VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પની 'ચિડવણી' કરી રહ્યો હતો આ કિશોર, જુઓ કેવી મળી સજા!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોન્ટાનામાં આયોજિત એક રેલી દરમિયાન 17 વર્ષના કિશોરે નાટકીય રીતે ડોનાલ્ડ ટ્રમ્પને ચિડવવાનું કામ કર્યું
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોન્ટાનામાં આયોજિત એક રેલી દરમિયાન 17 વર્ષના કિશોરે નાટકીય રીતે ડોનાલ્ડ ટ્રમ્પને ચિડવવાનું કામ કર્યું અને ત્યારબાદથી આ કિશોર સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. અલગ અલગ રીતે અમેરિકી રાષ્ટ્રપતિને ચિડવવા અને વિરોધ બાદ લોકો આ કિશોરના વખાણ કરી રહ્યાં છે. ટાઈલર લિંફસ્ટે નામના આ 17 વર્ષના કિશોરનો ડોનાલ્ડ ટ્રમ્પને ચિડવતો વીડિયો અમેરિકામાં લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેલિવિઝન ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પની પાછળ ઉભેલા ટાઈલર નામનો કિશોર પોતાની આઈબ્રોઝને અજીબોગરીબ રીતે આમથી તેમ કરી રહ્યો હતો. આ ઉપરાંત તે ચિત્રવિચિત્ર કોમેન્ટ પણ કરી રહ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
Handsome teen kicked out of Trump rally for his overly dramatic expressions: @YouTube aracılığıyla https://t.co/FRD4oAFUwJ
— suzannakotil (@blue_suzann) September 8, 2018
ટેલર લિંફસ્ટેના આ નાટકીય પ્રતિક્રિયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ વચ્ચે જ લોકોએ જોઈ. કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીતમાં હાઈ સ્કૂલના વિદ્યાર્થી ટાઈલરે જણાવ્યું કે તેમના ફેશિયલ એક્સપ્રેશન સંપૂર્ણ રીતે સામાન્ય હતાં. તેણે કહ્યું કે ભાષણ દરમિયાન તેના ચહેરના ભાવ ભાષણ સાંભળીને સહજ રીતે આવી ગયા હતાં.
મીડિયા રિપોર્ટ મુજબ લિંફ્સ્ટે અને તેના મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ દરમિયાન ટ્રમ્પની પાછળ ઊભા હતાં. તેમના જણાવ્યાં મુજબ તેમણે વીઆઈપી ટિકિટ જીતી હતી અને રેલીની શરૂઆત પહેલા તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોટો પણ પડાવ્યો હતો. કિશોર લિંફસ્ટેનું નામ રેલી માટે કાઢવામાં આવેલી લોટરીમાં આવ્યું હતું. જેના કારણે તેની પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે મુલાકાત શક્ય થઈ શકી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે