પૈસા વગર વેસ્ટ ઈન્ડિઝમાં ફસાઇ ભારતીય મહિલા ટીમ, જાણો શું હતું કારણ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ત્યાં ટીમ 3 મેચોની વનડે સિરીઝ અને પાંચ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. 
 

પૈસા વગર વેસ્ટ ઈન્ડિઝમાં ફસાઇ ભારતીય મહિલા ટીમ, જાણો શું હતું કારણ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની નવી ટીમ શરમજનક સ્થિતિથી ત્યારે બચી ગઈ જ્યારે ભારતીય મહિલા ટીમ દૈનિક ભથ્થું ન મળવાને કારણે વેસ્ટ ઈન્ડિઝમાં સફાઇ ગઈ હતી. ત્રણ વનડે અને પાંચ ટી20 મેચોની સિરીઝ રમવા ગયેલી ભારતીય મહિલા ટીમ દૈનિક ભથ્થા વગર વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ હતી. ત્યાં સંટક આવ્યા બાદ બીસીસીઆઈના નવા અધિકારી ઝડપથી હરકતમાંઆવ્યા અને મિતાલી રાજ તથા તેની ટીમના ખાતામાં ભથ્થા જમા કરાવ્યા હતા. 

આ રીતે હલ થઈ સમસ્યા
જ્યાં મહિલા ક્રિકેટના પ્રભારી સબા કરીમના વલણને કારણે ખેલાડીઓએ ભથ્થા વગર સિરીઝ રમવા જવું પડ્યું તો નવા અધિકારીઓએ બુધવારે ઝડપથી યુવતીઓના ખાતામાં રકમ જમા કરાવીને મુશ્કેલીનો હલ કાઢ્યો ત્યારે મહિલા ટીમને રાહત મળી હતી. 

શું જૂની ટીમ હતી જવાબદાર
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, 'સીઓએ હેઠળ કામને લઈને ખુબ વાતો થઈ અને તેમ છતાં અમારે તેવો દિવસ જોવો પડ્યો જ્યારે અમારી મહિલા ખેલાડીઓ પૈસા વગર વિદેશી જમીન પર હાજર હતી, તેનું જવાબદાર કોણ છે? જો સંપૂર્ણ નાણાકીય પ્રક્રિયા 18 સપ્ટેબરથી શરૂ કરવામાં આવી હતી, તો દસ્તાવેજોને પૂરા થવામાં 24 ઓક્ટોબર સુધીનો સમય કેમ લાગ્યો? જો આ નવા અધિકારીઓએ ઉતાવળ ન કરી હોત તો યુવતીઓ ભથ્થા વગર સંઘર્ષ કરતી જોવા મળી હોત.'

એક અન્ય અધિકારીએ કહ્યું, 'જો મારી ગણતરી યોગ્ય છે તો મંજૂરી લેવા માટે કરીમને 23 સપ્ટેમ્બરે પહેલો મેલ મોકલવામાં આવ્યો હતો. તેને 25 સપ્ટેમ્બરે રિમાઇન્ડર મોકલવામાં આવ્યું અને બીજુ રિમાઇન્ડર 24 ઓક્ટોબરે મોકલવામાં આવ્યું હતું. આખરે તેણે સીએફઓની મંજૂરી લેવા માટે એક મેલ મોકલ્યો. શું આ પ્રોફેશનલ સેટઅપ થે જેના વિશે સીઓએ સમય-સમય પર વાત કરે છે'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news