World Cup 2019: ભારતીય બોલરોના ધમાકો, વેસ્ટ ઈન્ડિઝ 143મા ઓલઆઉટ

ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 16 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 

Trending Photos

  World Cup 2019: ભારતીય બોલરોના ધમાકો, વેસ્ટ ઈન્ડિઝ 143મા ઓલઆઉટ

માનચેસ્ટરઃ  માનચેસ્ટરઃ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે આઈસીસી વિશ્વ કપ-2019ની 34મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 125 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં કોહલી અને ધોનીની અડધી સદીની મદદથી 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિન્ડીઝની ટીમ  34.2 ઓવરમાં 143 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શમીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.  

વેસ્ટ ઈન્ડિઝ 71/3 (18 ઓવર)
હાર્દિક પંડ્યાએ સુનિલ એમ્બ્રિસ (31)ને LBW આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. હાલ નિકોલસ પૂરન અને શિમરન હેટમાયર બેટિંગ કરી રહ્યાં છે. 

વેસ્ટ ઈન્ડિઝ 50/2 (15 ઓવર)
વેસ્ટ ઈન્ડિઝે 15 ઓવરમાં પોતાના 50 રન પૂરા કરી લીધા છે. નિકોલન પૂરન 14 અને સુનિલ એમ્બ્રિસ 19 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ભારત તરફથી મોહમ્મદ શમીને બંન્ને સફળતા મળી છે. 

વેસ્ટ ઈન્ડિઝ 10/1 (5 ઓવર)
મોહમ્મદ શમીએ ભારતને એક સફળતા અપાવી છે. ક્રિસ ગેલ 6 રન બનાવી આઉટ થયો છે. હાલ સુનિલ એમ્બ્રિસ 4 અને શાઈ હોપ 0 પર બેટિંગ કરી રહ્યાં છે. 

ભારત 268/7  (50 ઓવર)
ભારતે 50 ઓવરમાં 268 રન બનાવ્યા છે. ધોની 56 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ભારત 219/5 (45 ઓવર)
હાર્દિક પંડ્યા 28 અને એમએસ ધોની 28 રન બનાવી ક્રીઝ પર. અંતિમ 5 ઓવરની રમત બાકી. 

ભારત 186/5 (40 ઓવર)
હાર્દિક પંડ્યા 5 અને એમએસ ધોની 18 રન બનાવી ક્રીઝ પર. અંતિમ 10 ઓવર બાકી. 

ભારત 184/5 (39 ઓવર) 
વિરાટ કોહલી 72 રન બનાવી આઉટ. કોહલીએ 82 બોલમાં 8 ચોગ્ગા ફટકાર્યા. જેસન હોલ્ડરને મળી બીજી સફળતા. 

ભારત 166/4  (35 ઓવર)
વિરાટ કોહલી 66 અને એમએસ ધોની 9 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ઈનિંગની 34મી ઓવરમાં એમએસ ધોનીને એક જીવન દાન મળ્યું હતું. વિકેટકીપર શાઈ હોપે સ્ટમ્પની આસાન તક ગુમાવી દીધી હતી. 

ભારત 140/4 (29 ઓવર)
વિરાટ કોહલીએ આ વિશ્વકપમાં પોતાની ચોથી અડધી સદી ફટકારી છે. ભારતે આ ઓવરમાં કેદાર જાધવની વિકેટ ગુમાવી છે. જાધવ 7 રન બનાવી આઉટ થયો છે. વિરાટ કોહલી 51 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. 

ભારત 98/2 (21 ઓવર)
જેસન હોલ્ડરે કેએલ રાહુલને બોલ્ડ કરીને ભારતને આપ્યો બીજો ઝટકો. રાહુલ 64 બોલમાં 6 ચોગ્ગા સાથે 48 રન બનાવી આઉટ. હાલ વિજય શંકર અને કોહલી ક્રીઝ પર. 

ભારત 97/1 (20 ઓવર)
વિરાટ કોહલી 29 અને કેએલ રાહુલ 48 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. ભારતે 20 ઓવરમાં પોતાનો સ્કોર 97 રન પર પહોંચાડી દીધો છે. બંન્ને વચ્ચે 69 રનની ભાગીદારી થઈ છે. 

ભારત 67/1 (15 ઓવર)
વિરાટ કોહલી 21 અને કેએલ રાહુલ 26 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 

ભારત  47/1 (10 ઓવર)
ભારતે પહેલા પાવરપ્લેમાં એક વિકેટના નુકસાન પર 47 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 20 અને કેપ્ટન કોહલી 7 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. રોહિત શર્મા 18 રન બનાવી આઉટ થયો છે. 

