દક્ષિણ આફ્રિકાએ ટી20 ટીમની કરી જાહેરાત, ડ્યુમિની સંભાળશે સુકાન

ફાસ્ટ બોલર મોર્ને મોર્કલ, કાગિસા રબાડા અને લુંગી એનગિડીને આરામ આપવામાં આવ્યો છે. 

  દક્ષિણ આફ્રિકાએ ટી20 ટીમની કરી જાહેરાત, ડ્યુમિની સંભાળશે સુકાન

પોર્ટ એલિઝાબેથઃ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધ 18 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ડ્યુમિનીને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ડ્યુમિની નિયમિત કેપ્ટન ડુ પ્લેસિસની જગ્યા સંભાળશે. ડુ પ્લેસિસ ઈજાને કારણે ભારત સામેની શ્રેણીમાંથી બહાર છે. કાર્યકારી કેપ્ટન એડેન માર્કરમ અને હાસિમ અમલાને આરામ આપવામાં આવ્યો છે. 

બેટ્સમેન ક્રિશ્ચિયન જોંકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, વિકેટકીપર હેનરિક ક્લાસેન અને ફાસ્ટ બોલર જૂનિયર ડાલાને પ્રથમવાર ટી20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લેગ સ્પિનર ઇમરાન તાહીરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. મુખ્ય પસંદગીકાર લિંડા જોંડીએ કહ્યું કે, તેને આરામ આપવામાં આવ્યો છે, જેથી સ્પિનર શમ્સી અને આરોન ફાગિસોને વધુ તક મળી શકે. આ સિવાય ફાસ્ટ બોલર મોર્ને મોર્કલ, રબાડા અને લુંગી એનગિડીને પણ આરામ આપવામાં આવ્યો છે. 

ટી20માં ક્લાસેનને મળ્યું સ્થાન
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન પર વિશ્વાસ મુકતા ભારત સામેની ટી20 શ્રેણીમાં સ્થાન આપ્યું છે. ટી20 શ્રેણીની શરૂઆત રવિવારથી થઈ રહી છે. જોંકર અને ફાસ્ટ બોલર ડાલાને ટીમમાં પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લાસેને ભારત સામેની વનડે શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું, 

ટી20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
ડ્યુમિની (કેપ્ટન), ફરહાન બેહરદીન, જૂનિયર ડાલા, એબીડી વિલિયર્સ, રીજા હેનડ્રિક્સ, ક્રિસ્ટિયન જોંકર, ક્લાસેન, મિલર, ક્રિસ મોરિસ, ડેન પેટરસન, ફાંગિસો, ફેહુલકવાયો, શમ્સી, જોન-જોન સ્મુટ્સ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news