Tokyo Olympics 2020: છઠ્ઠા દિવસે આ છે ભારતનો કાર્યક્રમ, આર્ચરીમાં મેડલની આશા
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને હજુ સુધી એક મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતને મેડલની આશા હતી પરંતુ આ ઇવેન્ટમાં નિરાશા હાથ લાગી છે. હવે છઠ્ઠા દિવસે પીવી સિંધુ સહિત આ ભારતીય એથ્લીટો એક્શનમાં જોવા મળશે.
Trending Photos
ટોક્યોઃ ભારત માટે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ અત્યાર સુધી ખાસ રહી નથી. ઓલિમ્પિક શરૂ થયા બાદ બીજા દિવસે વેલલિફ્ટિમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતને હજુ સુધી કોઈ બીજો મેડલ મળ્યો નથી. મંગળવારે દેશને શૂટિંગમાં મેડલની આશા હતી પરંતુ મનુ ભાકર અને સૌરભ ચૌધરી સારૂ પ્રદર્શન કરી શક્યા નહીં અને ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયા હતા. આ સિવાય બોક્સિંગમાં લવલીના બોરગોહેને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી મેડલની આશા જગાવી છે. આવો નજર કરીએ ઓલિમ્પિકમાં બુધવાર એટલે કે છઠ્ઠા દિવસે ભારતના કાર્યક્રમ પર.
હોકી
મહિલા ગ્રુપ- એ મેચમાં ભારતનો મુકાબલો બ્રિટન સામે થશે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 6.30 કલાકે શરૂ થશે.
બેડમિન્ટન
મહિલા સિંગલ્સમાં પીવી સિંધુનો મુકાબલો ભારતીય સમયાનુસાર સવારે 7.30 કલાકે શરૂ થશે. આ સિવાય બી સાઈ પ્રણીત મેન્સ સિંગલ્સમાં ઉતરશે. આ મુકાબલો બપોરે 2.30 કલાકે શરૂ થશે.
આર્ચરી (વ્યક્તિગત સ્પર્ધા): તરૂણદીપ રાય, પુરૂષ અંતિમ-32 રાઉન્ડ, ભારતીય સમયાનુસાર સવારે 7.31 કલાકે.
પ્રવીણ જાધવ, પુરૂષ અંતિમ 32 વર્ગ, ભારતીય સમયાનુસાર બપોરે 12.30 કલાકે
દીપિકા કુમારી, મહિલા અંતિમ-32 રાઉન્ડ, બપોરે 2.14 કલાકે.
રોઇંગઃ અર્જુન લાલ જટ અને અરવિંદ સિંહ, મેન્સ ડબલ સ્કલ્સ સેમિફાઇનલ, એ/બી 2, ભારતીય સમયાનુસાર સવારે 8 કલાકે.
સેલિંગઃ કેસી ગણપતિ અને વરૂણ ઠક્કર, પુરૂષ સ્કિફ 49ઈઆર, ભારતીય સમયાનુસાર સવારે 8.35 કલાકે.
બોક્સિંગઃ પૂજા રાની, મહિલા 75 કિલો વર્ગ, અંતિમ 16 રાઉન્ડ, ભારતીય સમયાનુસાર બપોરે 2.33 કલાકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે