વેસ્ટઇન્ડીઝ સામેની શ્રેણીનો કાર્યક્રમ જાહેર, 4થી8 ઓક્ટોબર રાજકોટમાં રમાશે પ્રથમ ટેસ્ટ

રાજકોટના ક્રિકેય પ્રેમીઓ માટે સારા સમાચાર છે. રાજકોટમાં ભારત અને વિન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. 
 

વેસ્ટઇન્ડીઝ સામેની શ્રેણીનો કાર્યક્રમ જાહેર, 4થી8 ઓક્ટોબર રાજકોટમાં રમાશે પ્રથમ ટેસ્ટ

મુંબઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારી બે ટેસ્ટ મેચોની પ્રથમ ટેસ્ટ મેચ રાજકોટ અને બીજો હૈદરાબાદમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે એક અખબારી યાદી જાહેર કરીને આ જાણકારી આપી છે. બોર્ડે જણાવ્યું કે, વેસ્ટઇન્ડીઝ આગામી મહિને ભારતના પ્રવાસે આવશે અહીં તે બે ટેસ્ટ, પાંચ વનડે અને ત્રણ મેચોની ટી-20 શ્રેણી રમશે. 

બંન્ને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચારથી આઠ ઓક્ટોબર સુધી રાજકોટ અને બીજો 12 થી 16 ઓક્ટોબર સુધી હૈદરાબાદમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ બંન્ને ટીમો 21 ઓક્ટોબરથી પાંચ મેચોની વનડે શ્રેણી રમશે. વનડે શ્રેણીનો પ્રથમ મેચ 21 ઓક્ટોબરે ગુવાહાટી, બીજો 24ના ઈન્દોર, ત્રીજો 27ના પુણે, 29ના મુંબઈ અને પાંચ નવેમ્બરે તિરૂવનંતપુરમમાં રમાશે. 

ત્યારબાદ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે. ક્રિકેટના આ નાના ફોર્મેટનો પ્રથમ મેચ કોલકત્તામાં ચાર નવેમ્બરે, બીજો છ નવેમ્બરે લખનઉ અને ત્રીજો 11 નવેમ્બરે ચેન્નઈમાં રમાશે. વેસ્ટઇન્ડીઝે ભારતમાં રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પહેલા જ ટીમની જાહેરાત કરી દીધી છે. 

ભારત અને વેસ્ટઇન્ડીઝ શ્રેણીનો કાર્યક્રમ
ટેસ્ટ
4-8 ઓક્ટોબરઃ પ્રથમ ટેસ્ટ રાજકોટમાં
12-16 ઓક્ટોબરઃ બીજી ટેસ્ટ હૈદરાબાદમાં

વનડે
21 ઓક્ટોબરઃ પ્રથમ વનડે, ગુવાહાટી
24 ઓક્ટોબરઃ બીજી વનડે, ઈન્દોર
27 ઓક્ટોબરઃ ત્રીજી વનડે, પુણે
29 ઓક્ટોબરઃ ચોથી વનડે, મુંબઈ
1 નવેમ્બરઃ પાંચમી વનડે, તિરૂવનંતપુરમ

ટી-20
4 નવેમ્બરઃ પ્રથમ ટી-20, કોલકત્તા
6 નવેમ્બરઃ બીજી ટી-20, લખનઉ
11 નવેમ્બરઃ ત્રીજી ટી-20, ચેન્નઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news