નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં આવ્યું કરોડો રૂપિયાનું દાન, વરસ્યો ભક્તોનો રસ  

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યાત્રળુઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે. ભાદરવી મેળામાં પણ અંબાજી મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું હતું. મોટી સંખ્યાંમાં નવરાત્રિમાં પણ અંબાજીમાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. 
નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજીમાં આવ્યું કરોડો રૂપિયાનું દાન, વરસ્યો ભક્તોનો રસ  

અંબાજી: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યાત્રળુઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે. ભાદરવી મેળામાં પણ અંબાજી મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું હતું. મોટી સંખ્યાંમાં નવરાત્રિમાં પણ અંબાજીમાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. 
યાત્રાધામ અંબાજીમાં આવક સતત વધતી જાય છે. ઉપરાંત અંબાજીમાં સોનાની ભેટ આપનારા દાતાઓની સંખ્યા પણ વધતી જાય છે.  

નવ દિવસમાં 2.59 કરોડની આવક
નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તોએ મંદિરમાં રૂ. 2.59 કરોડનું દાન કર્યું છે. જેમા સોના-ચાંદી સહિત પૈસાનો ચઢાવો કરવામાં આવ્યો હતો. અંબાજીમાં નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં નવરાત્રિનો ભંડારો ગણાયો હતો જેમા કુલ દાન દક્ષિણાની રૂપિયા 2. 59 કરોડની આવક થઈ હતી. ભક્તો દ્વારા કરાયેલ દાનમાં 1434 ગ્રામ સોનું અને 4138 ગ્રામ ચાંદીનો ચઢાવો કરાયો હતો.

નવરાત્રિમાં ગોઠવાઇ હતી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા 
ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યાં છે. બીજી તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત, કેટલાક ભક્તોએ માતાજીને ધજા પણ ચઢાવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મંદિર પરીસર સહિતના વિસ્તારોમાં અદ્યતન સાધનોની મદદથી તપાસ કરાઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news