ડબલિન T20: ભારતે બીજી મેચમાં આયરલેન્ડને 143 રનથી પરાજીત કર્યું
આયરલેન્ડની મેજબાની ટીમ 214 રનનાં વિશાળ લક્ષ્યાંકની સામે 12.3 ઓવરમાં 70 રન પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી
Trending Photos
ડબ્લિન : ભારતે પોતાની આક્રમક રમતની મદદથી શુક્રવારે ધ વિલેજ મેદાન પર રમાયેલ બીજી અને અંતિમ મેચમાં મેજબાન આયરલેન્ડને 143 રનોથી પરાજય આપ્યો હતો. બે મેચની સીરીઝમાં 2-0થી પોતાનાં નામે નોંધી લીધી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા આયરલેન્ડની સામે 214 રનનો વિશાળ સ્કોર પેદા કરી દીધો છે. મેજબાન ટીમ આ વિશાળ સ્કોરને પાર પાડી શકી નહોતી. 12.3 ઓવરમાં જ 70 રન પર જ પેવેલિયન પરત ફરી ચુક્યા હતા.
આ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચોમાં રનોની દ્રષ્ટીએ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. તે અગાઉ તેણે શ્રીલંકાને 93 રનથી પરાજીત કર્યું હતું. સાથે જ રમતમાં સૌથી નાના ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર આ કોઇ પણ ટીમ દ્વારા રનોની દ્રષ્ટીએ પ્રાપ્ત કરવામાં આવેલ સંયુક્ત રીતે બીજી સૌથી મોટી જીત છે. ભારત ઉપરાંત પાકિસ્તાને આ વર્ષે એક એપ્રીલે વેસ્ટ ઇન્ડીઝને 143 રનોથી પરાજય આપ્યો હતો.
આયરલેન્ડ આ મેચમાં હંમેશાથી જ બેકફુટ પર રહી. પહેલા ભારતીય બેટ્સમેનો મેન ઓફ ધ મેચ લોકેશ રાહુલ (70), સુરેશ રૈના (69)ની અર્ધશતકીય રમતનાં દમ પર તેણે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટનાં નુકસાને 213 રનોનો વિશાળ સ્કોર ઉભો કર્યો. ત્યાર બાદ યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડીએ મેજબાન ટીમનાં બેટ્સમેનને વિકેટ પર પગ નહોતા જમાવવા દીધા. આ બંન્નેએ ત્રણ - ત્રણ વિકેટ લીધી. ઉમેશ યાદવને બે સફળતાઓ મળી જ્યારે પોતાની પહેલી મેચ રમી રહેલ સિદ્ધાર્થ કૌલ અને હાર્દિક પંડ્યાના હિસ્સામાં 1-1 વિકેટ આવી હતી.
ભારતીય ટીમ અને આયરલેન્ડની વચ્ચે બે મેચોની ટી-20ની અંતિમ મેચ ડબ્લિન માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 92 રન બનાવી દીધા છે. સુરેશ રૈના (32 રન) અને લોકેશ રાહુલ (45 રન)ની ક્રીઝ પર છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, લોકેશ રાહુલની સાથે ઓપનિંગ કરવા માટે ઉતર્યા, જો કે ભારતે આ પ્રકારની શરૂઆત નહોતી મળી જેવી આશા હતી. ત્રીજી જ ઓવરમાં આયરિશ બોલર પીટર ચેસે વિરાટ કોહલીને જ્યોર્જ ડોકરેલનાં હાથે કેચઆઉટ કરીને ભારતને 22 રનનાં કુલ સ્કોર પર પહેલો ઝટકો આપ્યો હતો. કોહલી આ મેચમાં 9 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યા હતા. ગત્ત મેચમાં તે શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો.
તે અગાઉ આયરલેન્ડે ટો જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. જેનાં પગલે પહેલા ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા માટે આવી હતી. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ચાર પરિવર્તન આવ્યા છે. લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, ઉમેશ યાદવ, અને સિદ્ધાર્થ કૌલને તક અપાઇ છે. શિખર ધવન, એમએશ ધોની, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. સિદ્ધાર્થ કોલે આ મેચ સાથે પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યું કર્યું હતું. તેને એમએસ ધોનીએ કેપ આપી હતી. આયરલેન્ડની ટીમમાં એક પરિવર્તન કરતા સ્ટુઅર્ટ પોયનેટરને બહાર જવું પડ્યું હતું. આ અંગે વિલિયમ પોર્ટરફિલ્ડને તક આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે