INDvsENG: જાણો બુમરાહએ એકપણ રન બનાવ્યા વગર કેવી રીતે બેટિંગથી જીત્યો લોકોના દિલ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચમી ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટમાં રવીંદ્ર જાડેદાએ અદ્ધભુત અર્ધશતક મારી ટીમ ઇન્ડિયાને 292 રનના સમ્માનપૂર્વક સ્કોર સુધી પહોંડ્યો હતો
Trending Photos
ઓવલ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચમી ટેસ્ટ મેચની સીરીઝની છેલ્લી ટેસ્ટમાં રવીંદ્ર જાડેદાએ અદ્ધભુત અર્ધશતક મારી ટીમ ઇન્ડિયાને 292 રનના સમ્માનપૂર્વક સ્કોર સુધી પહોંડ્યો હતો. મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડે 332 રનના જવાબમાં ટીમ ઇન્ડિયાના સ્કોર એક સમયે 6 વિકેટના નુકસાન પર 160 રન થયા હતા. ત્રીજા દિવસે રવિંદ્ર જાડેજા અને હનુમા વિહારીએ 77 રનની ભાગીદારી કરી અને ટીમ ઇન્ડિયાનો સ્કોર 250ને પાર કર્યો હતો. વિબાપીએ પણ 56 રન બનાવી તેની અર્ધશતક પુરી કરી હતી. વિહારી અને જાડેજાની પ્રશંસા વચ્ચે જસપ્રીત બુમરાહએ પણ ઓવલ મેદાનમાં તેની બેટિંગ માટે પ્રશંસા ભેગી કરી. જ્યારે તેણે એક પણ રન વનાવ્યા હતા નહીં.
ઉલ્લેખનીય છે કે મેચમાં જ્યારે જાડેજા અને વિહારીની વચ્ચે સાતમાં વિકેટ માટે 77 રનોની ભાગીદારી ટૂટી, વિહારી આઉટ થયા પછી જાડેજા એકલો પડી ગયો હતો કેમકે હવે તેનો સાથ આપના કોઇ બેટ્સમેન વધ્યો ન હતો. પહેલા ઇશાંત શર્મા માત્ર 4 રન બનાવી આઉટ થઇ ગયો હતો. પછી મોહમ્મદ શમી પણ માત્ર 1 રન બનાવી આઉટ થઇ ગયો હતો. પરંતુ જાડેજાનો સાથ આપવા જસપ્રીત બુમરાહ આવ્યો હતો અને તેણે જાડેજાનો ઘણો સાથ આપ્યો પરંતુ તે એક પણ રન બનાવી શક્યો ન હતો.
ઇશાંત અને શમી ન આપી શક્યા હતા સારી રીતે જાડેજાનો સાથ
હનુમા વિહારી જ્યારે આઉટ થયો ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર 237 રન હતો. ત્યારબાદ જાડાજા અને ઇશાંત શર્મા વચ્ચે 12 રનની ભાગેદારી બની, જોકે 37 બોલમાંથી ઇશાંતે 25 બોલમાં 4 રન બનાવ્યા હતા. ઇશાંત મોઇન અલીના શિકાર બન્યો હતો. ત્યારબાદ મોહમ્મદ શમી માત્ર 5 બોલ રમી શક્યો અને તેમાં તેણે એક રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તે મોટો શોર્ટ મારાવાના ચક્કરમાં આદિલ રાશિદના બોલ પર બ્રોડના હાથે કેચ આઉટ થયો હતો.
બુનરાહે દેખાડી સારી ડિફેંસ
છેલ્લી વિકેટ તરીકે જ્યારે જસપ્રીત બુમરાહ મેદામાં આવ્યો ત્યારે તેને આશ ન હતી કે તે રન બનાવી શકશે, માટે જાડેજાએ નક્કી કર્યું હતું કે તે સ્ટ્રાઇક તેની પાસે જ રાખશે. જાડેજાએ ચોકા અને છક્કામાં રમવાનું શરૂ કર્યું અને સિંગલ્સ રન માત્ર સ્ટ્રાઇક તેની પાસે રાખવા માટે લીધા હતા. અહીં બુમરાહએ જાડેજાને સારો સાથ આપ્યો અને 13 બોલ આઉટ થયા વરગ રમ્યો હતો અને બંને વચ્ચે 32 રનોની ભાગીદારી થઇ હતી. જેમાં જાડેજાએ 41 બોલમાં 30 રન બનાવ્યા હતા. બુમરાહે ઇંગ્લેન્ડના પેસર્સનો અદ્દભૂત સામનો કર્યો અને ઘણા ડિફેંસ શોર્ટ રમ્યો અને ઘણી વાર બોલને છોડી લોકોના દિલ જીત્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે