2019: જાણો ભારતીય ક્રિકેટ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

2019મા ભારતીય ટીમની સાથે ઘણા મોટા પડકારો છે. તેમાં સૌથી મોટો ઈંગ્લેન્ડમાં રમાનારો વિશ્વ કપ છે. ટીમ ઈન્ડિયાએ આ પહેલા થોડી મેચો રમવાની છે. 

2019: જાણો ભારતીય ક્રિકેટ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે 2018 મિશ્રિત રહ્યું છે. ટીમ જ્યાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ હારી તો ઓસ્ટ્રેલિયા પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક છે. ભારતીય ટીમ માટે 2019 ઘણા પડકારો લઈને આવશે. આ વર્ષે ભારત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે રમશે તો કોહલી એન્ડ કંપની સામે વિશ્વ કપના રૂપમાં સૌથી મોટો પડકાર છે. 

ભારતીય ટીમે વિશ્વ કપ પહેલા 13 વનડે મેચ રમવાની છે. આ સિવાય પાંચ ટી20 ઈન્ટરનેશનલ મુકાબલા રમશે. વિશ્વ કપની શરૂઆત 30 મેથી થઈ રહી છે પરંતુ ભારતનો પ્રથમ મેચ 5 જૂને રમાશે. આ વિશ્વકપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. એટલે કે ટૂર્નામેન્ટની તમામ ટીમ એકબીજા સાથે રમશે. જુઓ ટીમ ઈન્ડિયાનો 2019નો સંપૂર્ણ કાર્યક્રમ... 

તારીખ                           મેચ                                   સમય (ભારતીય)
3-7 જાન્યુઆરી, 2019            ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ટેસ્ટ સિડની    સવારે 5 કલાકે
12 જાન્યુઆરી                    ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, પ્રથમ વનડે    સવારે 7.50 કલાકે
15 જાન્યુઆરી                   ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બીજી વનડે     સવારે 7.50 કલાકે
18 જાન્યુઆરી                   ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ત્રીજી વનડે     સવારે 7.50 કલાકે

ન્યૂઝીલેન્ડ પ્રવાસ 
23 જાન્યુઆરી  પ્રથમ વનડે વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, નેપિયર,  સવારે  7.30 કલાકે
26 જાન્યુઆરી, બીજી વનડે વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, માઉન્ટ મોઉનગુઈ સવારે 7.30 કલાકે
28 જાન્યુઆરી, ત્રીજી વનડે વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, માઉન્ટ મોઉનગુઈ, સવારે 7.30 કલાકે
31 જાન્યુઆરી, ચોથી વનડે, વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન,          સવારે 7.30 કલાકે
3 ફેબ્રુઆરી, પાંચમી વનડે વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, વેલિંગટન,           સવારે 7.30 કલાકે
6 ફેબ્રુઆરી, પ્રથમ ટી20, વેલિંગ્ટન,                                બપોરે 12.30 કલાકે
8 ફેબ્રુઆરી, બીજી ટી20, ઓકલેન્ડ,                                 બપોરે 12.30 કલાકે
10 ફેબ્રુઆરી, ત્રીજી ટી20, ઓકલેન્ડ,                                 બપોરે 12.30 કલાકે  
                    
ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે
24 ફેબ્રુઆરી પ્રથમ વનડે, મોહાલી, બપોરે 12.30 કલાકે
27 ફેબ્રુઆરી, બીજી વનડે, હૈદરાબાદ, બપોરે 12.30 કલાકે
2 માર્ચ, ત્રીજી વનડે, નાગપુર,         બપોરે 1.30 કલાકે
5 માર્ચ, ચોથી વનડે, દિલ્હી,           બપોરે 1.30 કલાકે
8 માર્ચ, પાંચમી વનડે, દિલ્હી,         બપોરે 1.30 કલાકે
10 માર્ચ, પ્રથમ ટી20, બેંગલુરૂ,        સાંજે 7 કલાકે
13 માર્ચ, બીજી ટી20, વિશાખાપટ્ટનમ,  સાંજે 7 કલાકે

વર્લ્ડ કપ
5 જૂન, 2019, વિરુદ્ધ સાઉથ આફ્રિકા, સાઉથમ્પટનમ, બપોરે 3 કલાકે
9 જૂન, 2019, વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા,  કેનિંગ્ટન ઓવલ, લંડન   3 કલાકે
13 જૂન, 2019 વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ,  ટ્રેન્ટબ્રિઝ,                 3 કલાકે
16 જૂન, 2019 વિરુદ્ધ પાકિસ્તાન,  ઓલ્ટ ટ્રૈફર્ડ, માનચેસ્ટર,   3 કલાકે
22 જૂન, 2019 વિરુદ્ધ અફગાનિસ્તાન, સાઉથપટ્નમ,         3 કલાકે
27 જૂન, 2019 વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફર્ડ, માનચેસ્ટર,   3 કલાકે
30 જૂન, 2019, વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બર્મિંગમ,                      3 કલાકે
2 જુલાઈ, 2019 વિરુદ્ધ બાંગ્લાદેશ, બર્મિંઘમ                    3 કલાકે
6 જુલાઈ, 2019 વિરુદ્ધ શ્રીલંકા,   લીડ્સ                        3 કલાકે     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news