Test Cricket ના 145 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર વિચિત્ર સંયોગ, બંને ટીમના તમામ 20 વિકેટ કેચ આઉટ!
ભારતની બંને ઈનિંગ્સમાં બધા બેટ્સમેન કેચ આઉટ થયા. ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું કે એક ટીમે બધી 20 વિકેટ કેચ આઉટ કરીને લીધી.
Trending Photos
કેપટાઉન: સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ ગયો. બંને ઈનિંગ્સમાં ભારતીય ટીમના બધા બેટ્સમેન કેચ આઉટ થયા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું જ્યારે બંને ઈનિંગ્સમાં એક ટીમના બધા બેટ્સમેન કેચ આઉટ થયા હોય. ક્રિકેટના 145 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ રેકોર્ડ બન્યો છે.
પાંચ વખત 19 વિકેટ કેચ આઉટથી થઈ:
ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલાં પાંચ વાર એવું થયું છે જ્યારે 19 વિકેટ કેચ આઉટ થઈ. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 1982/83માં બ્રિસ્બેનમાં, 2009/10માં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા, 2010/11માં સાઉથ આફ્રિકા અને ભારત, ઈંગલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 2013/14ની મેચ, 2019/20માં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની વચ્ચે કેપટાઉનમાં રમાયેલી મેચમાં 19 વિકેટ કેચ આઉટ થયા હતા.
કેપટાઉનમાં રમાયેલી મેચમાં બધી વિકેટ કેચ આઉટથી થઈ:
ભારતીય ટીમે પહેલા દાવમાં 223 રન બનાવ્યા હતા. જ્યારે બીજા દાવમાં 198 રનમાં ઓલ આઉટ થઈ. ભારતના તમામ ખેલાડીઓ કેચ આઉટથી થઈ. ભારત તરફથી ઋષભ પંતની સદી છતાં ભારતની આખી ટીમ માત્ર 198 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે