ભારતીય ટીમ પાસે વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડની નજીક પહોંચવાની તક

ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 વનડે મેચ રમવાની છે અને તે તમામમાં જીત મેળવશે તો તેના 125 પોઈન્ટ થઈ જશે અને ઈંગ્લેન્ડથી માત્ર એક પોઈન્ટ પાછળ રહેશે. 

Updated By: Jan 9, 2019, 07:09 PM IST
ભારતીય ટીમ પાસે વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડની નજીક પહોંચવાની તક
ફાઇલ ફોટો (પીટીઆઈ)

દુબઈઃ વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી વનડે રેન્કિંગમાં વ્યક્તિગત યાદીમાં સર્વોત્ત સ્થાન પર છે પરંતુ ભારત પોતાના આગામી 8 વનડે ઈન્ટરનેશનલ મેચ જીતે તો તે ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહેલા ઈંગ્લેન્ડથી માત્ર એક પોઈન્ટ પાછળ રહી જશે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ અને ન્યૂઝીલેન્ડ સામે 5 વનડે રમવાની છે, જેનાથી તેના 125 પોઈન્ટ થઈ જશે અને તે ઈંગ્લેન્ડથી માત્ર એક પોઈન્ટ પાછળ રહશે, પરંતુ આ માટે ભારતે તમામ 8 મેચ જીતવી પડશે. 

કટ્ટર વિરોધી પાકિસ્તાને તેને પછાડવામાટે સાઉથ આફ્રિકાને 5-0થી હરાવવું પડશે. ઈંગ્લેન્ડની ટીમ રેન્કિંગમાં 126 પોઈન્ટ સાથે ટોપ પર છે જ્યારે ભારતીય ટીમ આ સમયે 121 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. 

ભારતની જીતમાં પૂજારા અને ફાસ્ટ બોલરોનું મહત્વનું યોગદાનઃ તેંડુલકર

બેટ્સમેનોના રેન્કિંગમાં કોહલી (નંબર-1) અને રોહિત શર્મા (નંબર-2)એ પોતાનું સ્થાન જાળરી રાખ્યું છે જ્યારે બુમરાહ બોલિંગના રેન્કિંગમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન (બીજા) અને ટીમના પોતાના સાથી કુલદીપ યાદવ (ત્રીજા)થી ઘણો આગળ છે. અન્ય ભારતીય બેટ્સમેનોમાં શિખર ધવન નવમાં સ્થાન પર છે. જ્યારે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ઈંગ્લેન્ડના આદિલ રાશિદ સાથે સંયુક્ત છઠ્ઠા સ્થાન પર છે. 

રણજી ટ્રોફીઃ મધ્ય પ્રદેશ 35/3ના સ્કોર બાદ 35 રન પર ઓલઆઉટ, બનાવ્યો અણગમતો રેકોર્ડ

વનડે ટીમ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને પરાજય આપીને પોતાનું ત્રીજુ સ્થાન યથાવત રાખ્યું છે. તેને એક પોઈન્ટ મળ્યો જેનાથી તેના 113 પોઈન્ટ થઈ ગયા જ્યારે શ્રીલંકા પોતાના આઠમાં સ્થાને છે અને તેણે એક પોઈન્ટ ગુમાવતા તેના 78 પોઈન્ટ છે.