ભારત વિરુદ્ધ જીત ઓસ્ટ્રેલિયાને એશિઝમાં હરાવ્યા સમાનઃ અંગ્રેજ કોચ

ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 60 રનની જીત બાદ કોચ બેલિસે કહ્યું, આ ઓસ્ટ્રેલિયાને એસિઝમાં હરાવવા સમાન છે. કોઇ શંકા વગર ભારતીય ટીમ સારી છે અને નંબર એક ટીમ અને તેને હરાવવો સારો અનુભવ હતો. 
 

ભારત વિરુદ્ધ જીત ઓસ્ટ્રેલિયાને એશિઝમાં હરાવ્યા સમાનઃ અંગ્રેજ કોચ

લંડનઃ ઈંગ્લેન્ચના કોચ ટ્રેવર બેલિસનું માનવું છે કે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં વિશ્વની નંબર-1 ટીમ ભારત વિરુદ્ધ જીત એશિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા સમાન છે. બેલિસે આ સાથે સૂચન કર્યું કે, તે શુક્રવારથી લંડનમાં શરૂ થઈ રહેલી અંતિમ ટેસ્ટમાં પોતાની ટીમ સાથે પ્રયોગ કરી શકે છે. 

ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 60 રનથી જીત બાદ બેલિસે કહ્યું, આ ઓસ્ટ્રેલિયાને એશિઝમાં હરાવવા સમાન છે. ભારતીય ટીમ સારી છે અને નંબર-1 ટીમ અને તેને હરાવવી સારો અનુભવ છે. 

તેમણે કહ્યું, કેટલિક સ્થિતિ મુશ્કેલ હતી, ખાસ કરીને પ્રથમ દિવસે. અમે પહેલા કહ્યું હતું કે, દબાણમાં આ ખેલાડી સારૂ કરે છે જે આગળ વધતા સારા સંકેત છે. 

ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટેયર કુક ભારત વિરુદ્ધ શ્રેણી બાદ નિવૃતીને જાહેરાત કરી ચુક્યો છે. જ્યારે કેપ્ટન જો રૂટ ચોથા ક્રમે બેટિંગ કરવા ઈચ્છે છે તેવામાં ઈંગ્લેન્ડે અંતિમ ટેસ્ટ અને પછી શ્રીલંકા તથા વિન્ડીઝ વિરુદ્ધ આગામી શ્રેણી માટે પોતાનો ટોપ ઓર્ડર નક્કી કરવો પડશે. 

ચોથા ટેસ્ટની બીજી ઈનિંગમાં મોઇન અલીને ત્રીજા સ્થાને બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો અને રૂટ ચોથા સ્થાને આવ્યો હતો. આ વિશે બેલિસે કહ્યું કે, યોગ્ય સ્થિતિમાં આ ઓફ સ્પિનર આ સ્થાન માટે વિકલ્પ હોઈ શકે છે. 

તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં કેટલિક વસ્તુ પર ચર્ચા થશે. બેટિંગ ક્રમમાં બેટ્સમેન સ્થિર સ્થાન ઈચ્છે છે. તમે જોયું હશે કે કોઈપણ ટીમમાં એક-બે ખેલાડી તેવા હોય છે કે તે ગમે તે સમયે મેદાનમાં ઉતરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news