શોએબ અખ્તરની ભવિષ્યવાણી, T20 વિશ્વકપમાં IND vs PAK વચ્ચે રમાશે ફાઇલ, આ ટીમ જીતશે ટ્રોફી

India vs Pakistan T20 World Cup: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનુ કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપ 2021ની ફાઇનલ રમાશે. 

Updated By: Aug 1, 2021, 05:07 PM IST
શોએબ અખ્તરની ભવિષ્યવાણી, T20 વિશ્વકપમાં  IND vs PAK વચ્ચે રમાશે ફાઇલ, આ ટીમ જીતશે ટ્રોફી

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપમાં હવે માત્ર ગણતરીના મહિના બાકી છે. તેની પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મોટી ભવિષ્યવાણી કરી છે. શોએબ અખ્તરનુ કહેવુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2021 ટી20 વિશ્વકપની ફાઇનલ રમાશે. 

શોએબ અખ્તરે કરી ભવિષ્યવાણી
આઈસીસી ટી-20 વિશ્વકપ નજીક છે, તેની પહેલા ઘણી ટીમો તેની તૈયારીમાં લાગી ગઈ છે. ઘણા દેશોના ક્રિકેટ દિગ્ગજ ટી20 વિશ્વકપને લઈને ભવિષ્યવાણી કરી રહ્યાં છે. શોએબ અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યુ- ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપની ફાઇનલ રમાશે અને પાકિસ્તાનની ટીમ વિશ્વકપની ટ્રોફી ઉઠાવશે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
શોએબ અખ્તરે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યુ- પાકિસ્તાનની ટીમ ભલે વનડેમાં આટલી સારી નથી. પરંતુ ટી20માં હેસ્ટ છે. જો ટીમમાં વહાબ રિયાઝ, શોએબ મલિક અને ઇમાદ વસીમ આવી જાય તો ટીમ વધુ મજબૂત થઈ જશે. પાકિસ્તાનની ટીમ આ રીતે ખુંખાર બની જશે. 

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: કૈલેબ ડ્રેસેલે સ્વીમિંગમાં જીત્યા 5 ગોલ્ડ, મહિલાઓમાં એમ્પા મૈકકોને બનાવ્યો નવો રેકોર્ડ

ભારત અને પાકિસ્તાનમાં આ ટીમ ઉઠાવશે ટ્રોફી
શોએબ અખ્તરે કહ્યુ- પાકિસ્તાની સ્પિનર્સની અંદર તે ક્ષમતા છે કે તે 150ના સ્કોરનો પણ બચાવ કરી શકે છે. હું જોઈ રહ્યો છું કે પાકિસ્તાનની ટીમ વિશ્વકપ જીતી રહી છે. મારા હિસાબથી પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન અને ભારતની ટીમો ફાઇનલમાં જવાની હકદાર છે. મેં અંદાજ લવાગી રહ્યો છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાશે. જો તેમ થાય તો આ બંને ટીમોના ક્રિકેટ ફેન્સ માટે મોટી વાત હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube