AIBA વુમન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમ કરશે ભારતીય દળનું નેતૃત્વ

આ આયોજન માટે સિલેક્શન કરવામાં આવેલા 10માંથી પાંચ- મેરી કોમ, લવલીના, સરિતા, ભાગ્યવતિ અને સિમરનજીને (સેલિસિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ) પોલેન્ડ અને તુર્કીમાં પોતાના શાનદાર પ્રદર્શનના જોર પર ટીમમાં જગ્યા બનાવી છે.

AIBA વુમન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમ કરશે ભારતીય દળનું નેતૃત્વ

નવી દિલ્હી: ઓલમ્પિક મેડલ વિજાતા મેરી કોમ 15 નવેમ્બરથી શરૂ થનારી એઆઇબીએ વર્લ્ડ ઇલીટ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય દળનું નેતૃત્વ કરશે. પોતના છઠ્ઠા વિશ્વ ચેમ્પિયનશિપ ટાઇટલ માટે પ્રયત્ન કરી રહેલી મેરી કોમ 48 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લેશે. તેમના શીવાય આ મહત્વપૂર્ણ આયોજનમાં ભાગ લેવા માટે નૌ અન્ય બોક્સરની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમની ઘોષણા શુક્રવારે કરવામાં આવી હતી.

મેરી કોમ ઉપરાંત પિંકી જાંગરા (51 કિલોગ્રામ ભારવર્ગ), સોનિયા (57 કિલોગ્રામ ભારવર્ગ), સરિતા (60 કિલોગ્રામ ભારવર્ગ), સિમરનજીત (64 કિલોગ્રામ ભારવર્ગ), લવલીના (69 કિલોગ્રામ ભારવર્ગ), સ્વીટી બૂરા (75 કિલોગ્રામ ભારવર્ગ), ભાગ્યવતિ કાચારી (81 કિલોગ્રામ ભારવર્ગ) અને સીમા પૂનિયા (81 કિલોગ્રામ ભારવર્ગથી વધુ) શામેલ છે.

પાંચ ખેલાડી છે પદકના પ્રબળ દાવેદાર
આ આયોજન માટે સિલેક્શન કરવામાં આવેલા 10માંથી પાંચ- મેરી કોમ, લવલીના, સરિતા, ભાગ્યવતિ અને સિમરનજીને (સેલિસિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ) પોલેન્ડ અને તુર્કીમાં પોતાના શાનદાર પ્રદર્શનના જોર પર ટીમમાં જગ્યા બનાવી છે. મેરી કોમે પોલેન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે લવલીના અને સરિતાએ પોતાના ભારવર્ગમાં બ્રોન્સ મેડલ જીત્યો હતો.

આ રીતે સિમરન અને ભાગ્યવતિની સાથે તુર્કીમાં ગોલ્ડ જીત્યો હતો. પાંચ બોક્સિંગના સિલેક્શન શુકવારે આયોજિત ટ્રાયલ પછી કરવામાં આવ્યું હતું. પિંકીએ 51 કિગ્રા વર્ગના ટ્રાયલમાં રિતૂ ગ્રેવાલને હરાવ્યા હતા. પહલો રાઉન્ડ રિતૂના હકમાં ગયો હતો. પરંતુ ત્યારબાદ 2010 રાષ્ટ્રમડળ ગેમ્સમાં બ્રોન્સ જીતનારી પિંકીને બીજા રાઉન્ડમાં શાનદાર પરત ફરતા બાજી મરી લીધી હતી.

મનીષા, સોનિયાએ પણ બનાવી ટીમમાં જગ્યા
ટ્રાયલમાં 54 કિલોગ્રામ ભારવર્ગમાં મનીષાએ મીના કુમારી દેવીને હરાવી હતી. રૂસમાં બ્રોન્સ અને તૂર્કિમાં સિલ્વર જીતનારી મીના પોલેન્ડમાં 2016ના વર્લ્ડ ચેમ્પિયન અને યુરોપીન યેમ્પિયનને હરાવનારી મનીષાના આત્મવિશ્વાસની સામે હારી ગઇ હતી. 2017 યુવા વર્લ્ડ ચેમ્પિયન સાક્ષી ચોપડાને 57 કિલોગ્રામ વર્ગમાં સોનિયા જેવી મજબૂત પ્રતિદ્વંદ્વીતનો સામનો કરવો પડ્યો છે. પૌલેન્ડમાં બ્રોન્સ જીતનાર સોનિયાએ આશા પ્રમાણે શાનદાર પ્રદર્શન કર્યુ અને તેના પંચોથી સાક્ષીને હરાવી વર્લ્ડ ચેમ્પિયનશિની ટિકીટ મળેવી હતી.

બૂરા, સીમા પૂનિયાએ પણ બનાવી જગ્યા
બૂરએ 75 કિગ્રા વર્ગમાં અલારી બોરાને એકતરફી અંદાજમાં હરાવી હતી. આ રીતે રૂચમાં ગોલ્ડ જીતનારી બૂરા વગર કોઇ ત્કલીફે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. સીમા પૂનિયા માટે 81 કિલોગ્રામ ભારવર્ગથી વધુ અનુભવ કામ આવ્યો અને કવિતા ચહલને હરાવી ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહીં હતી. ભારતમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન 12 વર્ષ પછી થઇ રહ્યું છે. 2006માં ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વર્ષે ભારતીય બોક્સરોએ અત્યાર સુધીનું સારુ પ્રદર્શન કરી મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ભારતને ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્સ મેડલ મળ્યા હતા.

એવામાં જ્યારે ભારત ટોક્યો ઓલમ્પિક માટે એક મજબૂત ટીમ તૈયરા કરવાની તૈયારીમાં છે, ભારતી બોક્સરની સામે વર્લ્ડના શ્રેષ્ઠ બોક્સરથી થશે. આ ચેમ્પિયનશિપમાં 60 દેશોની કુલ 300 બોક્સર ભાગ લઇ રહી છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ટીમ આ પ્રકારે છે
એમસી મેરી કોમ (48 કિલોગ્રામ), પિંકી જાંગડા (51 કિલોગ્રામ), મનીષા (57 કિલોગ્રામ), સોનિયા (60 કિલોગ્રામ), એલ સરિતા દેવી (60 કિલોગ્રામ), સિમરનજીત કોર (64 કિલોગ્રામ), લવલીના બોરગોહેન (69 કિલોગ્રામ), સાવિટી બૂરા (75 કિલોગ્રામ), ભાગ્યવતિ કાચરી (81 કિલોગ્રામ), સીમા પૂનિયા (81 કિલોગ્રામથી વધુ).

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news