ન્યૂઝીલેન્ડ માટે 'ગમ'માં બદલાઈ જીતની ખુશી! પુણે ટેસ્ટ પહેલા મોટો ઝટકો, બહાર થયો આ દિગ્ગજ

India vs New Zealand 2nd Test: ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં શાનદાર જીત હાંસલ કરી છે. બીજી ટેસ્ટ પૂણેમાં 24 ઓક્ટોબરથી પૂણેમાં રમાનાર છે. પરંતુ તેના પહેલા મહેમાન ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન પુણે ટેસ્ટથી બહાર થઈ ચૂક્યો છે.

ન્યૂઝીલેન્ડ માટે 'ગમ'માં બદલાઈ જીતની ખુશી! પુણે ટેસ્ટ પહેલા મોટો ઝટકો, બહાર થયો આ દિગ્ગજ

IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં શાનદાર જીત મેળવી છે. બીજી ટેસ્ટ પુણેમાં 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે, પરંતુ તેના પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો. ટીમના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન પુણે ટેસ્ટમાંથી બહાર થઈ ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ ખેલાડી બહાર થવાના અપડેટ આપ્યો છે. પુણે ટેસ્ટ કીવી ટીમ માટે ખુબ જ ચેલેન્જિંગ થનાર છે.

શું છે બહાર થવાનું કારણ?
કેન વિલિયમ્સન બેંગ્લુરુમાં પણ ટીમનો ભાગ નહોતો. વિલિયમ્સન ટીમની સાથે ભારત પ્રવાસ પર નથી. બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે વિલિયમ્સન ઈજાના કારણે પહેલી ટેસ્ટનો ભાગ નહીં રહે. પરંતુ બીજી ટેસ્ટમાં ઉપલબ્ધ રહેશે. પરંતુ હવે અનુભવી બેટ્સમેન બીજી ટેસ્ટમાં પણ ટીમનો ભાગ નહીં હોય. જોકે, બોર્ડે આશા સેવી છે કે ભારત-ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રીજી ટેસ્ટમાં વિલિયમ્સન ટીમનો હિસ્સો હશે.

બોર્ડે ના લીધું રિસ્ક
કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. જોકે વિલિયમ્સન વિના પણ કીવી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ બીજી ટેસ્ટમાં જીતની લય જાળવી રાખવી મહેમાનો માટે ખુબ જ મુશ્કેલ હશે. હવે જોવાનું એ હશે કે કીવી ટીમ બીજી ટેસ્ટમાં ફેરફાર કરે છે કે નહીં. વિલ યંગની પાસે વધુ એક ગોલ્ડન ચાન્સ હશે. વિલિયમ્સનની વાપસી બાદ તેનું પત્તું પ્લેઈંગ 11માંથી કપાઈ શકે છે.

ન્યુઝીલેન્ડ ટીમઃ
ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, વિલિયમ ઓરુક, એજાઝ પટેલ, બેન સીઅર્સ, ટિમ સાઉથી, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ).

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news