INDvsWI: વિરાટ અને રોહિતની સદીની મદદથી ગુવાહાટી વનડેમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય

ગુવાહાટી વનડેમાં જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

 INDvsWI: વિરાટ અને રોહિતની સદીની મદદથી ગુવાહાટી વનડેમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય

ગુવાહાટી:  ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ (India vs Westindies) વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીનો પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 322 રન બનાવ્યા હતા. ભારત સામે 323 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેના જવાબમાં ભારતે 42.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી છે. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 152 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ 140 રન ફટકાર્યા હતા. આ સાથે ભારતે પાંચ મેચોની શ્રેમીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. રોહિત શર્માએ 117 બોલમાં 15 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. તેણે બીજી વિકેટ માટે કેપ્ટન કોહલી સાથે 206 રનની ભાગીદારી કરી હતી. 

કોહલીનો વિરાટ રેકોર્ડ
કોહલીની વનડે કેરિયરની આ 36મી સદી છે. ભારતીય કેપ્ટન તરીકે કોહલીના કેરિયરની આ 14મી સદી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં કોહલીએ સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડી દીધો છે. ડિવિલિયર્સના નામે કેપ્ટન તરીકે 13 વનડે સદી હતી. પરંતુ કોહલીએ પોતાની 14મી સદી ફટકારી દીધી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ વનડે સદીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે કેપ્ટન તરીકે 22 વનડે સદી ફટકારી હતી. રોહિત શર્માએ પણ પોતાના વનડે કેરિયરની 20મી સદી ફટકારી હતી. 

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીનો પ્રથમ મેચ અહીં રમાઇ રહ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 8 વિકેટે 322 રન ફટકાર્યા છે. ભારતને જીતવા માટે 323 રનનો ટાર્ગેટ મળ્યો છે. 

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી વન-ડેમાં ભારતને વેસ્ટ ઇન્ડિઝની 8 વિકેટ કેપ્તાન જેસન હોલ્ડરના રૂપમાં મળી હતી. હોલ્ડરને ચહલે 38 રનના સ્કોર પર બોલ્ડ કર્યો છે. શિમરોન હેટમેયર તેની સધી ફટકાર્યા બાદ આઉટ થઇ ગયો હતો. તેણે રવિન્દ્ર જાડેજાએ ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હેટમેયરે 78 બોલમાં 106 રન બનાવી આઉટ થઇ ગયો હતો.

શિમરોન હેટમેયરે તેના કરિયરની આ ત્રીજી વન-ડેમાં સદી ફટકારી છે. હેટમેયરે 38મી ઓવરમાં માત્ર 74 બોલમાં જ શાનદાર સિક્સ મારી તેની સદી પુરી કરી હતી. 35 ઓવર બાદ બેસ્ટ ઇન્ડિઝની ટીમ મોટો સ્કોર કરવાની તૈયારીમાં છે. હેટમેયર તેની સદી પૂરી કરવાની નજીક પહોંચી ગયો છે અને માત્ર 67 બોલમાં 95 રન બનાવી લીધા છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી વન-ડેમાં શિમરોન હેટમેયરની બેટિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝ તેના 200 રન 32 ઓવરમાં પૂરા કરી લીધા છે. ટીમ ઇન્ડિયા માટે રવિન્દ્ર જાહેજાએ વેસ્ટ ઇન્ડિઝની પાંચમી વિકેટ લીધી હતી. જાહેજાએ રોવમૈન પોવેલને આઉટ કર્યો હતો. રૌવમૈન પાવેલ 23 બોલમાં 22 રન બનાવી બોલ્ડ આઉટ થયો હતો. આ પહેલા 30મી ઓવરમાં જ વેસ્ટ ઇન્ડિઝના 180 રન પૂરા કરી લીધા છે. શિમરોન હેટમેયર 67 રન બનાવી ક્રિસ પર રમી રહ્યો છે.

વેસ્ટ ઇન્ડિઝે તેમના 150 રન 25 ઓવરમાં જ પૂરા કરી લીધા હતા. શાઇને આઉટ કર્યા બાદ શિમરોન હેટમેયરને બેટિંગ સંભાળી અને ઝડપી ગેમ રમી 25 ઓવરમાં ટીમનો સ્કોર 150 રન પૂરા કર્યા હતા. હેટમેયરેના કેવલ 41 બોલમાં તેના વન્ડે કરિયરની બીજી ફિફ્ટી પૂરી કરી લીધી છે.

ભારતને ચોથી સફળતા મોહમ્મદ શામીએ આપવી હતી. શામીએ શાઇ હોપની વિકેટ માટે એમએસ ધોનીના હથે કેચ આઉટ કરાવ્યો હતો. હોપ 32 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

20 ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ અત્યાર સુધીમાં બે સતત ઝટકાથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે. ટીમનો સ્કોર 20 ઓવરમાં 100 રન પૂરા કર્યા છે. ટીમ ઇન્ડિયાને ત્રીજી સફળતા યુજવેન્દ્ર ચહલે અપાવી હતી. ચહલે માર્લન સૈમુઅલ્સને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. સૈમુઅલ્સ માત્ર બે બોલ રમીને રન બનાવ્યા વગર પેવેલીયન પરત ફર્યો હતો. સૈમુઅલ્સની વિકેટ વેસ્ટ ઇન્ડિઝ માટે એક મોટા ઝટાક સમાન છે.

જ્યારે ટીમ ઇન્ડિયા માટે ખતરો બનો ચૂકેલા પાવેલને ખલીલ અહેમદે આઉટ કર્યો છે. પોવેલે 39 બોલમાં 51 રન બનાવી આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝને પહેલો ઝટકો પાંચમી ઓવરમાં લાગ્યા બાદ કેરન પાવેલે ઝડપી રન બનાવ્યા અને શાઇ હોપની સાથે 9 ઓવરમાં જ તેમની ટીમનો સ્કોર 50 રનને પાર કરી દીધો હતો. 9 ઓવરન સુધીમાં પાવેલે 33 રન અને શાઇ હોપે 9 રન બનાવ્યા હતા.

મેચની શરૂઆતમાં ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા 5 ઓવરમાં મોહમ્મદ શામીએ ચંદરપોલ હેમરાજ 9 રન પર બોલ્ડ આઉટ કરી મેળવી હતી. બીજી સાઇડ પર કેરન પાવેલ 11 રન બનાવી લીધા હતા. હેમરાજની જગ્યાએ શાઇ હોપ બેટિંગ કરવા આવ્યો છે.

આ મેચમાં કુલદીપ યાદવ ટીમમાંથી બહાર છે. ઋષભ પંત અને ખલીલ અહેમદને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. વેસ્ટ ઇન્ડિઝ માટે ચંદ્રપોલ હેમરાજ અને ઓશાને થોમસ તેમની પ્રથમ વન-ડે મેચ રમી રહ્યા છે. ટીમ ઇન્ડિયા આ સીરીઝથી આવતા વર્ષે યોજાવનાર વર્લ્ડ કપની તૈયારીઓ કરવાના ઇરાદે મેદાન પર ઉતરી છે આ સાથે તેમની સામે તેમનો વન-ડે રેકોર્ડ સુધારવાનો પણ સંપૂર્ણ ઇરાદો હશે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જીતની તરફ આગળ વધવા પર વધુ જોર લગાવવા સાથેના ઇરાદાથી મેદાનમાં ઉતરી છે.

ટીમ આ પ્રકારે છે
ભારત:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, યુજવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ અને ખલીલ અહમદ. 

વેસ્ટ ઈન્ડિઝઃ જેસન હોલ્ડર (કેપ્ટન), દેવેન્દ્ર બિશૂ, ચંદરપોલ હેમરાજ, શિમોન હેટમેયર, શાઈ હોપ, કીરેન પોવેલ, એશલે નર્સ, કેમાર રોચ, માર્લન સૈમુઅલ્સ, ઓશૈન થોમસ અને રોમવૈન પોવેલ.

મધ્યમક્રમની ચિંતા
ઈંગ્લેન્ડમાં આઠ મહિનાથી ઓછા સમયમાં વિશ્વકપ શરૂ થશે અને ભારતની પાસે પોતાના મધ્યમક્રમને વ્યવસ્થિત કરવા માટે માત્ર 18 મેચ બચ્યા છે. તેમાં પણ ચાર નંબરનું સ્થાન વિશેષ છે જેમાં અત્યાર સુધી ઘણા બેટ્સમેનોને તક મળી છે પરંતુ કોઈ અપેક્ષા પૂરી કરી શક્યું નથી. આ શ્રેણીમાં કેપ્ટન વિરાટ કોહલી પણ સીમિત ઓવરના ક્રિકેટમાં વાપસી કરશે. તેને એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો હતો. 

