શિખર ધવને પંતની કરી પ્રશંસા, ગણાવ્યો 'ગેમચેન્જર'

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવાર (6 ફેબ્રુઆરી)થી શરૂ થઈ રહેલી ટી20 સિરીઝમાં યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ટીમમાં વાપસી કરી છે. 

શિખર ધવને પંતની કરી પ્રશંસા, ગણાવ્યો 'ગેમચેન્જર'

વેલિંગટનઃ ભારતના સીનિયર બેટ્સમેન શિખર ધવને મંગળવારે કહ્યું કે, આશાસ્પદ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મેચનું પાસું પલટવાની પોતાની ક્ષમતાને કારણે ભારતીય ટીમ માટે ઘણો ઉપયોગી બની ગયો છે. હાલમાં આઈસીસીના આશાસ્પદ ખેલાડીનો પુરસ્કાર જીતનાર પંત બુધવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં વાપસી કરી છે. 

પંતને ભવિષ્યમાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ટીમમાં જોવામાં આવી રહ્યો છે અને ઈંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં સારુ પ્રદર્શન કરી તેણે પોતાની ઉપયોગિતા સાબિત પણ કરી છે. ધવને કહ્યું, તે (રિષભ પંત) ઘણો આક્રમક બેટ્સમેન છે અને ટીમ માટે ઉપયોગી પણ. તે ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે. આશા છે કે, આ તકનો તે લાભ ઉઠાવશે. 

તેણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની આ સિરીઝના માધ્યમથી ટીમ ઈન્ડિયા પ્રવાસનો અંત જીત સાથે કરવા ઈચ્છશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા વિરુદ્ધા આ મહિનાના અંતમાં ભારતમાં શરૂ થઈ રહેલી સિરીઝમાં પણ રિધમ જાળવી રાખવા ઈચ્છશે. 

ધવન બોલ્યો- અમે પણ માણસ છીએ
ધવને સતત સિરીઝ વિશે કહ્યું, અમે પણ માણસ છીએ અને શરીરને આરામની જરૂર હોય છે. અમે આ સિરીઝનો અંત પણ જીત સાથે કરીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં લય જાળવી રાખવા મેદાને ઉતરશું. તે પૂછવા પર કે મેથી જુલાઈ સુધી ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ પહેલા ટી20 સિરીઝનું શું મહત્વ છે, ધવને કહ્યું, મને લાગે છે પાંચ વનડે ઘણા છે. તે સારી વાત છે કે અંતમાં અમે ટી20 રમી રહ્યાં છીએ. અમને અત્યાર સુધીના પ્રદર્શન પર ખુશી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news