ભારત 29/1 (6 ઓવર)
રોહિત શર્મા 18 રન બનાવી આઉટ. વેસ્ટઈન્ડિઝને મળી પ્રથમ સફળતા.

ભારત 17/0 (5 ઓવર)
ભારતે પ્રથમ 5 ઓવરમાં વિના વિકેટે 17 રન બનાવ્યા છે. રોહિત શર્મા 11 અને કેએલ રાહુલ 5 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શેલ્ડન કોટરેલ અને કેમાર રોચે બોલિંગની શરૂઆત કરી છે. 

પ્લેઇંગ XI
વેસ્ટ ઈન્ડિઝ
ક્રિસ ગેલ,સુનિલ એમબ્રિસ, શાઈ હોપ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, ફેબિયન એલેન, કેમાર રોચ, શેલ્ડન કોટરેલ, ઓશાને થોમસ. 

ભારત
રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ. 

લીગ સ્ટેજ પોતાના અંતની તરફ આગળ વધી રહ્યું છે અને તેવામાં ભારત વધુ એક જીત સાથે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવા ઇચ્છશે. પરંતુ આ જેટલું કહેવું સરળ છે, તેને કરવું આસાન રહેશે નહીં. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાસે ગુમાવવા માટે કંઇ નથી અને તે બાકી મેચોમાં અન્ય ટીમોના સમીકરણ બગાડવાનો પ્રયત્ન કરશે. 

બીજા પાવર પ્લેની મહત્વપૂર્ણ ઓવરોમાં પૂર્વ કેપ્ટન ધોનીની નિષ્ફળતાએ કેપ્ટન વિરાટ કોહલીની ચિંતા જરૂર વધારી છે. ધોનીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ ખુબ ધીમી બેટિંગ કરતા 52 બોલમાં 28 રન બનાવ્યા અને તેણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં સુધી કે સામાન્ય રીતે શાંત રહેતા દિગ્ગજ સચિન તેંડુલકરે પણ તેના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેંડુલકરે ત્યારે કહ્યું કે, કોઈ સકારાત્મક વલણ જોવા મળ્યું નહીં. 

ટીમ મેનેજમેન્ટને પણ તે સમસ્યાનો ખ્યાલ છે પરંતુ હવે જ્યારે 4 લીગ મેચ બાકી છે ત્યારે તેની પાસે એકમાત્ર વિકલ્પ ધોનીના બેટિંગ ક્રમમાં ફેરફાર કરવાનો છે. સંભવતઃ તેનાથી કેદાર જાધવને વધુ બોલ  રમવા મળી શકે છે જે પોતાના શોટ પસંદગીમાં નવું કરવા માટે ઓળખાય છે. 

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ઉપયોગ અત્યાર સુધી ફ્લોટરના રૂપમાં થયો છે પરંતુ અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચે દેખાડ્યું કે, જો તેને બીજા છેડેથી સહયોગ ન મળે તો તેના પર દબાવ આવી જાય છે. કોહલી અને કોચ રવિ શાસ્ત્રી અત્યાર સુધી રિષભ પંતનો ઉપયોગ કરવાને લઈને ખુબ ઉત્સુક જોવા મળ્યા નથી. ટીમ મેનેજમેન્ટ જો વિજય શંકરને બહાર કરવાનો નિર્ણય કરે તો જ પંતને ટીમમાં સ્થાન મળી શકે છે. 

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ઘણા ફાસ્ટ બોલર છે અને તેવામાં ધોનીને સ્ટ્રાઇક રોટેટ કરવામાં સરળતા રહી છે કારણ કે તે ધીમી બોલિંગ વિરુદ્ધ સહજ થઈને રમી શકતો નથી. છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનના ધીમા બોલરોએ તેનો ઘણો લાભ ઉઠાવ્યો હતો. આઈપીએલમાં ધોનીની બેટિંગ અને ભારત માટે 50 ઓવરના ફોર્મેટમાં તેના પ્રદર્શનમાં અંતરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ધોનીએ ભારતના એક અનુભવહીન ઘરેલૂ બોલરને નિશાન બનાવ્યો જ્યારે મોટા આંતરરાષ્ટ્રીય નામોની વિરુદ્ધ સુરક્ષિત ક્રિકેટ રમ્યો. લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવા દરમિયાન તેણે કગિસો રબાડા કે જોફ્રા આર્ચર જેવા બોલરો વિરુદ્ધ કોઈ જોખમ ન લીધું જ્યારે અન્ય બોલરો વિરુદ્ધ રન બનાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news