પંતને મળશે તક
ભારતીય ટીમે આજે અંતિમ 12 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે અને રિષભ પંત પર્દાપણ કરવા માટે તૈયાર છે. તેણે ટેસ્ટ મેચોમાં પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા તથા ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 92 રનની બે ઈનિંગ રમી હતી. પંતને દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે પ્રથમ વનડે માટે પસંદ કરાયેલા 12 ખેલાડીઓમાં સામેલ છે પરંતુ તેના પર સારૂ પ્રદર્શન કરવાનું  દબાણ રહેશે. 

ધોની પર નજર
મહેન્દ્ર સિંહ ધોની પર ફરીથી તમામની નજર રહશે જે હાલના દિવસોમાં બેટથી અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શક્યો નથી. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સ્પષ્ટ કહ્યું કે વિશ્વકપ સુધી ધોની પ્રથમ પસંદનો વિકેટકીપર બન્યો રહેશે. ધોની એશિયા કપમાં પણ ફોર્મમાં ન હતો. તેણે ચાર ઈનિંગમાં 19.25ની એવરેજથી 77 રન બનાવ્યા હતા. આ વર્ષે તેણે અત્યાર સુધી 15 મેચોમાં જે 10 ઈનિંગ રમી છે તેમાં 28.12ની એવરેજ અને 67.36ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. 

ટોપ ઓર્ડર નક્કી
ટોપના ત્રણ બેટ્સમેનોની જગ્યા નક્કી છે તેવામાં અંબાતી રાયડૂને નંબર ચાર પર ઉતારવામાં આવી શકે છે જેની  પાસે એશિયા કપનું ફોર્મ યથાવત રાખવાની આશા છે. તેણે એશિયા કપની છ ઈનિંગમાં 175 રન બનાવ્યા હતા. મનીષ પાંડે માટે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે કારણ કે તે ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં અસફળ રહ્યો છે. 

પંડ્યાના સ્થાને જાડેજા, સ્પિન જોડી પાસે આશા
ભારતે ઈજાગ્રસ્ત પંડ્યાની ગેરહાજરીમાં નિચલા ક્રમમાં ઓલરાઉન્ડર જાડેજાનો સમાવેશ કર્યો છે. તેણે એશિયા કપમાં એક વર્ષ બાદ વનડેમાં વાપસી કરી અને પછી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ પ્રથમ બે વનડેમાં રમશે નહીં અને શમી તથા ઉમેશ હોવાથી ભારતનું આક્રમણ મજબૂત રહેશે. કુલદીપ અને ચહલની સ્પિન જોડી મહત્વની ભૂમિકા નિભાવસે. એશિયા કપમાં બે મેચોમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદ પણ તકનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. 

વેસ્ટ ઈન્ડિઝની સામે પડકાર
ટેસ્ટથી વિપરીત વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ વધુ પ્રતિસ્પર્ધી જોવા મળે છે. ટીમમાં ક્રિસ ગેલ અને રસેલની કમી નળશે. ઇવિન લુઈસ પણ અંગત કારણોને લીધે ટીમમાંથી હટતા ઝટકો લાગ્યો છે. એટલું જ નહીં કોચ સ્ટુઅર્ટ લો આઈસીસી આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે પ્રથમ બે વનડેમાં ડ્રેસિંગ રૂમમાં જઈ શકશે નહીં જ્યાં ખેલાડીઓને તેની જરૂર પડશે. 

વનડેમાં છે થોડો અનુભવ
વેસ્ટ ઈન્ડિઝની પાસે અનુભવી મર્લોન સૈમુઅલ્સ, કેપ્ટન અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડર અને ફાસ્ટ બોલર કેમાર રોચ છએ. બારસપારા સ્ટેડિયમમાં આ બીજો આંતરરાષ્ટ્રીય મેચ હશે. ગત વર્ષે અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 મેચ રમાઇ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બસ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા જેના કારણે આ મેચ ચર્ચામાં રહ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news