારદારને પાકિસ્તાન ક્રિકેટના જનક કહેવામાં આવે છે. અબ્દુલ હાફિઝનો જન્મ લાહોરમાં 1925માં થયો હતો. તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પહેલા કેપ્ટન પણ હતા. તેઓ ભારત માટે 3 ટેસ્ટ મેચ અને પાકિસ્તાન મટે 23 ટેસ્ટ મેચ રમ્યા હતા. પોતાની કરિયરમાં તેમણે 26 ટેસ્ટ મેચમાં 927 રન કર્યા અને 21 વિકેટ પણ લીધી. પાકિસ્તાન માટે પોતાની પહેલી ટેસ્ટ મેચ અબ્દુલ ભારત વિરુદ્ધ જ રમ્યા હતા. કારદારની કેપ્ટનશીપમાં જ પાકિસ્તાને ભારતને 1952માં લખનઉ ટેસ્ટમાં હરાવ્યું હતું. હાફિઝની કાતિલ બોલિંગ અને ધાકડ બેટિંગ તે સમયે ધાક પેદા કરતી હતી. 

2. Amir Elahi-આમિર ઈલાહી
આમિર ઈલાહી પણ ભારત અને પાકિસ્તાન એમ બંને દેશ તરફથી ક્રિકેટ રમ્યા હતા. આમિરે 1947માં ભારત માટે પોતાની એકમાત્ર ટેસ્ટ ખેલી હતી. ત્યારબાદ તેઓ પાકિસ્તાન તરફથી 5 ટેસ્ટ રમ્યા. તેમની કરિયર લાંબી ચાલી નહીં. માત્ર 6 ટેસ્ટ મેચમાં તેમણે 7 વિકેટ લીધી અને 82 રન કર્યા. ઘરેલુ ક્રિકેટમાં તેઓ ખુબ સફળ રહ્યા અને તેઓ વડોદરાની ટીમના મહત્વના ખેલાડી પણ હતા. આમિર ઈલાહી પોતાની લેગ બ્રેક માટે પ્રખ્યાત હતા. 

3. Gul Mohammad-ગુલ મોહમ્મદ
ગુલ મોહમ્મદનો જન્મ 15 ઓક્ટોબર 1921ના રોજ થયો હતો. આઝાદી પહેલા તેઓ  ભારત માટે  ક્રિકેટ રમ્યા, પરંતુ ભાગલા બાદ તેઓ પાકિસ્તાન જતા રહ્યા. ગુલે ભારત માટે 1946થી 1952 વચ્ચે 8 ટેસ્ટ ખેલી. 1956માં તેઓ પાકિસ્તાન માટે પોતાની એકમાત્ર ટેસ્ટ રમ્યા. ગુલે પોતાની કરિયરમાં 9 ટેસ્ટ મેચમાં 205 રન કર્યા. રણજી ટ્રોફીમાં વિજય હજારે સાથે તેમની  ભાગીદારી આજે પણ લોકો યાદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news