Tokyo Olympics: ભારતીય મહિલાઓએ ઈતિહાસ રચ્યો, જાણો કોણ છે ટીમના કોચ 'કબીર ખાન'

ભારતીય મહિલા હોકી ટીમના કોચનું નામ સોર્ડ મારજેન છે. લોકો તેમની તુલના ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'માં મહિલા હોકી ટીમના કોચ રહેલા કબીર ખાન સાથે તુલના કરી રહ્યા છે.
 

Tokyo Olympics: ભારતીય મહિલાઓએ ઈતિહાસ રચ્યો, જાણો કોણ છે ટીમના કોચ 'કબીર ખાન'

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક 2020માં  આજે સવારે ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર રમત રમી ઓસ્ટ્રેલિયાને 1-0થી પરાજય આપ્યો છે. આ જીત સાથે મહિલા હોકી ટીમ ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ શાનદાર જીતનો શ્રેય ટ્વિટર પર લોકો ટીમ ઈન્ડિયાના કોચને આપી રહ્યાં છે. 

ભારતીય મહિલા હોકી ટીમના કોચનું નામ સોર્ડ મારજેન છે. લોકો તેમની તુલના ફિલ્મ 'ચક દે ઈન્ડિયા'માં મહિલા હોકી ટીમના કોચ રહેલા કબીર ખાન સાથે તુલના કરી રહ્યા છે. કબીર ખાનની ભૂમિકા શાહરૂખ ખાને ભજવી હતી. ટ્વિટર પર લોકો તેમની તસવીરની સાથે કબીર ખાનવાળી તસવીર શેર કરી રહ્યા છે. 

અહીં જુઓ ગોલનો વીડિયો

— ரஜினி நேசன் (@RajiniNesan) August 2, 2021

વર્ષ 2017માં સંભાળી હતી કમાન
લગભગ 10 વર્ષ સુધી ફીલ્ડ હોકી રમી ચુકેલા સોર્ડ મારજેને વર્ષ 2017માં ભારતીય મહિલા હોકી ટીમની કમાન સંભાળી હતી. આ પહેલા તેણે ભારતીય પુરૂષ હોકી ટીમને કોચિંગ આપ્યુ હતું. ભારતીય મહિલા હોકી ટીમ આ પહેલા કોઈ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચી નથી. 

— Harsh (@Harsh38752294) August 2, 2021

જ્યારે 2017માં તેમને ભારતીય મહિલા ટીમના કોચ બનાવવામાં આવ્યા તો તેમની સામે આ પડકાર હતો. મારજેન મોટિવેશનલ સ્પીકર પણ છે તો લોકોમાં જોશ ફૂંકવો તેમને આવશે છે પરંતુ સ્કિલ્સનું શું. તેવામાં મારજેને એક પ્લાન તૈયાર કર્યો હતો. 

— Satyam Dwivedi (@DocDwivedi) August 2, 2021

સૌથી મહત્વનું હતું ખેલાડીઓનો માઇન્ડસેટ બદલવો. કંઈક ચક દે ઈન્ડિયાના કબીર ખાનની જેમ. આજની જીત બાદ મારજેનને અસલ જિંદગીના કબીર ખાન કહેવામાં આવે છે. મારજેન ઈચ્છે છે કે ખેલાડીઓ મેચમાં કોઈ સમયે નબળી ન પડે. તેમ થવામાં સમય જરૂર લાગ્યો પરંતુ પરિણામ તમારી સામે છે. 

Two People who transformed Indian Women's Hockey Team😍

Kabir Khan Sjoerd Marijne
(Reel Life) (Real Life) pic.twitter.com/wsHq173ycs

— Siddharth Setia (@ethicalsid) August 2, 2021

— Amresh (@Truthprevails45) August 2, 2021

— LG (@logicalgabbar) August 2, 2021

પિચ પર લીડર્સ તૈયાર કરે છે મારજેન
સોર્ડ મારજેનને બાકી હોકી કોચ કરતા જે વાત અલગ કરે છે તે છે તેમનો ભાર પિચ પર લીડર્સની હાજરી પર રહે છે. મારજેન વિશે ગુરજીત કૌરે ઓલિમ્પિક ડોટ કોમને કહ્યુ- દરેક કોચનો નેચર અને સ્ટાઇલ અલગ-અલગ હોય છે. તે ખેલાડીઓની સાથે અલગ રીતે કામ કરે છે. તે ઈચ્છે છે કે અમે અમારી મુશ્કેલીનો હલ અમે કાઢીએ. હા તે હંમેશા પિચ પર મદદ કરતા રહે છે પરંતુ સોર્ડની સાથે રસ્તો શોધવાની જવાબદારી અમારી છે. મારનેજની આ રીત ભારતીય ટીમને ખાસ કામ આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news